બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:43 AM, 30 July 2025
પહેલગામના આતંકીઓને ઠાર મારવા માટે અડધી રાતે જ એક્શન પ્લાન ઘડાયો તેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મોટી ભૂમિકા ભજવી હતી, જેમણે અડધી રાતે ઈન્ડિયન એરફોર્સના વિમાનમાં અમદાવાદથી એક ખાસ ચીજ મંગાવી હતી જે પછી જ પહેલગામના આતંકીઓને ઠાર કરાયા હતા, અમદાવાદથી મંગાવેલી આ ચીજ જ અદ્દભુત હતી.
ADVERTISEMENT
OP MAHADEV - UPDATE
— Bunty Mahajan (@buntymahajan6) July 29, 2025
3 hardcore Pakistani terrorists, involved in orchestrating the dastardly Pahalgam attack were neutralised
The terrorists have been identified as Suleman Shah alias Faisal Jaat, Hamza Afgani & Jibran Bhai. Operation Continues pic.twitter.com/3btBAv3MY5
અડધી રાતે અમિત શાહે અમદાવાદથી શું મંગાવ્યું?
ADVERTISEMENT
હકીકતમાં અમદાવાદ ફોરેન્સિક લેબનું એક ખાસ મશીન દેશમાં ખૂબ ખ્યાતનામ છે જેનાથી કોઈ પણ સંદિગ્ધ ગતિવિધિઓની પાકી ખાતરી થાય છે. પહેલગામ હુમલાના આતંકીઓએ જે બંદૂકો વાપરી હતી તેની પાકા પાયે ખાતરી કરવા માટે જ અમિત શાહે અમદાવાદથી આ મશીન મંગાવ્યું હતું.
#operationmahadev
— Amit Bhardwaj (@AmmyBhardwaj) July 28, 2025
update The names of three terrorists identified in the investigation conducted after the Pahalgam attack. On April 24, Anantnag police released 3 sketches. The names of the three terrorists were Adil Hussain Thokar of Anantnag, Hashim Musa alias Suleman and Ali… pic.twitter.com/MZYSLerErT
ADVERTISEMENT
આખી રાત જાગ્યાં અમિત શાહ
ઓપરેશન મહાદેવમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ત્રણ આતંકવાદીઓ પહેલગામ હુમલા માટે જવાબદાર હતા. ખુદ અમિત શાહે વહેલી સવાર સુધી જાગ્યા હતા અને ઓપરેશનની પળપળની માહિતી લઈ રહ્યાં હતા.
ADVERTISEMENT
અમિત શાહ ફોરેન્સિક લેબના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં
સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહ ચંદીગઢ ફોરેન્સિક લેબના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતા. જ્યારે ત્યાંથી રિપોર્ટ આવ્યો કે બંદૂકો મેચ થઈ રહી છે, ત્યારે તેમણે રિપોર્ટ મંગાવ્યો અને વીડિયો કોલ દ્વારા તેની પુષ્ટિ કરી હતી. ફોરેન્સિક અધિકારીએ કહ્યું કે આ એ જ બંદૂકો છે જેનાથી પહેલગામમાં નિર્દોષ લોકોને મારવામાં આવ્યા હતા. અર્થાત ફોરેન્સિક રિપોર્ટમાં સ્પસ્ટ થયું કે આ એજ બંદૂકો હતી જેનો ઉપયોગ પહેલગામ હુમલામાં થયો હતો.
ADVERTISEMENT
અમદાવાદથી મશીન આવ્યાં બાદ ઓપરેશનને આખરી ઓપ
ADVERTISEMENT
અમિત શાહના આદેશ પ્રમાણે, એરફોર્સના વિમાનમાં અમદાવાદથી ફોરેન્સિક મશીન ચંદીગઢ લવાયા હતા. જ્યારે આતંકવાદીઓ પાસેથી મળેલી બંદૂકો ત્યાં મોકલવામાં આવી, તે મેચ થઈ હતી. આ પછી આખો પ્લાન ઘડાયો અને આતંકવાદીઓને ઘેરીને ઠાર કરાયા હતા.
પહેલગામના ગુનેગારો ઠાર
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં પહેલગામ હુમલાના 3 આતંકીઓને ઠાર માર્યા હતા. આતંકીઓએ 22 એપ્રિલ પહેલાગામમાં હુમલો કરીને 26 લોકોની હત્યા કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.