બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / એશિયાના બે દેશના PMનું રાજીનામું, વિશ્વના રાજકારણમાં ઉથલપાથલ, ફ્રાન્સમાં પણ રાજકીય સંકટ!

રાજકારણ / એશિયાના બે દેશના PMનું રાજીનામું, વિશ્વના રાજકારણમાં ઉથલપાથલ, ફ્રાન્સમાં પણ રાજકીય સંકટ!

Jay Bhatt

Last Updated: 03:39 PM, 9 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલના સમયમાં વિશ્નના અનેક દેશોમાં રાજકીય અસ્થિરતા જોવા મળી રહી છે. ક્યાંક આંદોલન થઈ રહ્યાં છે તો ક્યાંક રાજકીય સંકટ ઘેરાઈ રહ્યું છે. ભારે વિરોધ પ્રદર્શનથી રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે.

World Politics : નેપાળમાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. Gen Z દ્વારા શરુ કરાયેલા આંદોલને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેમાં 20થી વધુના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે તો બીજી તરફ વડાપ્રધાન મોદીએ જે દેશની મુલાકાત લીધી તે દેશના PMએ રાજીનામું આપ્યું છે. એટલું જ નહીં ફ્રાન્સમાં પણ રાજકીય ભૂકંપ આવ્યો છે અને વડાપ્રધાન વિશ્વાસ મેળવવામાં અસફળ રહ્યા છે.

ભારતના પડોશી દેશમાં અશાંતિનો માહોલ

નેપાળમાં Gen Zના આંદોલને ત્યાંના રાજકારણને હચમચાવી નાખ્યું છે. નેપાળના શાસકો દેશ છોડવાની તૈયારી કરી રહ્યા છે. દરેક જગ્યાએ અરાજકતાનું વાતાવરણ સર્જાયું છે. રાજકારણ હવે એવી સ્થિતિમાં પહોંચી ગયું છે જ્યાં સરકારના 10 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. હજારો વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા છે અને વડાપ્રધાને રાજીનામું ધરી દીધું છે. નોંધનીય છે કે, નેપાળમાં સરકારે 4 સપ્ટેમ્બરના રોજ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અચાનક પ્રતિબંધ મુકતા દેશમાં આંદોલન શરુ થયું હતું.

જાપાનના વડાપ્રધાનનું રાજીનામું

નેપાળ ઉપરાંત એશિયાના વધુ એક દેશના વડાપ્રધાને રાજીનામું આપવું પડયું છે. જુલાઈમાં જાપાનમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં પાર્ટીની ઐતિહાસિક હારનો સામનો કર્યા બાદ વડા પ્રધાન શિગેરુ ઇશિબાએ રવિવારે (07 સપ્ટેમ્બર, 2025) રાજીનામું આપ્યું હતું. ઇશિબાનું આ પગલું તેમની લિબરલ ડેમોક્રેટિક પાર્ટીની અંદરથી રાજીનામાની સતત માંગણીઓને કારણે લીધુ હતું, જેમાં તેમને હારની જવાબદારી સ્વીકારવા અને પદ છોડવા માટે કહેવામાં આવી રહ્યું હતું.

ઈશિબાએ વિરોધીઓને અવગણ્યા

ઓક્ટોબરમાં વડાપ્રધાન બનેલા શિગેરુ ઇશિબાએ એક મહિનાથી વધુ સમય સુધી તેમના પક્ષના જમણેરી વિરોધીઓની રાજીનામાની માંગણીઓને અવગણી હતી. તેમણે કહ્યું હતું કે, 'મને પદ પરથી હટાવવાથી દેશમાં રાજકીય શૂન્યાવકાશ સર્જાશે'. નોંધનીય છે કે, ઈશિબાએ અમેરિકા દ્વારા લગાવેલા ટેરિફ અને જાપાની અર્થતંત્ર પર તેની અસર, તેમજ વધતી કિંમતો, ચોખા નીતિમાં સુધારો અને પ્રદેશમાં વધતા તણાવનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

ફ્રાન્સમાં રાજકીય સંકટ ઘેરું બન્યું!

નેપાળ, જાપાન ઉપરાંત યુરોપના દેશ ફ્રાન્સમાં પણ રાજકીય સંકટ ઘેરું બન્યું છે. અહીં સંસદે રાષ્ટ્રીય દેવાને નિયંત્રિત કરવા માટે અવિશ્વાસ પ્રસ્તાવનો આશરો લઈને એવો દાવો કર્યો હતો કે આનાથી ફ્રાન્સની ખાધ ઓછી થશે. પરંતુ પીએમ ફ્રાન્કોઇસ બારોની સરકાર આ વિશ્વાસ પ્રસ્તાવ મેળવવામાં અસફળ રહી હતી. જેના પછી, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને હવે 2 વર્ષથી ઓછા સમયમાં પાંચમા વડાપ્રધાનની શોધ કરવી પડશે.

Vtv App Promotion

ફ્રાન્સનું દેવું વધ્યું

વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, '74 વર્ષીય ફ્રાન્કોઇસ બાયરો, જેઓ માત્ર નવ મહિના પહેલા જ પદ પર હતા, તેઓ આજે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સુપરત કરશે. બાયરોએ તેમની ખાધ ઘટાડવાની યોજનાને મંજૂરી મેળવવા માટે સંસદમાં વિશ્વાસ મત રજૂ કર્યો હતો. ફ્રાન્સની બજેટ ખાધ EUની 3 ટકા મર્યાદાથી લગભગ બમણી થઈ ગઈ છે. તે જ સમયે, દેશનું દેવું પણ GDPના લગભગ 114 ટકા સુધી વધી ગયું છે. હવે મેક્રોને નવા ફ્રેન્ચ વડાપ્રધાનની શોધ શરૂ કરી દીધી છે.

બાંગ્લાદેશમાં થયું હતું મોટા પાયે વિરોધ પ્રદર્શન

બાંગ્લાદેશમાં વાતાવરણ 2022થી અશાંત થવા લાગ્યું હતું, પરંતુ મે 2024માં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. રાજધાની ઢાકા અને અન્ય ઘણા શહેરોમાં શેખ હસીનાની સરકાર વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા. પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે અવામી લીગ અને તેની વિદ્યાર્થી પાંખ પર પ્રતિબંધ મૂકવામાં આવે. પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો કે પાર્ટી લાંબા સમયથી સત્તામાં છે અને વિપક્ષી પક્ષોને નબળી પાડી રહી છે. ત્યારે તેની સાથે સંકળાયેલા વિદ્યાર્થી સંગઠનો હિંસા અને આંદોલનકારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. સરકારે પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ ગયા. ઓગસ્ટ 2024માં, હસીનાને આખરે દેશ છોડવો પડ્યો હતો.

પાકિસ્તાનમાં ઇમરાનની ધરપકડથી સમર્થકો ગુસ્સે ભરાયા

ભારતના દુશ્મન દેશ પાકિસ્તાનમાં પણ છેલ્લા બે વર્ષમાં બે મોટા વિરોધ પ્રદર્શનો થયા છે. મે 2023માં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડથી સમગ્ર પાકિસ્તાનમાં આંદોલન અને હિંસા ફાટી નીકળી હતી. લાહોરથી ઇસ્લામાબાદ અને રાવલપિંડી સુધી, તેમના સમર્થકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને ઘણી જગ્યાએ પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ હતી. સરકારી ઇમારતો, પોલીસ ચોકીઓ અને લશ્કરી મથકો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘણા શહેરોમાં કર્ફ્યુ જેવી સ્થિતિ હતી અને ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. પાકિસ્તાનના રાજકીય સંકટ ચરસસીમાએ પહોંચી ગયું હતું. ઈમરાનને તોશા ખાન કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જે સત્તા પરથી ઉતર્યાના લગભગ એક વર્ષ પછી થયું હતું. ઈમરાનખાન હજુ પણ જેલમાં છે. આ પ્રદર્શનમાં 10થી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

વધુ વાંચો : કેટલા અમીર છે રાજીનામું આપનાર નેપાળના PM કેપી ઓલી? ખાલી વ્યાજ જ 1.87 કરોડનું!

શ્રીલંકામાં આર્થિક સંકટથી લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો

પાકિસ્તાન પહેલા, ભારતના બીજા પાડોશી દેશ શ્રીલંકામાં 2022માં મોટા પ્રદર્શનો થયા હતા. ભયંકર આર્થિક કટોકટી પછી, દેશ ધીમે ધીમે સુધારાના પ્રયાસો તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ લોકો ગૂસ્સે હતા. રાજધાની કોલંબો, કેન્ડી અને અન્ય ઘણા શહેરોમાં હજારો લોકોએ મોંઘવારી, ઇંધણના ભાવ વધારા અને બેરોજગારી સામે પ્રદર્શન કર્યા હતા. ઘણી જગ્યાએ ભ્રષ્ટાચાર સામે પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનનો પાયો વાસ્તવમાં માર્ચ 2022માં જ નાખવામાં આવ્યો હતો. શ્રીલંકામાં આ પ્રદર્શનોને અર્ગલયા ચળવળ નામ આપવામાં આવ્યું હતું. પ્રદર્શન વચ્ચે, જનતા રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા, જેના પગલે રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેને દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું. હાલમાં, પૂર્વ રાષ્ટ્રપતિ અને પીએમ રાનિલ વિક્રમસિંઘે સરકારી ભંડોળના દુરુપયોગના આરોપસર જેલની સજા ભોગવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

World Politics facing turmoil World Politics World Politics News
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ