બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / WORLD’S LARGEST BUBBLE WRAP PAINTING: CREATES A NEW WORLD RECORD

સિદ્ધિ / ગુજરાતીઓએ બ્રિટનમાં બનાવ્યો વર્લ્ડરેકોર્ડ: 2 લાખ પરપોટાથી તૈયાર થઈ પેઈન્ટિંગ, PM મોદી-ટાટાને અપાયું સ્થાન

Published By: Parth

Last Updated: 05:57 PM, 21 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટન અને ભારતના યુવાનોએ લંડનમાં વિશ્વની સૌથી મોટી બબલ રેપ પેઇન્ટિંગ બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો છે. પેઇન્ટિંગનું માપ 16.01 m² (૧૭૨.૩૩ ft²) છે.

બ્રિટનમાં ભારતીયોએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ 
વિશ્વની સૌથી મોટી બબલ રેપ પેઇન્ટિંગ
PM મોદી અને રતન ટાટાને અપાયું સ્થાન
 

કોરોના વાયરસ મહામારીની વચ્ચે ઘણા દેશો અને લોકો દ્વારા સારા કામો કરવામાં આવી રહ્યા છે, આવા લોકોને ટ્રિબ્યુટ આપવા માટે બ્રિટનમાં ભારતીયોએ ભેગા થઈને બબલ રેપ પેઈન્ટિંગ બનાવી હતી જેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે. આ સિદ્ધિ અને આર્ટવર્ક પાછળનો હેતુ મહત્વાકાંક્ષાઓને વિસ્તૃત કરવાનો અને આગામી પેઢીને મહાપુરુષ જેમ તેમના જીવન થી પ્રેરણા લેવાનુ અનુસરવાનું ચાલુ રાખવા અને કોવિડ-19ના પરિણામે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ભારતના પરિવારોને તેમજ જીવલેણ વાયરસને કારણે અનાથ થયેલા પરિવારોને મદદ કરવાનો છે.

ચાર મહિનામાં તૈયાર થયું આર્ટવર્ક 
નચિકેત જોશી, જે પોતે સામાજિક કાર્યકર છે તેમણે આ કાર્ય માટે સંપૂર્ણપણે આયોજન કર્યું હતુ. ક્રિએટિવ આર્ટ કેમ્પસના કલાકારોની ટીમનું નેતૃત્વ જીજ્ઞેશ પટેલ, અક્ષય પંડ્યા અને યશ પટેલ કરે છે. ખુશ્બુ શાહ અન્ય સ્વયંસેવક ટીમનું નેતૃત્વ કરી રહી છે અને સંકલનનું સંચાલન કરી રહી છે. આ વિશાળ આર્ટવર્કને પૂર્ણ કરવામાં ટીમને ૪ મહિના લાગ્યા હતા. 

કોણ કોણ છે બબલ રેપ પેઇન્ટિંગમાં 
આયોજન કરનાર નચિકેત જોશીએ કહ્યું કે અમે વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરીને અભિભૂત છીએ. આ આર્ટવર્કમાં PM મોદી દર્શાવવામાં આવ્યા છે, તેઓ વૈશ્વિક નેતા છે અને લગભગ 100 દેશોને રસી પુરી પાડી તેઓ વિશ્વના તારણહાર સાબિત થયા છે. આ સિવાય આર્ટવર્કમાં અન્ય નોંધપાત્ર હસ્તીઓ છે રતન ટાટા, બિલ ગેટ્સ અને જેકે રોલિંગ, તેઓ જ્યારે જરૂર પડી ત્યારે આગળ આવ્યા અને રોગચાળાની પરિસ્થિતિ દરમિયાન વિશ્વને મદદ કરી. 

કઈ રીતે તૈયાર થઈ પેઈન્ટિંગ 
 “અમારી સ્વયંસેવકોની ટીમે અમને પેઇન્ટિંગ પૂર્ણ કરવામાં મદદ કરી છે.  અમે સિરીંજ વડે લિક્વિડ વોલ પેઈન્ટના ૨૦૦ શેડ્સનો ઉપયોગ કરીને બબલ રેપમાં બબલ ઈન્જેક્શન કર્યા છે.  દરેક બબલને નંબર આપવામાં આવે છે જે પેઇન્ટના ચોક્કસ શેડને અનુરૂપ હોય છે.  કુલ મળીને અંદાજે ૨૦૦,૦૦૦ બબલ ભરવામાં આવ્યા છે.  આ કામ અલગ-અલગ વિભાગ માં પૂર્ણ કરવામાં આવ્યું હતું જેને એકસાથે એસેમ્બલ કરવામાં આવ્યું છે અને તેને ૧૫ ચોરસ મીટરની મોટી પેઇન્ટિંગ તરીકે પ્રદર્શિત કરવામાં આવી. અમારે એ સુનિશ્ચિત કરવાનું હતું કે પરપોટા યોગ્ય રંગથી ભરેલા હોય અને નુકસાન ન કરે, જે અમે સફળતાપૂર્વક કર્યું છે.  હું ખરેખર ઉત્સાહિત છું કે અમારા પ્રયત્નો સફળ રહ્યા અને કોવિડ પીડિતોને મદદ કરવા આતુર છું.  તેવું યશ પટેલે જણાવ્યું હતું.
 

સંકળાયેલા મુદ્દાઓ

BUBBLE WRAP PAINTING Guinness world record world record World record

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ