ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / મુંબઈ / Video: 'દાદાગીરી કરોંગે તો...', નોનવેજ ખાવા મુદ્દે મુંબઇમાં મરાઠી-ગુજરાતી વચ્ચે બબાલ, MNS નેતાએ આપી ધમકી
Last Updated: 10:00 AM, 19 April 2025
ADVERTISEMENT
Marathi-Gujarati Controversy : મહારાષ્ટ્રથી ફરી એકવાર મરાઠી અને ગુજરાતી સમુદાય વચ્ચે વિવાદ સામે આવ્યો છે. વાસ્તવમાં મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં માંસાહારી ખાવાને લઈને ગુજરાતી અને મરાઠી લોકો વચ્ચે ઝઘડો થયો. જોકે જોત જોતાંમાં આ વિવાદ એટલો વધી ગયો કે શિવસેના અને (મનસે) મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો પણ તેમાં કૂદી પડ્યા અને પોલીસે દરમિયાનગીરી કરવી પડી. પોલીસનું કહેવું છે કે, વિવાદનું મૂળ કારણ એપાર્ટમેન્ટ સમિતિની ચૂંટણી છે જેના પરિણામો પછી અહીં બે જૂથો રચાયા છે. પોલીસે બંને પક્ષોને શાંતિ જાળવવાની સલાહ આપી છે. નોંધનીય છે કે, મુંબઈમાં આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ગુજરાતી-મરાઠી સંઘર્ષો સામે આવી ચૂક્યા છે.
ADVERTISEMENT
આવો જાણીએ શું છે વિવાદનું મૂળ ?
વાસ્તવમાં ઘાટકોપરના એક એપાર્ટમેન્ટમાં રહેતા કેટલાક મરાઠી ભાષી પરિવારોએ ફરિયાદ કરી હતી કે તેમને માંસ અને માછલી ખાવા બદલ ઠપકો આપવામાં આવી રહ્યો છે. તેમનો આરોપ છે કે, એપાર્ટમેન્ટમાં કેટલાક ગુજરાતી પરિવારો રહે છે જેઓ માંસાહારી મરાઠી પરિવારોને ગંદા કહે છે અને તેમને તેમના ઘરમાં માંસ અને માછલી રાંધવાની મનાઈ કરે છે. આ કારણે તેમને બહારથી ખોરાક મંગાવવો પડે છે.
ADVERTISEMENT
મનસેના નેતાઓએ ગુજરાતીઓને આપી ધમકી
આ સમગ્ર મામલે બંને પક્ષો વચ્ચે થયેલી ઝઘડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં (મનસે) મહારાષ્ટ્ર નવનિર્માણ સેના કાર્યકરો એપાર્ટમેન્ટના ગુજરાતી રહેવાસીઓ સાથે દલીલ કરતા અને મરાઠી પરિવારોને ટેકો આપતા જોવા મળે છે. આ દરમિયાન (મનસે) મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નેતા રાજ પાર્ટે ગુજરાતીઓ પર બૂમો પાડતા જોવા મળ્યા. તેમણે કહ્યું કે, મુંબઈ જેવા શહેરમાં કોઈને પણ એ નક્કી કરવાનો અધિકાર નથી કે બીજી વ્યક્તિ શું ખાશે. એક જ એપાર્ટમેન્ટમાં રહેતા કેટલાક લોકોએ કહ્યું ક, અહીં કોઈપણ પરિવાર પર ખોરાક અંગે કોઈ પ્રતિબંધ નથી.
ADVERTISEMENT
નોનવેજ ખાવા મુદ્દે મુંબઇના ઘાટકોપરની સોસાયટીમાં ગુજરાતી-મરાઠી વચ્ચે બબાલ, MNS નેતાએ આપી ધમકી#nonvegfood #maharashtra #mumbai #ghatkopar #gujarati #marathi #viralvideo #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 19, 2025
Video Source: Social Media / X pic.twitter.com/h9iTPJxy2R
આ તરફ મામલાની ગંભીરતા જોઈને રહીશોએ પોલીસને ફોન કર્યો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબુમાં લીધી. આ મામલે કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી. પોલીસે રહેવાસીઓને શાંતિ અને સુમેળમાં રહેવા વિનંતી કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેમણે તાજેતરમાં એપાર્ટમેન્ટ સમિતિની ચૂંટણી લડી હતી. આ પછી એપાર્ટમેન્ટમાં બે જૂથો બન્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, અમે બંને પક્ષો સાથે વાત કરીશું અને ખાતરી કરીશું કે, પરસ્પર વાતચીત દ્વારા તેનો ઉકેલ આવે.
ADVERTISEMENT
વધુ વાંચો : Video: દીકરીના લગ્નમાં કેજરીવાલ મન મૂકીને નાચ્યા, તો CM ભગવંત માને પણ કર્યા ગજબના ભાંગડા
નોંધનીય છે કે, હાલમાં મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. મરાઠા અને મરાઠીના મુદ્દા પર બધા પક્ષો જાહેર નિવેદનો આપી રહ્યા છે. મનસે કાર્યકરો પર મરાઠી ન બોલતા લોકો સાથે ગેરવર્તન કરવાનો પણ આરોપ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ