ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દિલ્હીમાં 4 માળની ઇમારત ધરાશાયી થતા 4નાં મોત, સામે આવ્યા ખૌફનાક CCTV

દુર્ઘટના / દિલ્હીમાં 4 માળની ઇમારત ધરાશાયી થતા 4નાં મોત, સામે આવ્યા ખૌફનાક CCTV

Published By: Priykant Shrimali

Last Updated: 08:05 AM, 19 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Building Collapsed : દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર બચાવેલા 10 લોકોમાંથી 4 લોકોના મોત થયા, જુઓ હચમચાવી દે તેવો Video

ADVERTISEMENT

Delhi Building Collapsed : દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શનિવારે વહેલી સવારે એક દર્દનાક ઘટના બની. દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં એક ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી. આ દર્દનાક દુર્ઘટનામાં કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આ દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર બચાવેલા 10 લોકોમાંથી 4 લોકોના મોત થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર NDRF અને દિલ્હી પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. આ બધાની વચ્ચે હવે ઇમારત ધરાશાયી થવાના CCTV પણ સામે આવ્યા છે.

જાણો શું કહ્યું ફાયર વિભાગે ?

ફાયર વિભાગના અધિકારી રાજેન્દ્ર અટવાલે જણાવ્યું હતું કે, અમને સવારે લગભગ 2:50 વાગ્યે ઘર ધરાશાયી થવાની માહિતી મળી હતી. અમે ઘટનાસ્થળે પહોંચ્યા અને જોયું કે આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી અને અમને કાટમાળ નીચે લોકો ફસાયેલા હોવાના અહેવાલો મળ્યા હતા. NDRF અને ફાયર વિભાગ લોકોને બચાવવા માટે કામ કરી રહ્યા છે.

જુઓ CCTV વીડિયો

મુસ્તફાબાદ વિસ્તારમાં થયેલી ઇમારત ધરાશાયી થવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. મધ્યરાત્રિએ ઇમારત પત્તાના ઘરની જેમ તૂટી પડી હોય તેવું જોઈ શકાય છે. ઇમારત ધરાશાયી થતાં જ ધુમાડામાં ઘેરાઈ ગઈ હતી. જ્યારે ઇમારત ધરાશાયી થઈ ત્યારે રાત્રિના 2:39 વાગ્યા હતા.

ચાર લોકોના મોતથી શોકની માહોલ

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઇમારત ધરાશાયી થઈ ત્યારે તેની અંદર 20 થી વધુ લોકો હતા, જેમાંથી 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી 4 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. બાકીના લોકોની સારવાર ચાલી રહી છે. કાટમાળમાં ફસાયેલા અન્ય લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલુ છે. જે ઇમારત ધરાશાયી થઈ તે ચાર માળની L-આકારની ઇમારત હતી.

વધુ વાંચો : દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી થતા 4ના મોત, 10નો બચાવ, હજુ કેટલાક લોકો કાટમાળ નીચે

ખરાબ હવામાનને કારણે અકસ્માતની શક્યતા

મળતી માહિતી મુજબ શુક્રવારે દિલ્હીના હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો. રાત્રે શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડા જોવા મળ્યા. ગયા અઠવાડિયે મધુ વિહાર પોલીસ સ્ટેશન નજીક ધૂળના તોફાન દરમિયાન એક બાંધકામ હેઠળની ઇમારતની દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Building Collapsed CCTV Video NDRF

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ