બ્રેકિંગ ન્યુઝ
Nidhi Panchal
Last Updated: 07:29 AM, 4 July 2025
PM નરેન્દ્ર મોદી હાલમાં ત્રિનિદાદ અને ટોબેગોના બે દિવસના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન પોર્ટ ઓફ સ્પેન સ્થિત નેશનલ સાયકલિંગ વેલોડ્રોમ ખાતે આયોજિત સમુદાય કાર્યક્રમમાં તેમણે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. PM મોદીએ ત્રિનિદાદમાં વસેલા ભારતીય મૂળના લોકોના ઇતિહાસ અને યોગદાનની સરાહના કરતા કહ્યું કે તેમના પૂર્વજો હિંમત અને આશાથી ભરેલી યાત્રા સાથે અહીં આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
PM મોદીએ કહ્યું કે, "તમારા પૂર્વજોએ ગંભીર પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. ગંગા-યમુનાને પાછળ છોડીને તેઓ રામાયણને હ્રદયમાં લઈને આવ્યા હતા. તેઓ માત્ર સ્થળાંતર કરનારા ન હતા, પરંતુ ભારતીય સંસ્કૃતિના સંદેશવાહક હતા." તેમણે ઉમેર્યું કે અહીં હાજર ઘણા લોકોના પૂર્વજો બિહારથી આવ્યા છે અને બિહાર માત્ર ભારતના નહિ, પરંતુ સમગ્ર વિશ્વના ગૌરવનું પ્રતિક છે.
#WATCH | Trinidad and Tobago | Addressing the Indian community, PM Modi says, "... I encourage all of you to visit India more in person, and not just virtually via social media. Visit the villages of your ancestors. Walk the soil they walked on. Bring your children and… pic.twitter.com/bULCyWRZC6
— ANI (@ANI) July 4, 2025
ADVERTISEMENT
PM મોદીએ ત્રિનિદાદના લોકપ્રિય ક્રિકેટર લારા, નારાયણ અને નિકોલસનો ઉલ્લેખ કરતા કહ્યું કે બંને દેશો વચ્ચેની મિત્રતા સમય સાથે વધુ મજબૂત બની છે. PMએ યાદ અપાવ્યું કે રામ મંદિર માટે ત્રિનિદાદમાંથી પવિત્ર જળ અને પથ્થરો મોકલવામાં આવ્યા હતા. આ પ્રસંગે PM મોદીએ અયોધ્યાના રામ મંદિરની એક પ્રતિકૃતિ અને સરયુ નદીનું પવિત્ર જળ ત્રિનિદાદ લાવવાનું ગૌરવ પણ વ્યક્ત કર્યું.
ADVERTISEMENT
#WATCH | Trinidad and Tobago | Addressing the Indian community, PM Modi says, "... Earlier this year, the world's largest spiritual gathering, the Maha Kumbh, took place. I have the honour to carry the holy water of the Maha Kumbh with me. I request that Kamla Ji offer the holy… pic.twitter.com/m8NAiVgpEt
— ANI (@ANI) July 4, 2025
ADVERTISEMENT
આ પ્રસંગે PM મોદીએ એક વિશેષ જાહેરાત પણ કરી. તેમણે જણાવ્યું કે ત્રિનિદાદમાં રહેલા ભારતીય મૂળના લોકોને હવે OCI કાર્ડ આપવામાં આવશે, ભલે તે છઠ્ઠી પેઢીના વંશજો કેમ ન હોય. "તમે ફક્ત લોહીથી નહિ, સંબંધોથી જોડાયેલા છો. ભારત તમારું સ્વાગત કરે છે," એમ PM મોદીએ ઉમેર્યું. PM મોદીએ આગળ જણાવ્યું કે ભારત હવે અવકાશ ક્ષેત્રે નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. “જલ્દી જ એક ભારતીય ચંદ્ર પર પહોંચી જશે અને ભારતનું પોતાનું અવકાશ મથક પણ હશે. આપણે હવે તારાઓની ગણતરી કરતા નથી, પરંતુ તેમની પાસે જઇ રહ્યા છીએ.”
ADVERTISEMENT
આ પણ વાંચો : સીઝફાયરનો ભંગ! ઈરાન-ઈઝરાયલ વચ્ચે ગમે ત્યારે શરૂ થશે યુદ્ધનો બીજો રાઉન્ડ
આ કાર્યક્રમ દરમિયાન PM મોદીએ ત્રિનિદાદના લોકો સાથે ભાવનાત્મક જોડાણ સ્થાપિત કર્યું અને તેમની ભારતીય ઓળખ, સંસ્કૃતિ અને વિશ્વ પાયે યોગદાન માટે તેમનો અભિમાન વ્યક્ત કર્યો. આ મુલાકાતે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનવાના સંકેતો પણ મળ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
શું યુદ્ધની શરૂઆત / ઈઝરાયલનો સીરિયા પર હુમલો, દમાસ્કસમાં આર્મી હેડક્વાટરને ઉડાવ્યું, જુઓ વીડિયો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.