બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / ભૂલથી પણ પાસપોર્ટમાં આ જગ્યાનું નામ આવ્યું તો...! ટ્રમ્પ સરકારે બદલ્યો વિઝાને લગતો આ નિયમ

NRI / ભૂલથી પણ પાસપોર્ટમાં આ જગ્યાનું નામ આવ્યું તો...! ટ્રમ્પ સરકારે બદલ્યો વિઝાને લગતો આ નિયમ

Last Updated: 11:41 AM, 19 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Visa Policy Rule: અમેરિકી વિદેશ ડિપાર્ટમેન્ટે જાહેરાત કરી છે કે ગાઝા પટ્ટીની મુલાકાત કરનાર વિદેશી વિઝા અરજદારોના સોશિયલ મીડિયાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.

US Visa Policy: અમેરિકાએ વિઝા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે ગાઝા પટ્ટીની મુલાકાત લેતા કોઈપણ વિદેશી નાગરિક અંગે એક નવો કાયદો લાગુ કર્યો છે. નવા નિયમ મુજબ 1 જાન્યુઆરી, 2007 પછી ગાઝા પટ્ટીની મુલાકાત લેનારા કોઈપણ વિદેશી નાગરિકના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિઝા અરજી દરમિયાન તપાસવામાં આવશે. આ નિર્ણય યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા સેક્રેટરી માર્કો રુબિયોના નિર્દેશનમાં લેવામાં આવ્યો છે. આ નિયમ ઇમિગ્રન્ટ અને નોન-ઇમિગ્રન્ટ બંને પ્રકારના વિઝા પર લાગુ કરવામાં આવ્યો છે.

આમાં વિદ્યાર્થી વિઝા, પ્રવાસી વિઝા અને રાજદ્વારી મુલાકાતોનો પણ સમાવેશ થાય છે. વધુમાં ગાઝામાં કામ કરનારા બિન-સરકારી સંગઠનો (એનજીઓ) ના સ્ટાફ અને સ્વયંસેવકો. આ લોકો નીતિના દાયરામાં આવશે.

Israel-attacks-Gaza-again

સુરક્ષાના નામે ડિજિટલ સર્વેલન્સ

નવી નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ગાઝાથી પાછા ફરનારાઓ દ્વારા ઉભા થતા સંભવિત સુરક્ષા જોખમોને ઓળખવાનો છે. જો કોઈ વ્યક્તિના સોશિયલ મીડિયા અથવા ડિજિટલ પ્રવૃત્તિઓમાં કોઈ એવી સામગ્રી જોવા મળે છે, જેને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો માનવામાં આવે છે, તો તેની વિઝા અરજી આંતર-એજન્સી સમીક્ષા માટે મોકલવામાં આવશે. આ બાબતે સેક્રેટરી માર્કો રુબિયોએ મીડિયાને જણાવ્યું હતું કે અમે 2025 ની શરૂઆતથી આવા 300 થી વધુ વિઝા રદ કર્યા છે, જેમાં ઘણા વિદ્યાર્થી વિઝાનો સમાવેશ થાય છે.

ઇઝરાયલની ટીકા કરનારાઓને નિશાન બનાવવામાં આવ્યા ?

અહેવાલો અનુસાર ઘણા વિદેશી વિદ્યાર્થીઓ હતા જેમણે ગાઝામાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહીની ટીકા કરી હતી. તેમના વિઝા રદ કરવામાં આવ્યા છે. આ પગલું અમેરિકાની વિદેશ નીતિની ટીકા પર પ્રતિબંધનો પણ સંકેત આપે છે. જ્યારે યુએસ બંધારણ દરેક વ્યક્તિને વિઝા સ્થિતિને ધ્યાનમાં લીધા વિના અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રદાન કરે છે.

donald-trump

હાર્વર્ડ યુનિવર્સિટી મુખ્ય નિશાન બની

ટ્રમ્પ વહીવટીતંત્રે ખાસ કરીને હાર્વર્ડ યુનિવર્સિટીને નિશાન બનાવી છે. ગાઝા સંઘર્ષ બાદ હાર્વર્ડ ખાતે થયેલા વિરોધ પ્રદર્શનોના આધારે વહીવટીતંત્રે યુનિવર્સિટીને નીતિગત ફેરફારો કરવાની માંગ કરી, જે નીચે મુજબ છે.

પોજિટિવ એક્શન (સકારાત્મક અનામત) નાબૂદ કરવી.

"અમેરિકન મૂલ્યો વિરોધી" હોઈ શકે તેવા વિદ્યાર્થીઓની તપાસ કરવી.

કેમ્પસમાં યહૂદી વિરોધી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ.

આ માંગણીઓનો અસ્વીકાર થવાથી ફેડરલ ભંડોળમાં $2 બિલિયનની ફંડીગ અટકાવવામાં આવી. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ તો એમ પણ કહ્યું કે હાર્વર્ડ હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને હોસ્ટ કરવા માટે લાયક નથી.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

આ પણ વાંચોઃ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની બસની રાહ જોઈ રહી હતી, અને શરૂ થયું અંધાધૂંધ ફાયરિંગ, નિપજ્યું મોત

શું આ નીતિ બંધારણની ભાવના વિરુદ્ધ છે?

સંયુક્ત રાષ્ટ્ર, માનવાધિકાર સંગઠનો અને ઘણા અમેરિકન શિક્ષણવિદોએ આ પગલાને 'ડિજિટલ સેન્સરશીપ' અને 'અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન' ગણાવ્યું છે. તેઓ માને છે કે આ નીતિ અમેરિકાના લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે. આ વિદ્યાર્થીઓ અને માનવાધિકાર કાર્યકરોને ચૂપ કરવાનો પ્રયાસ છે. વિદેશી અરજદારોને ભયના વાતાવરણમાં મૂકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Visa Donald trump Gaza
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ