બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / "સપના જોવાનું બંધ કરો, ન્યુક્લિયર વેપન નહીં છોડીએ", કિમ જોંગ ઉનની બહેનનો અમેરિકાને સંદેશ
Last Updated: 11:45 PM, 7 June 2026
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે અમેરિકાને સીધી ચેતવણી આપતા કહ્યું છે કે તેમનો દેશ ક્યારેય પરમાણુ શસ્ત્રો નહીં છોડે. રવિવારે બહા પાડવામાં આવેલા એક નિવેદનમાં કિમ જોંગ ઉનની બહેને કોરિયાને પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરવાના અમેરિકાના પ્રયાસોને "અવ્યવહારિક સ્વપ્ન" ગણાવ્યું છે. કિમ યો જોંગે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અમેરિકાની ધમકીઓ છતાં ઉત્તર કોરિયા તેના પરમાણુ શસ્ત્રોના ભંડારનો વિસ્તાર કરવાનું ચાલુ રાખશે.
ADVERTISEMENT
તેમને વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકાનો કોઈપણ દાવો પરમાણુ શસ્ત્રોથી સજ્જ રાજ્ય તરીકે ઉત્તર કોરિયાની સ્થિતિને ચેલેન્જ કરી શકતો નથી અને તેનું કોઈ કાનૂની મહત્વ પણ નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સોમવારે ઉત્તર કોરિયા પહોંચી રહ્યા છે. સાત વર્ષમાં ઉત્તર કોરિયાની આ તેમની પહેલી મુલાકાત હશે જ્યાં તેઓ કિમ જોંગ ઉનને મળશે.
ADVERTISEMENT
ગયા મહિને બેઇજિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી સમિટ બાદ કિમ યો જોંગે અમેરિકાના દાવાઓને "ખોટી માહિતી" ગણાવી હતી. જેમાં વ્હાઇટ હાઉસે દાવો કર્યો હતો કે બંને નેતાઓએ ઉત્તર કોરિયાના પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરવાના સહિયારા લક્ષ્યને ફરીથી સમર્થન આપ્યું હતું. કિમ યો જોંગે કહ્યું કે, અમુક યુએસ અધિકારીઓ હજુ પણ વાસ્તવિકતાથી અલગ છે અને જૂના સપનાઓથી બહાર નીકળી નથી રહ્યા.

ADVERTISEMENT
2019 માં કિમ જોંગ ઉન અને તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાતચીત નિષ્ફળ ગયા બાદ ઉત્તર કોરિયાએ તેના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમોનો ઝડપથી વિસ્તાર કર્યો છે. જેમાં એક્સપર્ટ માને છે કે કિમ જોંગ ઉન આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી ઉત્તર કોરિયાને પરમાણુ શક્તિ તરીકે ઔપચારિક માન્યતા મેળવવા માંગે છે જેથી દેશ સામેના આર્થિક પ્રતિબંધો હટાવી શકાય. રવિવારે તેમના સ્ટેટ મીડિયા KCNA એ અહેવાલ આપ્યો કે કિમ જોંગ ઉન સપ્તાહના અંતે એક મુખ્ય ઈમ્યુનિશન ફેક્ટરીનું નિરીક્ષણ કર્યું અને ત્યાં ઉત્પાદન ક્ષમતા વધારવાનો આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
કિમ યો જોંગે યુએસ-ચીન સમિટ દરમિયાન ઉત્તર કોરિયાના પરમાણુ મુદ્દા પર કથિત ચર્ચાઓના અહેવાલોને સંપૂર્ણરીતે નકારી કાઢ્યા છે. જેમાં તેને ભાર મૂક્યો કે સેલ્ફ ડીફેન્સ માટે પરમાણુ યુદ્ધ નિવારણને મજબૂત બનાવવાની રાષ્ટ્રપતિ કિમ જોંગ ઉનની નીતિ એક "અંતિમ નિષ્કર્ષ" છે જે કોઈપણ શરતો વગર લાગુ કરવામાં આવશે.
ADVERTISEMENT
એક્સપર્ટ અનુસાર, કિમ યો જોંગનું નિવેદન સ્પષ્ટપણે પ્યોંગયાંગની કોઈપણ સંભવિત યુએસ-ચીન ડીલ પ્રત્યે સેન્સેટીવીટી દર્શાવે છે. જેમાં તેમનો મુખ્ય સંદેશ એ હતો કે ઉત્તર કોરિયાના ડીન્યુક્લિયરાઇઝેશન પર બધા યુએસ-ચીન ચર્ચાના અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.