બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:06 PM, 3 April 2026
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. સંઘર્ષ વચ્ચે શુક્રવારે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ નજીક મોટા પાયે મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 8 લોકો માર્યા ગયા છે. રશિયા દ્વારા આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેસ્કીએ ઇસ્ટર માટે યુદ્ધવિરામનો સંકેત આપ્યો હતો, જે 12 એપ્રિલે યુક્રેન અને રશિયા બંનેમાં ઉજવવામાં આવે છે.
ADVERTISEMENT
અધિકારીઓએ ત્યાના મિડિયાને જણાવ્યું હતું કે રશિયન હુમલામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શુક્રવારે રશિયાએ ઉત્તરી યુક્રેનના કિવ ક્ષેત્રમાં એક એપાર્ટમેન્ટ બ્લોક પર બોમ્બમારો કર્યો હતો. કિવ પ્રાદેશિક લશ્કરી વહીવટના વડાએ શુક્રવારે સવારે ટેલિગ્રામ પર જાણકારી આપી કે કિવ પ્રદેશ ફરી એકવાર રશિયન મિસાઇલ અને ડ્રોન હુમલાનો ભોગ બન્યો છે. તેમના મતે બુચા, ફાસ્ટિવ અને ઓબુખિવ શહેરો પર થયેલા હુમલાઓમાં ભારે નુકસાન થયું છે. હુમલામાં એક પશુચિકિત્સા ક્લિનિકને નુકસાન થયું હતું, જેમાં આશરે 20 પ્રાણીઓ માર્યા ગયા હતા.
500 ડ્રોન અને ક્રુઝ મિસાઇલોથી હુમલો
ADVERTISEMENT
યુક્રેનના વિદેશ પ્રધાન એન્ડ્રી સિબિહાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આશરે 500 ડ્રોન અને ક્રુઝ મિસાઇલોથી યુક્રેન પર હુમલો કરાયો હતો. તેમણે કહ્યું, "યુક્રેનના ઇસ્ટર યુદ્ધવિરામ પ્રસ્તાવોનો મોસ્કો આ રીતે જવાબ આપે છે - ક્રૂર હુમલાઓ સાથે." જુલિયન કેલેન્ડર અનુસાર ઇસ્ટર આવતા અઠવાડિયે આવે છે, જેનું પાલન યુક્રેન અને રશિયામાં ઓર્થોડોક્સ ચર્ચ દ્વારા કરવામાં આવે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ યુદ્ધની નવી રણનીતિ! તેલ બાદ હવે પાણી અને ગેસના પ્લાન્ટ્સ પર ઈરાનનો પ્રચંડ વાર
રશિયાએ યુક્રેનના ડ્રોનને તોડી પાડ્યા
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગયા ઇસ્ટર પર એકપક્ષીય રીતે 30 કલાકનો યુદ્ધવિરામ જાહેર કર્યો હતો, પરંતુ બંને પક્ષોએ એકબીજા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. રશિયન સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે સવારે જણાવ્યુ હતું કે રાતભર રશિયા અને તેના કબજાવાળા ક્રિમિયા પર 192 યુક્રેનિયન ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.