ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 'અમારાથી વધારે દુનિયાને ભોગવવું પડશે' અમેરિકાના પ્રતિબંધો પર રશિયાનો જવાબ

વિશ્વ / 'અમારાથી વધારે દુનિયાને ભોગવવું પડશે' અમેરિકાના પ્રતિબંધો પર રશિયાનો જવાબ

Published By: Maulik Patel

Last Updated: 06:00 PM, 23 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાએ રશિયાની બે મોટી તેલ કંપનીઓ, રોસનેફ્ટ અને લુકોઇલ પર નવા પ્રતિબંધો લગાવ્યા, જેના જવાબમાં રશિયાએ કડક પ્રતિક્રિયા આપી છે. રશિયાની વિદેશ પ્રવક્તા મારિયા ઝાખારોવાએ આ પગલાંને 'ઉલ્ટો અસર' કરનારા ગણાવ્યા, જે વૈશ્વિક અર્થતંત્રને નુકસાન પહોંચાડશે.

ADVERTISEMENT

રશિયાની બે સૌથી મોટી તેલ કંપનીઓ, રોસનેફ્ટ (Rosneft) અને લુકોઇલ (Lukoil) પર નવા પ્રતિબંધો લગાવ્યા છે, જેને કારણે વૈશ્વિક તેલ બજારમાં હલચલ મચી ગઈ છે. આ પગલું યુક્રેન યુદ્ધને લઈને રશિયાના પુતિન પ્રત્યે ટ્રમ્પ વહીવટની વધતી નારાજગીનું પરિણામ છે. રશિયાના વિદેશ મંત્રાલયની પ્રવક્તા મારિયા ઝાખારોવાએ આ પ્રતિબંધોને 'ઉલ્ટો અસર' કરનારા ગણાવ્યા છે અને કહ્યું કે આ વૈશ્વિક અર્થતંત્રને રશિયાથી વધુ નુકસાન પહોંચાડશે. ચીનએ પણ આ પ્રતિબંધોની ટીકા કરી છે અને તેને 'એકતરફી કદમ' કહીને અંતરરાષ્ટ્રીય કાયદાના વિરોધી ગણાવ્યા છે.

trump-simple

અમેરિકાના નાણાં વિભાગ (ટ્રેઝરી)એ મંગળવારે જાહેરાત કરી કે, રશિયાના શાંતિ પ્રક્રિયા પ્રત્યેના 'ગંભીર પ્રતિબદ્ધતાના અભાવને' કારણે આ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. રોસનેફ્ટ અને લુકોઇલ, જે રશિયાના કુલ તેલ નિકાસના અડધા ભાગ માટે જવાબદાર છે, તેમજ તેમની 34 પેટા કંપનીઓને લક્ષ્ય બનાવવામાં આવી છે. આ કંપનીઓના અમેરિકા સંપત્તિઓ ફ્રીઝ કરી દેવામાં આવી છે અને અમેરિકન કંપનીઓને તેમની સાથે વ્યવસાય કરવાનું પ્રતિબંધિત કરાયું છે. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે કહ્યું, 'પુતિનના અર્થહીન યુદ્ધને અંત લાવવાના ઇનકારને કારણે આ કંપનીઓ, જે ક્રેમલિનની યુદ્ધ મશીનને ભંડોળ પૂરું પાડે છે, તેને લક્ષ્ય બનાવાયા છે.' આ પગલું ટ્રમ્પના બીજા કાર્યકાળમાં અમેરિકાના પ્રથમ મોટા રશિયન પ્રતિબંધો છે, જેમાં વિદેશી બેંકો પર પણ દબાણ વધારવાની ધમકી આપવામાં આવી છે.

રશિયાએ તરત જ કડક પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયની પ્રવક્તા મારિયા ઝાખારોવાએ કહ્યું કે, આ પ્રતિબંધો 'સંપૂર્ણપણે વિપરીત અસર' કરશે અને યુક્રેન વિવાદના ઉકેલ માટેની વાતચીતને વધુ જટિલ બનાવશે. તેમણે કહ્યું, 'અમેરિકાના આ દંડાત્મક કદમો રશિયાને તેના રાષ્ટ્રીય હિતો પર સમજૂતી કરવા મજબૂર નથી કરી શકતા. રશિયાએ પશ્ચિમી પ્રતિબંધો વિરુદ્ધ મજબૂત પ્રતિરોધ ક્ષમતા વિકસાવી લીધી છે અને તે પોતાની આર્થિક તથા ઊર્જા ક્ષમતાને આત્મવિશ્વાસથી વધારશે.' ઝાખારોવાએ વધુમાં કહ્યું કે રશિયા વાતચીત માટે તૈયાર છે, પરંતુ તે મીડિયા બયાનબાજીને બદલે કૂટનીતિક માર્ગથી થવી જોઈએ. તેમણે ચેતવણી આપી કે, આ પ્રતિબંધો વૈશ્વિક અર્થવ્યવસ્થાને અસ્થિર કરશે અને રશિયા માટે કોઈ ખાસ સમસ્યા ઊભી નહીં કરે.

Promo New Parul

ચીને પણ અમેરિકાને નસીહત આપી છે. ગુરુવારે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને કહ્યું કે, આ 'એકતરફી કદમો છે જેનો કોઈ આંતરરાષ્ટ્રીય કાનૂની આધાર નથી અને યુએન સુરક્ષા પરિષદની મંજૂરી વિના છે.' તેમણે કહ્યું, 'ચીન યુક્રેન સંકટનો નિર્માતા નથી, ન તો તેનો પક્ષપાતી. અમે તે બધા પગલાંઓનો વિરોધ કરીએ છીએ જે ચીની કંપનીઓના વૈધ વ્યવસાયિક હિતોને નુકસાન પહોંચાડે છે.' ચીને યુરોપિયન યુનિયનના તાજા પ્રતિબંધોની પણ ટીકા કરી, જેમાં કેટલીક ચીની કંપનીઓ પર રશિયાની મદદ કરવાના આરોપો લગાવીને કાર્યવાહી કરવામાં આવી છે. ગુઓએ અમેરિકાને કહ્યું કે, દબાણ કે જબરદસ્તીની નીતિને બદલે સંવાદનો માર્ગ અપનાવવો જોઈએ.

આ પણ વાંચો: રોહિત શર્મા અને શ્રેયસ અય્યરની મહેનત પાણીમાં, ભારત સામે ઓસ્ટ્રેલિયાની બે વિકેટે જીત

વિશ્લેષકોના મતે, રશિયા અને ચીનની આ સંયુક્ત પ્રતિક્રિયા અમેરિકાના વધતા પ્રતિબંધો વિરુદ્ધ મજબૂત મોરચો તૈયાર કરી શકે છે. બંને દેશો પહેલેથી જ ડોલર પર નિર્ભરતા ઘટાડીને વૈકલ્પિક વેપાર વ્યવસ્થા વિકસાવવાના પ્રયાસો કરી રહ્યા છે. જો રશિયા અને ચીન ઊર્જા તથા વેપાર સહયોગને વધુ મજબૂત કરે, તો પશ્ચિમી દેશોની આર્થિક નીતિઓ પર અસર પડી શકે છે અને વૈશ્વિક શક્તિ સંતુલનમાં પરિવર્તન આવી શકે છે. આ પ્રતિબંધોને કારણે તેલના ભાવમાં 4.9%નો વધારો થયો છે, જે વૈશ્વિક બજાર માટે ચિંતાનો વિષય છે. ભારત અને તુર્કી જેવા દેશો પણ આના કારણે તેમના રશિયન તેલના આયાતને પુનઃવિચારી રહ્યા છે, જે વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેઇનને અસ્થિર કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Global Economy US Sanctions Rosneft Lukoil

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ