ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / Video: દીકરીના લગ્નમાં કેજરીવાલ મન મૂકીને નાચ્યા, તો CM ભગવંત માને પણ કર્યા ગજબના ભાંગડા
Last Updated: 08:40 AM, 19 April 2025
ADVERTISEMENT
Harshita Kejriwal Wedding : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલના લગ્ન સમારોહ ગુરુવારે દિલ્હીની એક 5સ્ટાર હોટલમાં યોજવામાં આવ્યો હતો જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પોતાના નૃત્યથી સૌ કોઈને આકર્ષિત કર્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ભગવંત માન ભાંગડા કરતા જોવા મળે છે, જેની હવે ઇન્ટરનેટ પર ખૂબ ચર્ચા થઈ રહી છે. આ સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ડાન્સ કરતાં જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
Punjab CM Bhagwant Mann performing at the sagai/marriage of his high command Kejriwal's daughter in a 5 star hotel in Delhi pic.twitter.com/mWM4kBEYDj
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 18, 2025
મળતી માહિતી મુજબ આ લગ્ન સમારોહ દિલ્હીની એક હોટેલમાં યોજાયો હતો. આ સમારોહ અત્યંત ખાનગી રાખવામાં આવ્યો હતો જેમાં ફક્ત પરિવારના સભ્યો અને થોડા નજીકના મહેમાનો જ હાજર રહ્યા હતા. આ દરમિયાન ભગવંત માનનો ભાંગડા કરતો એક વીડિયો સામે આવ્યો જેને લોકોએ ખૂબ પસંદ કર્યો અને આ વીડિયો થોડી જ વારમાં વાયરલ થઈ ગયો. આવો જ એક વિડીયો અરવિંદ કેજરીવાલનો પણ વાયરલ થયો છે કે, જેમાં તેઓ પણ ડાન્સ કરી રહ્યા છે.
ADVERTISEMENT
Kejriwal’s daughter’s wedding took place in a 5-star hotel in Delhi—must have cost crores.
— Mr Sinha (@MrSinha_) April 18, 2025
All politicians spend lavishly, but this crook Kejriwal used to call others corrupt. He wears a ₹49 shirt and slippers to appear like a simple man and begs for donations claiming they… pic.twitter.com/SjJnW7BaFg
વધુ વાંચો : દિલ્હીમાં 4 માળની ઇમારત ધરાશાયી થતા 4નાં મોત, સામે આવ્યા ખૌફનાક CCTV
ADVERTISEMENT
હર્ષિતા કેજરીવાલે તેના કોલેજ મિત્ર સંભવ જૈન સાથે સગાઈ કરી લીધી છે. શુક્રવારે બંનેના લગ્ન પણ થયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંનેએ IIT દિલ્હીમાં સાથે અભ્યાસ કર્યો હતો અને તેમની મિત્રતા ત્યાંથી શરૂ થઈ હતી. હવે બંનેએ નવું જીવન શરૂ કર્યું છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના સમર્થકો અને સામાન્ય લોકોએ સોશિયલ મીડિયા પર કેજરીવાલ પરિવારને શુભેચ્છા પાઠવી હતી. તે જ સમયે ભગવંત માન અને અરવિંદ કેજરીવાલનો ડાન્સ વીડિયો ઘણા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ