બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 85,68,78,93,80,000 રૂપિયા બરબાદ! NASA એકાએક કેમ છોડી રહ્યું છે આ મિશન, કારણ ચોંકાવનારું
Last Updated: 12:21 PM, 25 March 2025
નાસાએ ચંદ્ર પર માણસો મોકલવામાં એક સમયે સોવિયેત યુનિયનને પણ પાછળ છોડી દીધું હતું. હવે વિશ્વના ઘણા દેશો ચંદ્ર પર માણસો મોકલવાની તૈયારીમાં વ્યસ્ત છે, જયારે નાસાએ પોતાના વચનથી પીછેહઠ કરી છે. નાસાએ ચંદ્ર પર પ્રથમ મહિલા અને પ્રથમ અશ્વેત વ્યક્તિને લઈ જવાનું વચન આપ્યું હતું. જોકે, હવે નાસાએ આ યોજના છોડી દીધી છે. જે બાદ આખી દુનિયામાં નાસા અને અમેરિકા પર સવાલો ઉભા થઈ રહ્યા છે, જે મિશન પર અત્યાર સુધીમાં નાસા ઘણા પૈસા લગાવી ચુક્યું છે, એ મિશનને નાસા અચાનક કેવી રીતે છોડી શકે.
ADVERTISEMENT
ચંદ્ર પર નહીં જાય પ્રથમ મહિલા અને અશ્વેત અવકાશયાત્રી
એક અહેવાલમાં આ બાબતે સમગ્ર વિગત જણાવવામાં આવી છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે અવકાશ એજન્સીએ તેના 2027 આર્ટેમિસ મિશનમાં જે વચન આપ્યા હતા, તે મિશનને હટાવી દેવામાં આવ્યું છે. નાસાના આર્ટેમિસ મિશન વેબસાઇટના લેન્ડિંગ પેજ પર અગાઉ લખ્યું હતું કે 'નાસા પ્રથમ મહિલા અને પ્રથમ અશ્વેત અવકાશયાત્રીને ચંદ્ર પર ઉતારશે અને નવી ટેકનોલોજીના આધારે નવી શોધો કરશે.' પરંતુ આ પેજના નવા વર્ઝનમાં જે દેખાય છે, તેમાંથી આ ભાગ હટાવી દેવામાં આવ્યો છે. તેમાં હવે લખ્યું છે કે નાસાના આર્ટેમિસ મિશન સાથે, અમે વિજ્ઞાન, ટેકનોલોજીને આગળ વધારવા અને મંગળ પર માનવ મિશનની તૈયારી દરમિયાન બીજી દુનિયામાં રહેવા અને કામ કરવાની રીતો શીખવા માટે ચંદ્રનું અન્વેષણ કરી રહ્યા છીએ. આ અહેવાલ મુજબ, આ માહિતી ઓર્લાન્ડો સેન્ટીનેલ નામના અખબાર દ્વારા આપવામાં આવી હતી.
ADVERTISEMENT
NASA websites no longer state that the Artemis 3 mission will aim to land the first person of color and the first woman on the moon, but the agency says this does not reflect a change in crew. https://t.co/BtGqA7NsPm
— SPACE.com (@SPACEdotcom) March 24, 2025
જાણો નાસાએ કયા આધારે છોડ્યું આ મિશન
ADVERTISEMENT
નાસાના આ મિશનમાંથી ખસી જવાનું કારણ બીજું કોઈ નહીં પણ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની નીતિઓ છે. ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી, તેમણે યુ.એસ.માં તમામ ફેડરલ એજન્સીઓ છે, તેમને વિવિધતા, સમાનતા અને સમાવેશ (DEI) પ્રથાઓને ખતમ કરવાનો નિર્દેશ આપી દીધો છે. અહેવાલ મુજબ, નાસાના પ્રવક્તા એલાર્ડ બ્યુટેલે એક નિવેદનમાં જણાવ્યું કે "રાષ્ટ્રપતિના એક્ઝિક્યુટિવ ઓર્ડરને ધ્યાનમાં રાખીને અમે નાસાના આર્ટેમિસ મિશનના ભાગ રૂપે ચંદ્રની સપાટી પર ચાલક દળ મોકલવાની યોજનાઓ અંગે અમારી ભાષાને અપડેટ કરી રહ્યા છીએ. અમે અમારી એજન્સી માટેની ટ્રમ્પ વહીવટીતંત્રની યોજનાઓ અને બધાના લાભ માટે ચંદ્ર અને મંગળ પર સંશોધનનો વિસ્તાર કરવા માટે અને વધુ જાણવા માટે આતુર છીએ."
નાસાએ શું વચન આપ્યું હતું?
ADVERTISEMENT
અમેરિકન સ્પેસ એજન્સીનું આર્ટેમિસ મિશન પ્રથમ મહિલાને ચંદ્ર પર મોકલીને ઇતિહાસ રચવાનું તો હતું જ, સાથે જ પ્રથમ વખત એક અશ્વેત વ્યક્તિને ચંદ્ર પર મોકલવાનો પ્લાન બનાવ્યો હતો. અહેવાલ મુજબ, જો બાઇડન સરકારે નિર્ણય લીધો હતો કે આ મિશનમાં અશ્વેત લોકોને પણ સામેલ કરવા જોઈએ. ત્યારબાદ નાસાના કાર્યકારી વહીવટકર્તા સ્ટીવ જુર્ઝિકે જણાવ્યું હતું કે વહીવટીતંત્રે $24.7 બિલિયન ફંડિંગનો પ્રસ્તાવ કોંગ્રેસ સામે રાખ્યો છે જે નાસા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ પણ વાંચો: 'PoKને ખાલી...', UNSCમાં પાકિસ્તાનને ભારતની ખુલ્લી ચેતવણી, જુઓ શું કહ્યું
ADVERTISEMENT
નાસા પર ઉઠી રહ્યા છે સવાલ
પરંતુ ટ્રમ્પના શાસનકાળમાં, નાસાના આ પગલાંથી હટી જવા પર શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો આને રાજકીય દબાણ માની રહ્યા છે. કેટલાક માને છે કે પ્રાથમિકતા ઓળખ નહીં, પણ અવકાશ સંશોધનને આપવી જોઈએ. હવે જોવાનું છે કે નાસા આગળ શું પગલાં લે છે. એમ પણ નાસા જ્યારે સુનિતાને પાછી લાવી શક્યું નહીં, ત્યારે પણ તેના પર સવાલ ઉભા થયા હતા.
ADVERTISEMENT
100 બિલિયન ડોલર થયા બરબાદ
આર્ટેમિસ મિશન પર પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, આર્ટેમિસ પ્રોગ્રામ દ્વારા 2027 માં ચંદ્રની સપાટી પર માણસોને પાછા મોકલવાની તૈયારીઓ માટે પહેલાં જ $100 બિલિયન ખર્ચ થઈ ચૂક્યા હતા. એટલે કે, ભારતીય રૂપિયામાં લગભગ 85,68,78,93,80,000 રૂપિયા ખર્ચ થયા છે. આ મિશનને આગળ વધારવા માટે, યુએસ પ્રમુખ ટ્રમ્પની જરૂર હતી, જેમાંથી ટ્રમ્પે પોતાના હાથ પાછળ કરી લીધા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.