બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'સુનામી' કઇ રીતે, ક્યાંથી ઉદભવે? અને દરિયાથી જ કેમ તેની શરૂઆત થાય છે, જાણો રોચક રહસ્યો

જાણવા જેવું / 'સુનામી' કઇ રીતે, ક્યાંથી ઉદભવે? અને દરિયાથી જ કેમ તેની શરૂઆત થાય છે, જાણો રોચક રહસ્યો

Nidhi Panchal

Last Updated: 12:51 PM, 30 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાના દરિયાકાંઠા વિસ્તારમાં તીવ્રતા 8.8 નો ભૂકંપ આવ્યો ત્યારબાદ ભયાનક સુનામી સર્જાઈ છે. આ સુનામીની અસર જાપાનથી લઈને અમેરિકા અને મેક્સિકો સુધી જોવા મળી રહી છે

રશિયાના દરિયાકાંઠા વિસ્તારમાં તીવ્રતા 8.8નો એક ભયંકર ભૂકંપ નોંધાયો છે. આ ભૂકંપ પછી સુનામીએ તરત જ અસર બતાવવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને રશિયાના કુરિલ ટાપુઓ અને જાપાનના ઉત્તર ભાગમાં આવેલા હોક્કાઈડો ટાપુના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ સુનામીના તરંગો ટકરાયા છે. શરૂઆતમાં ચેતવણી આપવામાં આવી હતી કે આ તોફાની તરંગો ઘણા દેશોના દરિયાકાંઠા વિસ્તારો સુધી પહોંચી શકે છે. આ અસર પછી હવે અમેરિકા, મેક્સિકો, જાપાન સહિતના અનેક દેશો સાવચેત થઇ ગયા છે.

sunami-2

સુનામી કેવી રીતે આવે છે ? કેવી રીતે વિશાળ સ્વરૂપ ધારણ કરી લે છે? આ સવાલના જવાબ પણ જરૂરી છે તો સુનામી એ સમુદ્રમાં ઊંડે થતો ભયંકર તરંગ છે જે મોટાભાગે સમુદ્રના તળિયે આવેલા ભૂકંપના કારણે થાય છે. ભૂકંપના ધક્કા સમુ્દ્રના તળના એક ભાગને ઊંચો કે નીચો કરે છે, જેના કારણે પાણીમાં કરંટ આવે છે અને મોજાઓનું રૂપ લઇ લે છે. આ મોજાઓ બહુ ઝડપી હોય છે , કેટલીકવાર જેટ વિમાન જેટલી ઝડપે અને દરિયાકાંઠા વિસ્તારોને ઘાતક રીતે અસર કરે છે.

sunami

સુનામી આ કારણથી પણ થઇ શકે છે

સુનામી ફક્ત ભૂકંપના કારણે થાય છે એવું નથી. જ્વાળામુખી ફાટવા, દરિયામાં ભૂસ્ખલન, ભારે તોફાન, કે ઉલ્કાપિંડના પડવાથી પણ સુનામી સર્જાઈ શકે છે. ઉદાહરણ તરીકે, 1883માં ક્રાકાટોઆ ટાપુ પર એક જ્વાળામુખી ફાટયો હતો અને ત્યારબાદ આવી સુનામીમાં લગભગ 30,000 લોકોના મોત થયા હતા.

app promo2

સુનામી શબ્દ કેવી રીતે થયો

"સુનામી" શબ્દ જાપાની ભાષામાં "બંદર" અને "તરંગ" શબ્દોથી આવેલો છે. શરૂઆતમાં મોજાઓ ઊંડાણમાં હોવાને કારણે દેખાતા નતી પરંતુ જેમ જેમ તેઓ દરિયાકાંઠાની નજીક આવે છે તેમ તેમની ઊંચાઈ વધી જાય છે. ક્યારેક આ મોજાઓ એક પછી એક કલાકો સુધી ટકરાતા રહે છે. 365 એ.ડી.ના રોમન ઇતિહાસમાં પણ સુનામીની ઘટના નોંધાયેલ છે. એલેક્ઝાન્ડ્રિયામાં આવેલ દરિયા પરથી પાણી પીછેહઠ થયા પછી તીવ્ર તરંગો સાથે ફરી આવ્યા અને અનેક લોકોના મોત થયા હતા. લોકો ઘરના છાપરાં પર જહાજો કચડી પડેલા જોયા હતા.

આ પણ વાંચો : અમિત શાહે અમદાવાદથી તાબડતોબ મંગાવી આ ચીજ, પછી પહેલગામના આતંકીઓ ઠાર, આખી રાત જાગ્યાં

2004ની ઈન્ડોનેશિયા સુનામી ભયાનક હતી. ભૂકંપની તીવ્રતા 9.1 હતી અને તેની અસર હિરોશિમા પર પડેલા અણુ બોમ્બ કરતાં 23,000 ગણી વધુ ઊર્જાવાળી હતી. 11 દેશોમાં 2.2 લાખથી વધુ લોકોના મોત થયા હતા. આજના સમયમાં NOAA અને અન્ય સંસ્થાઓ દ્વારા સુનામી માટે પહેલેથી ચેતવણી આપવામાં આવે છે. રશિયામાં આવેલા તાજેતરના ભૂકંપ અને તેના પરિણામે સર્જાયેલી સુનામી ફરી એક વખત પહેલાની ઘટનાઓ યાદ કરાવે છે કે કુદરત સામે માનવજાત કેટલા નબળા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Russia earthquake Kuril Islands tsunami warning
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ