ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:57 PM, 12 November 2025
ADVERTISEMENT
યુનાઇટેડ સ્ટેટ્સના સાન ફ્રાન્સિસ્કોમાં બનેલી આ ભયાનક ઘટના દરમિયાન ટ્રેન 50 માઇલ પ્રતિ કલાકની ઝડપે દોડતી હતી. અચાનક ટ્રેનની ગતિ બેકાબૂ થઈ ગઈ અને મુસાફરોમાં ગભરાટ ફેલાયો. ટ્રેનનો ડ્રાઇવર કંટ્રોલ રૂમમાં ઊંઘી ગયો હતો, જેના કારણે ટ્રેન સતત ઝડપ પકડી રહી હતી. મુસાફરો “મદદ કરો”, “હે ભગવાન, શું થઈ રહ્યું છે?” એવી બૂમો પાડતા જોવા મળ્યા.
ADVERTISEMENT

ઘટનાની આખી ફિલ્મ મુસાફરોએ પોતાના ફોનમાં કેદ કરી લીધી. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું કે ડ્રાઇવર પોતાની સીટ પર લપસી પડ્યો છે, જ્યારે ટ્રેન એક તિવ્ર વળાંક પર જતી રહી હતી. તે સમયે ટ્રેનનો સંતુલન બગડતા મુસાફરો જમીન પર પટકાયા હતા.
ADVERTISEMENT

અહેવાલો મુજબ, ડ્રાઇવર મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી (MTA) સાથે જોડાયેલો હતો. વીડિયો સામે આવતા જ એજન્સીએ તપાસ શરૂ કરી. મુસાફરોના જણાવ્યા મુજબ, ટ્રેન એક કાર સાથે અથડાઈ, અને એ સમયે ડ્રાઇવર અચાનક જાગી ગયો. તેણે તરત જ કાબૂ મેળવ્યો અને ટ્રેનને રોકી દીધી.
ADVERTISEMENT
A disturbing incident on a San Francisco Muni train has raised new concerns about operator fatigue. Passengers were rattled when the light-rail car began jolting unexpectedly as the driver appeared to lose focus inside the Sunset Tunnel. pic.twitter.com/emUHUNDrk9
— Rich Music World INC (@richmusicworld) November 12, 2025
ડ્રાઇવર પછી વારંવાર મુસાફરોને “શાંત રહો, ધીમા થાઓ” કહી સમજાવતો જોવા મળ્યો. તેની અવાજમાં ગભરાટ સ્પષ્ટ હતો. પછી તેણે કહ્યું, “માફ કરશો... આરામ કરો... અકસ્માત નડ્યો.” સ્થાનિક અહેવાલો મુજબ, એક મહિલા મુસાફરને માથામાં ઇજા પહોંચી હતી. જોકે મોટો અકસ્માત ટળી ગયો તે સૌભાગ્યની વાત ગણાઈ રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : VIDEO: મુસાફરો ભરેલી બસમાં ખીણમાં ખાબકી, 37 લોકોના દર્દનાક મોત
MTA એ પુષ્ટિ કરી કે ઘટના ઓપરેટરના થાકને કારણે બની હતી. એજન્સીએ જણાવ્યું કે 50 માઇલ પ્રતિ કલાકની ઝડપે વળાંક લેતા સમયે ટ્રેનને અણધાર્યો ઝટકો લાગ્યો હતો, જેના કારણે ઘણા મુસાફરો પટકાયા હતા. હાલમાં, ડ્રાઇવરને ડ્યૂટીમાંથી દૂર રાખવામાં આવ્યો છે અને આંતરિક તપાસ ચાલુ છે. સાન ફ્રાન્સિસ્કોમાં આ ઘટનાએ જાહેર પરિવહનની સુરક્ષા વિશે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો