બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / PM મોદીએ કમલા બિસેસરને મહાકુંભ અને સરયૂ નદીનું પવિત્ર જળ આપ્યું, રામ મંદિરની પ્રતિકૃતિ પણ ભેટમાં આપી
Last Updated: 09:01 AM, 4 July 2025
PM નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગાની મુલાકાત દરમિયાન ત્યાંના વડા પ્રધાન કમલા પ્રસાદ-બિસેસરને ભારતીય સંસ્કૃતિની ખૂબ જ ભાવનાત્મક અને પવિત્ર ભેટ આપી. PM મોદીએ તેમને મહાકુંભના સંગમ અને અયોધ્યાની સરયુ નદીનું પવિત્ર જળ અર્પણ કર્યું અને શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ પણ ભેટમાં આપી. કમલાજી ભારતીય મૂળના છે અને તેમના પૂર્વજો બિહારના બક્સરમાં રહેતા હતા. PM મોદીએ કહ્યું કે કમલાજી જાતે બિહારની મુલાકાત લઈ ચુક્યા છે અને તેમને ત્યાં લોકો "બિહારની પુત્રી" તરીકે ઓળખે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
PM મોદીએ ત્રિનિદાદના ભારતીય સમુદાયને સંબોધતાં કહ્યું કે, "વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક મેળાવડો મહાકુંભ આ વર્ષની શરૂઆતમાં યોજાયો હતો. મને ત્યાંથી પવિત્ર જળ લાવવાનો સનમુખ અવસર મળ્યો છે. હવે હું કમલાજીને વિનંતી કરું છું કે તેઓ ત્રિનિદાદની પવિત્ર નદીમાં આ જળ અર્પણ કરે." PMની આ ભાવનાપૂર્ણ અપીલને કમલાજીએ સ્વીકારી અને ગંગા પ્રવાહમાં મહાકુંભનું પવિત્ર જળ અર્પણ કર્યું.
#WATCH | पोर्ट ऑफ स्पेन: प्रधानमंत्री नरेंद्र मोदी ने त्रिनिदाद और टोबैगो की प्रधानमंत्री कमला प्रसाद-बिसेसर को महाकुंभ से संगम और सरयू नदी का पवित्र जल और राम मंदिर की प्रतिकृति भेंट की।
— ANI_HindiNews (@AHindinews) July 4, 2025
(वीडियो: DD न्यूज) pic.twitter.com/Wk3p7KQ0NP
ADVERTISEMENT
આ પ્રસંગે PM મોદીએ ત્રિનિદાદના ભારતીય મૂળના લોકો માટે પણ ગૌરવ વ્યક્ત કર્યો અને બિહારના ઐતિહાસિક અને સાંસ્કૃતિક યોગદાનને યાદ કર્યું. તેમણે ઉમેર્યું કે બિહારે લોકશાહી, શિક્ષણ, રાજદ્વારી અને સમાજશાસ્ત્ર જેવા ક્ષેત્રોમાં દુનિયાને નવી દિશા આપી છે. 21મી સદી માટે પણ બિહારથી નવી પ્રેરણા અને તકો ઉભરી આવી રહી છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : 'એક સમયે હું બ્રાયન લારાનો ચાહક હતો, આજે..', ત્રિનિદાદ અને ટોબેગોમાં બોલ્યા PM મોદી
ADVERTISEMENT
આ મુલાકાતમાં માત્ર નેતાઓની વાત નથી, પરંતુ ભારતના સંસ્કૃતિના વૈશ્વિક સંવાદ અને વારસાની ભાવનાત્મક જોડાણની વાત છે, જે દરેક ભારતીય માટે ગૌરવની લાગણી ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT