બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / બ્રિટનના PMનું મોટું એલાન, 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

વિશ્વ / બ્રિટનના PMનું મોટું એલાન, 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

Nirav Kumar

Last Updated: 01:02 AM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના એક બાદ એક દેશ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. જેમાં હવે બ્રિટિશ પ્રધાનમંત્રી કીએર સ્ટાર્મરે પણ યુકેમાં આ નિર્ણય લાગુ કર્યો છે.

બ્રિટિશ પ્રધાનમંત્રી કીએર સ્ટાર્મરે એક મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું કે તેઓ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકશે. આ નિર્ણય સાથે બ્રિટનનો હેતુ બાળકો પર સોશિયલ મીડિયાની નેગેટિવ અસરને દૂર કરવાનો છે. જેમાં ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાએ કિશોરો અને બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાર બાદ યુરોપ સહિત અનેક દેશોએ આ નિર્ણયની પ્રશંસા કરી હતી. તાજેતરમાં કેનેડાએ પણ જાહેરાત કરી હતી કે તે સોશિયલ મીડિયા સંબંધિત તેના નિયમોમાં ફેરફાર કરશે અને બાળકોના ઉપયોગને કંટ્રોલ કરશે.

બ્રિટિશ પ્રધાનમંત્રી કીએર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આ નિર્ણય સરળ નહોતો. ઘણી મોટી કંપનીઓ સરકાર પર પોતાનો નિર્ણય પાછો ખેંચવા માટે દબાણ કરી રહી છે. પરંતુ આ નિર્ણય યથાવત રહેશે. બ્રિટિશ પ્રધાનમંત્રીએ X પ્લેટફોર્મ પર આ નિર્ણય વિશે પોસ્ટ કરતા કહ્યું હતું કે, મોટાભાગના માતાપિતાએ તેમને કહ્યું છે કે, તેમના બાળકો સ્માર્ટફોનના વ્યસની બની ગયા છે.

hiring vtv 1

બ્રિટિશ પ્રધાનમંત્રએ તેમની પોસ્ટમાં લખ્યું હતું કે અમે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઍક્સેસ પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યા છીએ. આજના સમયમાં બાળકોને એવી દુનિયામાં અનુકૂલન સાધવું પડી રહ્યું છે જ્યાં ટેકનોલોજી તેમના જીવનના દરેક પાસામાં દખલ કરી રહી છે. હું હવે હજુ ચાલુ રહેવા દેવા નથી માંગતો. આથી અમે બાળકોને તેમનું બાળપણ પાછું આપવા જઈ રહ્યા છીએ.

વધુ વાંચો : 'તેહરાન પરમાણુ શસ્ત્રો ન બનાવવા પર સંમત', અમેરિકા-ઈરાન વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર

  • ટેક કંપનીઓને નિયમો લાગુ કરવા કહ્યું

યુકેએ તાજેતરમાં ટેક કંપનીઓ પર દબાણ કર્યું છે. જેમાં સરકારે આ કંપનીઓને એઝ વેરીફીકેશન લાગુ કરવા અને તેમના અલ્ગોરિધમમાં ફેરફાર કરવા કહ્યું છે. જેમાં બાળકોને અશ્લીલ તસવીરરહી દૂર રાખવા માટે નવા પગલાં લેવા પણ કહ્યું છે. યુકે સરકાર બાળકો માટે વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઓનલાઈન ગેમિંગ અને લાઈવ સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવા માંગે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Under Age Social Media Social Media Ban
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ