બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ચેતવણી: 'શાંતિ કરાર વિના ફ્રીઝ સંપત્તિઓ રિલીઝ નહીં થાય, હું જાણું છું મોજતબા ક્યાં છે'
Last Updated: 11:09 PM, 7 June 2026
અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો ફરી એકવાર અત્યંત નાજુક વળાંક પર આવી ગયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ મુદ્દે અને શાંતિ સ્થાપવા માટે અપાયેલી 60 દિવસની ડેડલાઈન પૂર્ણ થાય તે પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ન્યૂઝ ચેનલના પ્રખ્યાત શો મીટ ધ પ્રેસને આપેલા ખાસ ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે સાફ કરી દીધું છે કે જ્યાં સુધી બંને દેશો વચ્ચે કોઈ સત્તાવાર પીસ ડીલ ફાઈનલ નહીં થાય, ત્યાં સુધી અમેરિકા ઈરાનની ફ્રીઝ થયેલી સંપત્તિઓ પરથી અંકુશ હટાવશે નહીં કે તેના પર લદાયેલા આર્થિક પ્રતિબંધો પણ મુક્ત નહીં કરે. ઈરાનની આ મુખ્ય માંગને ટ્રમ્પે નકારી કાઢતા કહ્યું કે, આ પ્રક્રિયા કરાર પછી જ થશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઈરાનમાં યુદ્ધની શરૂઆત થયા બાદથી પબ્લિક સામે ન આવેલા ત્યાંના નવા સુપ્રિમ લીડર મોજતબા ખામેનેઈ વિશે ટ્રમ્પે સનસનાટીપૂર્ણ વાત કહી છે. ટ્રમ્પે જણાવ્યું કે, મને લાગે છે કે મોજતબા તેમના પિતા કરતાં વધારે સમજદાર છે. તેઓ ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થયેલા છે, તેથી એક રીતે તેમનામાં બહાદુરી પણ છે. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ સુપ્રિમ લીડર ક્યાં છુપાયા છે તેનું ચોક્કસ લોકેશન જાણે છે? ત્યારે ટ્રમ્પે જાહેરમાં તેની સત્તાવાર પુષ્ટિ કરવાનો ઈનકાર કર્યો પરંતુ રહસ્યમય રીતે ઉમેર્યું કે, હું એમ કહેવા નથી માંગતો કે મને ખબર છે કે તે ક્યાં છે? પરંતુ આ વાતની પ્રબળ સંભાવના છે કે હું જાણું છું કે તેઓ ક્યાં છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે મોજતબા કોઈપણ કરારની મંજૂરી પ્રક્રિયાનો એક મહત્વનો હિસ્સો છે અને તેઓ તેમની સાથે સીધી વાતચીત કરવા પણ તૈયાર છે.

ADVERTISEMENT
પરમાણુ હથિયારોના મુદ્દે પોતાના કડક વલણને દોહરાવતા ટ્રમ્પે કહ્યું કે, ઈરાને એ વાત સ્વીકારવી જ પડશે કે તેની પાસે પરમાણુ હથિયાર નહીં હોય. અગાઉના વાર્તાકારો જે બાબત પર સહમત થયા હતા, હું તેનાથી પણ એક ડગલું આગળ ગયો છું. કરારમાં એક એવો ક્લોઝ (નિયમ) રાખવામાં આવ્યો છે કે તેઓ માત્ર પરમાણુ હથિયાર ડેવલપ જ નહીં, પરંતુ ભવિષ્યમાં બહારથી ખરીદી કે એક્વાયર (મેળવી) પણ શકશે નહીં. ઈરાનીઓએ આ બાબતે થોડો વિરોધ કર્યો હતો, પરંતુ આખરે તેઓ માની ગયા છે. જો કે, આ શોર્ટ-ટર્મ ડીલની અંદર લેબેનાન હિસ્સો બને તેવી કોઈ માંગ અમેરિકા અત્યારે કરી રહ્યું નથી.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઈરાન પાસે રહેલા અત્યંત એનરિચ્ડ (સંવર્ધિત) યુરેનિયમના જથ્થાને ખતમ કરવા માટે ટ્રમ્પે બે રસ્તાઓ દુનિયા સામે મૂક્યા છે:
પ્લાન 1 (જો ડીલ થાય તો): જો બંને દેશો વચ્ચે શાંતિ કરાર થઈ જાય અને સંબંધો મૈત્રીપૂર્ણ બને, તો અમેરિકા અને ઈરાન સાથે મળીને તે તમામ સામગ્રીને ઓન-સાઇટ અથવા ઓફ-સાઇટ લોકેશન પરથી બહાર કાઢીને નષ્ટ કરી દેશે. આ તમામ ઈક્વિપમેન્ટ અમેરિકાના હશે.
ADVERTISEMENT
પ્લાન 2 (જો ડીલ ન થાય તો): જો ઈરાન કરાર માટે તૈયાર નહીં થાય, તો અમેરિકા ઈરાનની મિલિટરીને સૈન્ય કાર્યવાહી દ્વારા એટલી હદે નબળી અને ખતમ કરી દેશે કે અમેરિકન ફોર્સ ખૂબ જ સુરક્ષિત રીતે ત્યાં જઈને તે તમામ પરમાણુ સામગ્રી જપ્ત કરીને નષ્ટ કરી શકે. ટ્રમ્પે ઉમેર્યું કે, સ્પેસ ફોર્સ સેટેલાઇટ્સે ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ પર પહેલેથી જ ચોવીસ કલાક કડક નજર રાખવાનું શરૂ કરી દીધું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં તૈનાત આશરે 50000 અમેરિકી સૈનિકોને પાછા બોલાવવાની યોજનાને સાફ નકારી કાઢી છે. ઈરાનની આર્મીને નબળી ગણાવતા ટ્રમ્પે કહ્યું કે, "આ સૈનિકોને ત્યાં રાખવામાં અમારો બહુ ઓછો ખર્ચ થાય છે. અત્યારના તબક્કે સૈનિકો પાછા ખેંચવા એ એક બેવકૂફી ભર્યું પગલું ગણાશે, કારણ કે ભવિષ્યમાં આપણે ઈરાન વિરુદ્ધ તેમનો ઉપયોગ કરવો પડી શકે છે. જ્યાં સુધી આ ઓપરેશન પૂરું નહીં થાય ત્યાં સુધી સૈનિકો ત્યાં જ રહેશે."
આ પણ વાંચોઃ T20 ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, 6 નવા ચહેરાઓની એન્ટ્રી; 5ની એક્ઝિટ
ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે આ યુદ્ધની સ્થિતિના કારણે સામાન્ય અમેરિકનો માટે ગેસોલિન (પેટ્રોલ) અને ફર્ટિલાઈઝર (ખાતર) ના ભાવ વ્યાપક પ્રમાણમાં વધ્યા છે, પરંતુ તેમણે આ નિર્ણય ખૂબ જ વિચારી સમજીને લીધો છે. તેમણે ભવિષ્યવાણી કરી કે આ લડાઈ પૂરી થયા બાદ ગ્લોબલ માર્કેટમાં તેલની કિંમતો ખૂબ જ નીચે આવી જશે અને એવી આર્થિક રાહત જોવા મળશે જે દુનિયાએ પહેલાં ક્યારેય જોઈ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.