ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:51 AM, 21 November 2025
ADVERTISEMENT
Vietnam Floods: વિયેતનામમાં છેલ્લા ત્રણ દિવસથી વરસતા મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. સતત પડતા વરસાદે શહેરો અને ગામોને પાણીમાં ગરકાવ કરી દીધાં છે, જેના કારણે લોકો પોતાના ઘરોની છતો પર ફસાયા છે અને અનેક વિસ્તારો સંપર્કવિહોણા બની ગયા છે. ત્રણ દિવસમાં 150 સેન્ટિમીટર્સથી વધુ વરસાદ પડતાં નદીઓમાં પાણીનો ભારે પ્રવાહ શરૂ થયો છે અને ઘણા પુલ વહી ગયા છે. આ પુર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 41 લોકોનાં મોત થયા હોવાનું પુષ્ટિ થયું છે, જ્યારે અનેક લોકો હજી પણ ગુમ હોવાનું સામે આવી રહ્યું છે.
ADVERTISEMENT
સ્થાનિક પ્રશાસન અને બચાવ ટીમો દિવસ-રાત બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. નાવ, હેલિકોપ્ટર અને વિશેષ ટીમોની મદદથી ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યું છે. પુરગ્રસ્ત વિસ્તારોમાં ખોરાક, પાણી અને દવાઓ પહોંચાડવામાં પણ તાત્કાલિક પ્રયાસો થઈ રહ્યા છે. ભારે વરસાદથી પુલ તૂટતા ઘણી જગ્યાઓનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે સ્થાનિક લોકો ડર અને અનિશ્ચિતતામાં દિવસ પસાર કરી રહ્યા છે. સરકારએ લોકોને સાવચેત રહેવાની વિનંતી કરી છે અને જરૂર પડે ત્યાં ખાલી કરવાની સૂચના પણ આપી છે.
In Vietnam, the Phu Thien suspension bridge over the Da Nhim River in Lam Dong was swept away by flooding this morning.
— Volcaholic 🌋 (@volcaholic1) November 20, 2025
Authorities had already closed the bridge as water levels surged from hydropower releases, preventing any casualties.
The loss of the bridge now forces… pic.twitter.com/G6wu5KwCQr
ADVERTISEMENT
વિયેતનામમાં ભારે વરસાદે તબાહી મચાવી છે, જેમાં લોકોના જીવ ગયા છે અને ઘણા શહેરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે ઘણા શહેરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો તેમના ઘરોની છત પર ફસાયા છે. ત્રણ દિવસમાં 150 સેમીથી વધુ વરસાદ પડ્યો છે, જેના પરિણામે 41 લોકો મૃત્યુ પામ્યા છે, જેઓ પૂરમાં વહી ગયા છે અને કળણમાં ફસાઈ ગયા છે. ઘણા લોકો ગુમ થયાના અહેવાલ છે.
ADVERTISEMENT
વિયેતનામના પર્યાવરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વાવાઝોડું કાલમેગી વિયેતનામમાં ત્રાટક્યું છે. છ રાજ્યો તબાહ થઈ ગયા છે, અને 50,000 થી વધુ ઘરો ધોવાઈ ગયા છે. 60,000 થી વધુ લોકો બેઘર અને ફસાયેલા છે. સુંદર દરિયાકિનારા માટે પ્રવાસીઓમાં પ્રખ્યાત નહા ત્રાંગ શહેર પૂરના પાણીમાં ડૂબી ગયું છે. 10,000 હેક્ટરથી વધુ ઉભા ચોખાના પાકનો નાશ થયો છે, અને પશુધન અને મરઘીઓ પણ વહી ગયા છે.
ADVERTISEMENT
રાષ્ટ્રીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દા લાત શહેર નજીક ભૂસ્ખલન થયું છે. ઘણા વિસ્તારોમાં 600 મિલીમીટર (લગભગ 2 ફૂટ) વરસાદ પડ્યો છે. મીમોસા પાસ પર ભૂસ્ખલનથી લગભગ 100 મીટર રસ્તો ધોવાઈ ગયો છે. હ્યુ સિટીથી ડાક લાક પ્રાંત સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણીનું સ્તર વધુ વધી શકે છે. નાની નદીઓ અને નાળાઓમાં પૂર આવી શકે છે અને ઢોળાવ પર ભૂસ્ખલન થઈ શકે છે. હનોઈ રેલ્વે કોર્પોરેશને ઘણી ટ્રેનો રદ કરી છે.
🇻🇳 Torrential rains have triggered severe flooding in central Vietnam, leaving at least 40 people dead
— Visegrád 24 (@visegrad24) November 20, 2025
The districts of Dien Khanh, Nha Trang, and Khanh Vinh remain submerged. Local authorities have requested military assistance, deploying more than 400 soldiers to help manage… pic.twitter.com/9qZelBhruy
ADVERTISEMENT
નાયબ વડા પ્રધાન હો ક્વોક ડુંગ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે ખાન હોઆ, ડાક લાક અને ગિયા લાઈ પ્રાંતની સરકારોને સેના, પોલીસ અને અન્ય સુરક્ષા દળોની મદદથી લોકોને સ્થળાંતર કરવાનો નિર્દેશ આપ્યો છે. ડાક લાક પ્રાંતમાં બા નદીએ 1993નો રેકોર્ડ તોડી નાખ્યો છે, જ્યારે ખાન હોઆમાં કાઈ નદી પણ છલકાઈ રહી છે, અને તેના પરનો એક પુલ પૂરના પાણીમાં ધોવાઈ ગયો છે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમેરિકાને ઠેંગો દેખાડીને રશિયાએ ભારત માટે કરી દીધું આ મોટું એલાન, નિભાવી દોસ્તી

જાહેર સુરક્ષા મંત્રાલયે નાગરિકોને ચેતવણી આપી છે કે ડાક લાકમાં પૂર આવવાથી જીવન માટે ગંભીર ખતરો ઉભો થઈ શકે છે. પૂરના પાણીએ ખાંડની ફેક્ટરીમાંથી 100 બેરલ (20,000 લિટર) સલ્ફ્યુરિક એસિડ વહાવી દીધું છે. જેનાથી જીવલેણ ખતરો ઉભો થયો છે. જાન્યુઆરીથી ઓક્ટોબર 2025 સુધીમાં વિયેતનામમાં કુદરતી આફતોમાં 279 લોકો માર્યા ગયા હતા અને 2 અબજ યુએસ ડોલરથી વધુનું નુકસાન થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો