બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:07 PM, 25 March 2025
આપણા સૂર્યમંડળમાં અનેક ગ્રહો અને ઉપગ્રહો આવેલા છે. જ્યાં ગ્રહો પર અમુક પરિવર્તન આવતા રહેતા હોય છે. કેટલાક લોકોને એવું લાગે છે કે ધરતીકંપ માત્ર પૃથ્વી પર જ આવે છે. પણ એવું નથી હોતુ. અત્યાર સુધીની શોધખોળમાં જાણવા મળ્યું છે કે, ભૂકંપ બીજા ગ્રહો પર પણ આવતા હોય છે. જેમાં ચંદ્ર પર પણ સિસ્મિક એક્ટિવિટી રેકોર્ડ કરવામાં આવી ચુકી છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ચંદ્ર પર આવતા ભૂકંપને મૂનક્વેક કહેવાય છે. આ સિવાય મંગળ ગ્રહ પર પણ સિસ્મિક એક્ટિવિટી રેકોર્ડ થઈ ચૂકી છે. તેની પર આવતા ભૂકંપને માર્સક્વેક કહેવામાં આવે છે. માત્ર ચંદ્ર અને મંગળ જ નહીં પણ એક એવો પણ ગ્રહ છે જ્યાં સૌથી વધુ ભૂકંપ આવે છે.
ADVERTISEMENT
સૂર્યમંડળમાં પૃથ્વી જ એક એવો ગ્રહ છે જ્યાં સૌથી વધુ ભૂકંપ આવે છે. અહીંની ટેક્નોટોનિક પ્લેટ ખૂબ સક્રિય રહે છે. પૃથ્વીના પેટાળમાં ટેક્નોટોનિક પ્લેટમાં થતી હલચલ જ ભૂકંપનું કારણ બને છે. જ્યારે આ પ્લેટો ટકરાય છે ત્યારે ભૂકંપ આવે છે. પ્લેટોના ટકરાવાથી તરંગો રૂપી એનર્જી નીકળે છે એને જ ભૂકંપ કહેવાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.