બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:39 PM, 11 October 2025
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર વેપાર યુદ્ધને નવી ઊંચાઈએ લઈ જતા 100 ટકા ટેરિફની જાહેરાત કરી છે. આ ટેરિફ 1 નવેમ્બર 2025થી અમલમાં આવશે અને હાલના ટેક્સ પર વધારાના હશે. આ કઠોર પગલું ચીનના તાજા રેર અર્થ મિનરલ્સના નિકાસ પર વધુ પડતા પ્રતિબંધોના જવાબમાં લેવામાં આવ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટમાં કહ્યું કે, "ચીન વિશ્વને બંદી બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ અમે આને મંજૂરી નહીં આપીએ." આ જાહેરાતથી વૈશ્વિક બજારોમાં હલચલ મચી ગઈ છે અને યુએસ સ્ટોક માર્કેટમાં 2.7 ટકાનો ઘટાડો થયો છે.
ADVERTISEMENT
ટ્રમ્પનું આ નિવેદન અચાનક આવ્યું છે, કારણ કે છેલ્લા 6 મહિનામાં અમેરિકા-ચીન વેપાર સંબંધોમાં સુધારો જોવા મળ્યો હતો. જુન-જુલાઈમાં જીનેવા અને લંડનમાં થયેલી વાતચીત પછી ટ્રમ્પે ચીની ઉત્પાદનો પરના ટેરિફને 30 ટકા સુધી ઘટાડ્યા હતા, જ્યારે ચીને અમેરિકી માલ પરના ટેરિફને 10 ટકા કર્યો હતો. પરંતુ ચીનના વિદેશ વિભાગે ગુરુવારે જાહેરાત કરી કે, રેર અર્થ મિનરલ્સના નિકાસ માટે વિદેશી કંપનીઓને ખાસ પરવાનગી લેવી પડશે. આ મિનરલ્સ, જે સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વાહનો અને સૈન્ય સાધનોમાં વપરાય છે, તેના નિકાસ પરના પ્રતિબંધોને વિસ્તારીને ચીની તકનીકો અને વિદેશમાં તેના ઉપયોગ પર પણ નિયંત્રણ લગાવ્યું છે. ચીન વિશ્વના 70 ટકા રેર ધર્મ ઉત્પાદનને નિયંત્રિત કરે છે, જે અમેરિકા માટે મોટી ચેલેન્જ છે.
ADVERTISEMENT

ટ્રમ્પે પોસ્ટમાં ચીનને "અત્યંત આક્રમક અને શત્રુતાપૂર્ણ" કહીને નિંદા કરી અને કહ્યું કે, "ચીન વિશ્વને પત્રો મોકલીને રેર અર્થ મિનરલ્સ સહિત દરેક વસ્તુ પર નિકાસ નિયંત્રણ લગાવવાની ધમકી આપી રહ્યું છે, ભલે તે ચીનમાં બને કે ના." તેમણે આને "અણધારી અને નૈતિક અપરાધ" કહ્યું અને જણાવ્યું કે અન્ય દેશો પણ ચીનના આ વર્તનથી ક્રોધિત છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે, "અમેરિકાને પણ ચીન કરતાં વધુ મજબૂત એકાધિકાર છે, જેનો મી હજુ સુધી ઉપયોગ કર્યો નથી, પરંતુ હવે સમય આવી ગયો છે." તેમણે 1 નવેમ્બરથી "ક્રિટિકલ સોફ્ટવેર" પર નિકાસ નિયંત્રણ પણ લગાવવાની જાહેરાત કરી, જે ચીની ટેક્નોલોજી કંપનીઓને અસર કરશે.
ADVERTISEMENT

આ તણાવ વચ્ચે ટ્રમ્પે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત રદ્દ કરી દીધી છે. તેઓ 31 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી દક્ષિણ કોરિયાના સીઓલમાં આયોજિત એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) સમિટમાં મળવાના હતા. ટ્રમ્પે કહ્યું, "આ કદમ પછી શી સાથે મળવાનું કોઈ કારણ દેખાતું નથી. તેમના જવાબ પર આધારિત અમે આગળના પગલાં લઈશું." આ મુલાકાત 2019 પછી પ્રથમ હતી, જે વેપાર વાતચીત માટે મહત્વપૂર્ણ માનવામાં આવતી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: રોજિંદા જમવાની પ્લેટ દ્વારા પણ ફેલાય છે બીમારીનો ખતરો! ICMRના રિપોર્ટે વધાર્યું ટેન્શન
આ વિવાદ વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાનું કારણ બન્યો છે. રેર અર્થ મિનરલ્સના પ્રતિબંધોથી સેમિકન્ડક્ટર અને ડિફેન્સ ઉદ્યોગોને નુકસાન થશે, જ્યારે નવા ટેરિફથી ચીની આયાત $194 અબજથી વધુ અસરગ્રસ્ત થશે. નિષ્ણાતો કહે છે કે આથી વેપાર યુદ્ધ ફરીથી તીવ્ર બનશે અને વૈશ્વિક મંદીનું જોખમ વધશે. અમેરિકી અધિકારીઓએ રેર અર્થ મિનરલ્સ ઉત્પાદન માટે $400 મિલિયનનું સરકારી રોકાણ જાહેર કર્યું છે, જે આત્મનિર્ભરતા તરફ પગલું છે. ટ્રમ્પનું આ વલણ વૈશ્વિક વેપાર વ્યવસ્થાને નવી તકલીફો આપી શકે છે, પરંતુ તેમના સમર્થકો તેને અમેરિકી હિતોનું રક્ષણ માને છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.