ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:43 AM, 12 June 2025
ADVERTISEMENT
અમેરીકી રાજકારણ અને ટેક વિશ્વના બે મોટા ચહેરાઓ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લા-Spacexના માલિક એલેન મસ્ક વચ્ચેના તણાવભર્યા સંબંધો હવે અંત તરફ આગળ વધી રહ્યા છે. છેલ્લાં કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પર બંને વચ્ચે ભારે વિવાદ થયો હતો. એલેન મસ્કે ટ્રમ્પ સામે ઘણી ટીકા કરતી પોસ્ટ કરી હતી જેમાં તેમણે ટ્રમ્પના ‘બિગ બ્યુટીફુલ બિલ’ની ટીકા કરીને વિવાદ ઉભો કર્યા હતા. મસ્કે દાવો કર્યો હતો કે ટ્રમ્પની 2024ની ચૂંટણીની જીત પાછળ મોટાભાગે તેમનો સમર્થન જવાબદાર હતો. આથી બંને વચ્ચે તણાવ વધી ગયો હતો.
ADVERTISEMENT

વિવાદ દરમિયાન ટ્રમ્પે મસ્કને 'પાગલ' ગણાવ્યો હતો અને એમ પણ જણાવ્યું કે મસ્ક ટ્રમ્પ ડિરેન્જમેન્ટ સિન્ડ્રોમથી પીડિત છે. તેમણે મસ્કની કંપનીઓ સાથેના સરકારી કરારો પર ફરીથી વિચાર કરવાની પણ ધમકી આપી હતી. ટ્રમ્પનો એવો પણ આક્ષેપ હતો કે મસ્ક "વન બિગ બ્યુટીફુલ બિલ" એક્ટમાંથી ઈલેક્ટ્રિક વાહનો માટેના ટેક્સ ઇન્સેન્ટિવ દૂર થવાથી નારાજ છે.
ADVERTISEMENT

અહીંથી મામલો વધુ ગંભીર બન્યો ત્યારે એલોન મસ્કે એક પગલું પાછળ ખેંચ્યું અને તેમણે પોતાની કેટલીક પોસ્ટ્સ ડિલિટ કરી. મસ્કે જાહેર રીતે માફી માંગી અને કહ્યું કે, “ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિશેની મારી કેટલીક પોસ્ટ્સ માટે મને માફ કરશો. તેઓ ખૂબ જ આગળ વધી ગઈ હતી.” એક અહેવાલ મુજબ, મસ્કે ટ્રમ્પના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ અને વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ સુઝી વિલ્સ સાથે ખાનગી વાતચીત કર્યા પછી ટ્રમ્પની માફી માંગી હતી. બીજી તરફ કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે મસ્કે સીધો ટ્રમ્પને ફોન કરીને પણ માફી માંગી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચો : અમેરિકા-ચીન વચ્ચે ડીલ ફાઇનલ, ચીની માલ પર લાગશે 55% ટેરિફ; જાણો ટ્રમ્પે શું કહ્યું
ADVERTISEMENT
ટ્રમ્પે આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મસ્કે માફી માગીને યોગ્ય કામ કર્યું છે. તેમણે ઉમેર્યું કે તેઓ મસ્કથી થોડા નિરાશ છે પરંતુ તેમના હૃદયમાં કોઈ કડવાશ નથી. ટ્રમ્પે એમ પણ જણાવ્યું કે તેઓ મસ્કને વિવાદ માટે દોષી ઠેરવતા નથી, કારણ કે વિવાદ તો એક ટીકા પરથી શરૂ થયો હતો. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે તેઓ મસ્ક સાથેનો સંબંધ ફરીથી સુધારવા માંગે છે, પરંતુ હાલમાં તેમનું એકમાત્ર લક્ષ્ય દેશને વધુ સારા ભવિષ્ય તરફ લઈ જવાનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT