ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની બસની રાહ જોઈ રહી હતી, અને શરૂ થયું અંધાધૂંધ ફાયરિંગ, નિપજ્યું મોત
Last Updated: 11:15 AM, 19 April 2025
ADVERTISEMENT
Canada student death : કેનેડાથી એક હચમચાવી નાખતા સમાચાર આવી રહ્યા છે. બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહેલા એક ભારતીય વિદ્યાર્થીનીને કોઈએ ગોળી મારી દીધી. ગોળી સીધી તેમની છાતીમાં વાગી અને તેમનું મોત થયું છે. મૃતક વિદ્યાર્થીનીનું નામ હરસિમરત કૌર છે. ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે આ ઘટના અંગે માહિતી આપી છે. પોલીસે હત્યા પાછળનું કારણ પણ જાહેર કર્યું છે.
ADVERTISEMENT
#WATCH: Chief Frank Bergen Of Hamilton Police Services Sends Strong Message To The “Thugs” Involved In Shooting That Took The Life Of An Innocent Bystander 'Harsimrat Randhawa' 🕊️🌺 pic.twitter.com/saLoDK1xyQ
— 401_da_sarpanch (@401_da_sarpanch) April 18, 2025
કેનેડામાં એક ભારતીય છાત્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. વિદ્યાર્થીની 21 વર્ષની છે. તે ઘરની બહાર નીકળી અને બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન એક કાર વિદ્યાર્થીનીની સામેથી પસાર થઈ અને કારમાં બેઠેલા વ્યક્તિએ તેના પર ગોળીબાર કર્યો હતો. મૃતક વિદ્યાર્થીનીનું નામ હરસિમરત રંધાવા છે, જે કેનેડાના ઓન્ટારિયોમાં મેહોક કોલેજમાં અભ્યાસ કરતી હતી. હેમિલ્ટન પોલીસ હત્યાકાંડની તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
હત્યાનું કારણ શું છે?
હરસિમરત રંધાવાની હત્યા અંગે માહિતી શેર કરતા ટોરોન્ટોમાં ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસએ જણાવ્યું હતું કે ઓન્ટારિયોના હેમિલ્ટનમાં ભારતીય વિદ્યાર્થીની હરસિમરત રંધાવાના મૃત્યુથી અમને ખૂબ જ દુઃખ થયું છે. સ્થાનિક પોલીસનું કહેવું છે કે હરસિમરત નિર્દોષ હતી અને તે ગેંગ વોરનો શિકાર બની હતી.
ADVERTISEMENT
We are deeply saddened by the tragic death of Indian student Harsimrat Randhawa in Hamilton, Ontario. As per local police, she was an innocent victim, fatally struck by a stray bullet during a shooting incident involving two vehicles. A homicide investigation is currently…
— IndiainToronto (@IndiainToronto) April 18, 2025
ગોળી આ રીતે વાગી
ADVERTISEMENT
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર હરસિમરત જે બસ સ્ટેશન પર બસની રાહ જોઈ રહી હતી ત્યાં અચાનક બે જૂથો વચ્ચે ગોળીબાર શરૂ થઈ ગયો. બે વાહનો એકબીજા પર ગોળીબાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ભૂલથી ગોળી હરસિમરતને લાગી ગઈ.
ભારતીય દૂતાવાસે માહિતી આપી
ADVERTISEMENT
હરસિમરત રંધાવા અજાણતાં આ ઘટનાનો ભોગ બની અને મૃત્યુ પામી. આ મામલાની તપાસ ચાલુ છે. ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે તે હરસિમરતના પરિવારના સંપર્કમાં છે. તેમની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર સાથે છીએ.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ વિવાદ / Video: 'દાદાગીરી કરોંગે તો...', નોનવેજ ખાવા મુદ્દે મુંબઇમાં મરાઠી-ગુજરાતી વચ્ચે બબાલ, MNS નેતાએ આપી ધમકી
ઘટના ક્યારે બની?
ઘટના અંગે માહિતી આપતાં હેમિલ્ટન પોલીસે મિડિયાને જણાવ્યું કે અમને સાંજે લગભગ 7:30 વાગ્યે આ હત્યાની માહિતી મળી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમણે જોયું કે હરસિમરત રંધાવા બેભાન હતી અને તેની છાતીમાં ગોળી વાગી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ