બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / રોહિત શર્મા અને શ્રેયસ અય્યરની મહેનત પાણીમાં, ભારત સામે ઓસ્ટ્રેલિયાની બે વિકેટે જીત

ક્રિકેટ / રોહિત શર્મા અને શ્રેયસ અય્યરની મહેનત પાણીમાં, ભારત સામે ઓસ્ટ્રેલિયાની બે વિકેટે જીત

Last Updated: 05:22 PM, 23 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડ ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયાએ મેચ જીતીને સીરિઝ પોતાના નામે કરી હતી, ભારતે 50 ઓવરમાં 264 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન મેથ્યુ શોર્ટ અને કુપર કોનોલીએ ટાર્ગેટ ચેઝ કરીને જીત આપવી હતી.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ એકદિવસીય મેચોની શ્રેણીની બીજી મેચ ગુરુવારે (23 ઓક્ટોબર) એડિલેડના એડિલેડ ઓવલ મેદાનમાં રમાઈ હતી. આ મુકાબલામાં ભારતીય ટીમને બે વિકેટથી પરાજય ભોગવવો પડ્યો. ઑસ્ટ્રેલિયાને જીત માટે 265 રનની લક્ષ્યાંક મળ્યો હતો, જેને કંગારુઓએ 46.2 ઓવરમાં હાંસલ કર્યો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. ભારતની શરૂઆત ખરાબ રહી, જ્યાં માત્ર 17 રનમાં શુભમન ગિલ (9) અને વિરાટ કોહલી (0)ની વિકેટ ગુમાવી દીધી.

ROHIT

બંનેને ઝેવિયર બાર્ટલેટે એક જ ઓવરમાં આઉટ કર્યા. આ પછી રોહિત શર્મા અને શ્રેયસ ઐયરે ઇનિંગ્સને સંભાળી અને 118 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. રોહિતે 59મો વનડે અડધી સદી ફટકારી, જેમાં 2 સિક્સર અને 7 ફોર સાથે શાનદાર બેટિંગ કરી. જોકે, તેમને મિશેલ સ્ટાર્કે આઉટ કર્યા. શ્રેયસ ઐયરે પણ 77 બોલમાં 7 ફોર સાથે 61 રનની અડધી સદી ફટકારી. અક્ષર પટેલે 41 બોલમાં 44 રનની મહત્વની ઇનિંગ્સ રમી, જ્યારે કેએલ રાહુલ (11) નિષ્ફળ રહ્યા અને એડમ ઝમ્પાનો શિકાર બન્યા.

અંતમાં, હર્ષિત રાણાએ 18 બોલમાં 3 ફોર સાથે 24 રન અને અર્શદીપ સિંહે 14 બોલમાં 13 રન બનાવી ટીમને 264 રન સુધી પહોંચાડવામાં મદદ કરી. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ 10 ઓવરમાં 60 રન આપી 4 વિકેટ ઝડપી, જ્યારે ઝેવિયર બાર્ટલેટે 10 ઓવરમાં 39 રન આપી 3 વિકેટ લીધી. મિશેલ સ્ટાર્કે 2 વિકેટ ઝડપી, પરંતુ જોશ હેઝલવુડની 10 ઓવરમાં માત્ર 29 રન આપીને 2.90ની ઇકોનોમી રેટ સાથેની બોલિંગની ખૂબ પ્રશંસા થઈ.

ઓસ્ટ્રેલિયાને જીત માટે 265 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ટીમની શરૂઆત મિશેલ માર્શ અને ટ્રાવિસ હેડે કરી હતી, પરંતુ ભારતના બોલરો શરૂઆતમાં જ દબાણ બનાવી દીધું. પ્રથમ ઓવરથી જ મહંમદ સિરાજ અને અર્શદીપ સિંહે ઉત્તમ બોલિંગ કરી હતી.37 ઓવર પૂરાં થયા બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 190 રન આસપાસ હતો. ટીમને જીત માટે હજુ 78 બોલમાં 75 રનની જરૂર હતી. મેદાન પર મેથ્યુ શોર્ટ 50 રન બનાવીને ટકી રહ્યો છે, જે તેમનો વનડે કારકિર્દીનો ત્રીજો અર્ધશતક છે. પરંતુ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મેથ્યુ શોર્ટ અને કુપર કોનોલીએ ટાર્ગેટ ચેઝ કરીને જીત આપવી હતી.

TEAM-INDIA-1

ભારતની પ્લેઇંગ 11: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.

Parul University

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ 11: મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, મેટ શોર્ટ, મેટ રેન્શો, એલેક્સ કેરી (વિકેટકીપર), કૂપર કોનોલી, મિશેલ ઓવેન, ઝેવિયર બાર્ટલેટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Adelaide Oval India vs Australia Second ODI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ