બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / BIG NEWS : જન જનની જીત! નેપાળના વડાપ્રધાન કેપી ઓલીએ રાજીનામું આપ્યું, વિરોધ પ્રદર્શન રંગ લાવ્યાં!

કાઠમંડુ / BIG NEWS : જન જનની જીત! નેપાળના વડાપ્રધાન કેપી ઓલીએ રાજીનામું આપ્યું, વિરોધ પ્રદર્શન રંગ લાવ્યાં!

Hiralal Parmar

Last Updated: 02:40 PM, 9 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે એક મોટી ખબર સામે આવી છે. વડાપ્રધાન કેપી ઓલીએ રાજીનામું આપી દીધું છે.

નેપાળમાં વિરોધ પ્રદર્શનકારીઓની જીત થઈ છે. ભારે વિરોધ પ્રદર્શનની વચ્ચે વડાપ્રધાન કેપી ઓલીએ આખરે રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ તેમના રાજીનામાની માગ કરી હતી જેની સામે તેઓ ઝૂકી ગયા હતા અને બપોરે રાજીનામાનું એલાન કર્યું હતું. પીએમ ઓલી પહેલાં 5 મંત્રીઓએ પણ રાજીનામા આપ્યાં હતા. નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે વડા પ્રધાન કેપી શર્મા ઓલીનું રાજીનામું સ્વીકારી લીધું છે.

લોકોના વિરોધ સામે ઝૂક્યા પીએમ

લોકોના વિરોધ પ્રદર્શનને કારણે તેમને હોદ્દા પરથી દૂર થવાની ફરજ પડી છે. કેપી ઓલીએ સાંજે 6 વાગ્યે ઈમરજન્સી બેઠક બોલાવી છે.

પ્રદર્શનકારીઓએ સંસદમાં આગ લગાડી

રાજધાની કાઠમંડુમાં વિરોધ પ્રદર્શન હિંસક સ્વરુપ ધારણ કરી રહ્યાં છે. પ્રદર્શનકારીઓએ સંસદ ભવનની અંદર ઘુસીને બન્ને ગૃહોમાં આગ લગાડી દઈધી હતી. હાલમાં આખું સંસદ ભવન પ્રદર્શનકારીઓના કબજામાં છે.

આર્મી ચીફે સત્તા છોડવાનું કહ્યું હતું

આર્મી ચીફ જનરલ અશોક રાજ સિગ્ડેલે વડા પ્રધાન કેપી શર્મા ઓલીને સ્પષ્ટપણે કહ્યું હતું કે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવી હોય તો તેમણે સત્તા છોડવી પડશે. આર્મી ચીફ માને છે કે જ્યાં સુધી ઓલી પદ પર રહેશે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન અને હિંસાને નિયંત્રિત કરવી મુશ્કેલ બનશે. સેનાએ એ પણ સંકેત આપ્યો છે કે સરકાર અને વિરોધીઓ વચ્ચે વધતા સંઘર્ષને રોકવા માટે રાજકીય પરિવર્તન જરૂરી છે.

હેલ્થના કારણોસર દુબઈ જશે

સોશિયલ મીડિયા પ્રતિબંધના મામલે ભારતના પડોશી દેશ નેપાળમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. પ્રદર્શનકારીઓ વડાપ્રધાન કેપી ઓલીના રાજીનામાની માગ કરી રહ્યાં છે પરંતુ ઉગ્ર વિરોધની વચ્ચે વડાપ્રધાન કેપી ઓલી દુબઈ જવાની તૈયારી કરી રહી હતી. હેલ્થનું કારણ આપીને તેઓ દુબઈ હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. વડાપ્રધાનની દુબઈ ટ્રીપ માટે હિમાલય એરલાઈન્સનું એક ખાનગી વિમાન પણ તૈયાર રાખવામાં આવ્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં તેઓ દેશ છોડીને જતા રહ્યાં હતા. તેમના દેશ છોડી જવાને પ્રદર્શન સાથે જોડવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો : કોણ જીતશે ક્રિકેટનો એશિયા કપ? મોટી ભવિષ્યવાણી જાહેર થઈ, શું ચમકશે ભારતનો 'સૂર્ય'?

નેપાળમાં શું છે બબાલ

નેપાળમાં ફેસબુક, વોટસ્એપ સહિતના બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાને મામલે મોટું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરુ થયું છે. હમી નેપાળ નામની સંસ્થા નેપાળના આ યુવાનોને એક મંચ પર લાવવાનું કામ કરી રહી છે. સુદાન ગુરુંગ આ સંગઠનનો ચીફ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal protest pm kp oli news pm kp oli resigned
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ