બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:23 PM, 9 September 2025
Nepal PM Oli Net Worth: નેપાળની રાજધાની કાઠમંડુમાં Gen Z આંદોલન વધુ ને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અંહિયા રાજકીય સ્થિતિ ખૂબ જ તણાવમાં છે. આ દેશમાં Gen જ સંસદ ભવનની બહાર સતત નેપાળના પ્રધાનમંત્રી કેપી ઓલીના વિરુદ્ધ નારે બાજી કરી રહી છે. એક તરફ આ પ્રદર્શન હવે હિંસક રૂપ ધારણ કરી ચૂક્યું છે. પ્રદર્શનકારીઓ ગાડીઓમાં આગ લગાવી રહ્યા છે. પોલિસ અને સુરક્ષાબળ સતત સ્થિતિને કાબૂ કરવાની સ્થિતિમાં લાગેલા છે.
ADVERTISEMENT
Gen-Z Protest: નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ મુદ્દે હિંસક પ્રદર્શન, પ્રધાનમંત્રી કે પી ઓલીએ રાજીનામું આપ્યું#Nepal #Kathmandu #Protest #Oli #Corruption #Socialmediaban #NepalPM #KPOli #kpolinews #india #Gujaratinews #Breakingnews #VTVDigital pic.twitter.com/F3AmHJqQ5J
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 9, 2025
પોલીસ અને સુરક્ષા દળો પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સ્થિતિ અત્યારે સંવેદનશીલ છે. આ બધા વચ્ચે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે વડા પ્રધાન કેપી ઓલી દુબઈ જઈ શકે છે. મળતી માહિતી અનુસાર તેઓ આ હિંસક વિરોધની વચ્ચે “ સારવાર ” માટે દુબઈ જવાની યોજના બનાવી રહ્યા છે. તેમને લઈ જવા માટે તેમની ખાનગી એરલાઇન “હિમાલય એરલાઇન્સ” ને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. ચાલો એ વચ્ચે જાણીએ કે આખરે કેપી શર્મા ઓલી પાસે કેટલી સંપત્તિ છે અને તેમને સ્વિસ બેન્ક પાસેથી કેટલું વ્યાજ મળે છે.
ADVERTISEMENT
Gen-Z Protest: નેપાળમાં નાણામંત્રીના જીવ પર આવી બન્યું, વિરોધકર્તાઓએ માર્યો માર, વીડિયો વાયરલ#GenZProtest #GenZ #Nepal #Kathmandu #Protest #Oli #Corruption #Socialmediaban #NepalPM #KPOli pic.twitter.com/FjzDJqqTJj
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 9, 2025
ADVERTISEMENT
કેપી ઓલીની સંપત્તિ છેલ્લા થોડા વર્ષોમાં ખૂબ વધી ગઈ છે. “ગ્લોબલ વોચ એનાલિસિસ” નામની સંસ્થાએ એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે ઓલીની આર્થિક સ્થિતિમાં અણધાર્યો વધારો થયો છે. અહેવાલ મુજબ ચીન સાથેના તેમના ઊંડા સંબંધો અને બિઝનેસ ડીલ્સ આ માટે જવાબદાર છે. એક એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓલી અને તેમના નજીકના સાથીદારોને ચીની કંપનીઓ સાથેના મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બિઝનેસ ડીલ્સમાં ફાયદો કરાવવાના બદલામાં કરોડો રૂપિયાની આવક થઈ છે. ચીન તરફથી તેમને મોટો આર્થિક લાભ મળતો રહ્યો છે જેથી નેપાળમાં ચીન પોતાનું પ્રભાવ વધારી શકે.
#WATCH | Kathmandu, Nepal | A protestor says, "We are very happy that Nepal Prime Minister K.P. Sharma Oli has resigned..." pic.twitter.com/1Er1npszo5
— ANI (@ANI) September 9, 2025
ADVERTISEMENT
કેપી શર્મા ઓલીએ 1970ના દાયકામાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ 2015માં પહેલીવાર નેપાળના વડા પ્રધાન બન્યા હતા. જોકે થોડા સમયમાં 2016 માં તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. તે સમયે પણ ઓલીએ ભારત પર આરોપ મૂક્યો હતો કે તે નેપાળને આર્થિક મજબૂત થવામાં અડચણ બની રહ્યું છે. આ વચ્ચે જ નેપાળમાં ચીનનો પ્રભાવ વધવા લાગ્યો.
ADVERTISEMENT
Nepal Gen-Z Protest: નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતાં યુવાનોનો આક્રોશ ફાટી નીકળ્યો#Nepal #Kathmandu #Protest #Oli #Corruption #Socialmediaban #NepalPM #KPOli #Reels #VTVDigital pic.twitter.com/nTLIRLkFKf
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 9, 2025
2018માં તેઓ ફરી વડા પ્રધાન બન્યા અને ત્યારબાદથી ચીન સાથે તેમના સંબંધો વધારે ગાઢ બન્યા. ભલે નેપાળની માથાદીઠ આવકમાં થોડો સુધારો થયો હોય પરંતુ લોકોમાં પ્રશ્ન ઊભા થાય છે કે શું આ વિકાસ હકીકતમાં સામાન્ય જનતાને મળ્યો છે કે નેતાઓ અને તેમના નજીકના લોકો સુધી જ સીમિત રહ્યો છે?
ADVERTISEMENT
વધુ વાંચો: BIG NEWS : જન જનની જીત! નેપાળના વડાપ્રધાન કેપી ઓલીએ રાજીનામું આપ્યું, વિરોધ પ્રદર્શન રંગ લાવ્યાં!

ગ્લોબલ વોચ એનાલિસિસના અહેવાલ પ્રમાણે ઓલીનું એક ખાનગી બેંક અકાઉન્ટ સ્વિટ્ઝર્લૅન્ડના જિનેવા શહેરમાં આવેલી “મિરાબાઉડ બેંક”માં છે. તેમાં આશરે 41 કરોડ રૂપિયા જમા છે. આ રકમ લાંબા સમયથી રોકાણ તરીકે રાખવામાં આવી છે અને અહેવાલ પ્રમાણે તેમને દર વર્ષે અંદાજે 1.87 કરોડ રૂપિયાનું વ્યાજ પણ મળે છે. આ રિપોર્ટના લીધે એ પણ સવાલ ઊભા થયા છે કે એક સાર્વજનિક જીવન જીવતા વ્યક્તિની સંપત્તિમાં આટલો બધો વધારો અચાનક કેવી રીતે થયો એ પણ ત્યારે જ્યારે નેપાળ આર્થિક સંકટ અને રાજનૈતિક અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે.
આમ, જ્યારે નેપાળમાં આર્થિક સંકટ અને રાજકીય અસ્થિરતા ચાલી રહી છે ત્યારે પીએમ ઓલીની ઝડપથી વધી રહેલી સંપત્તિ અને વિદેશ પ્રવાસ અંગે અનેક સવાલો ઉભા થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.