બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:12 PM, 4 October 2025
યુક્રેનના સુમી (Sumy) શહેરમાં રશિયાએ એક પેસેન્જર ટ્રેન અને રેલવે સ્ટેશન પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલો રશિયાની ચાલુ હવાઈ હુમલાની ઝુંબેશનો ભાગ છે, જેમાં યુક્રેનના રેલવે અને ઊર્જા માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા. રાહત અને બચાવ કાર્યો ચાલુ છે. સમાચાર એજન્સી રોઈટર્સના અહેવાલ મુજબ, ગવર્નર ઓલેહ હ્રિહોરોવે જણાવ્યું કે આ હુમલામાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક આગ લાગેલા ટ્રેનના ડબ્બાની તસવીર શેર કરી અને જણાવ્યું કે રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ADVERTISEMENT
And Russia carries on heroically combating Ukrainian civilians.
— Illia Ponomarenko 🇺🇦 (@IAPonomarenko) October 4, 2025
Today they his passenger trains in Ukraine’s Shostka.
They hit it twice - the second his was when people were being evacuated from the scene.
Chronic impunity is a warm welcome for more and more war crimes. pic.twitter.com/XhAGsghsC4
આ હુમલો રશિયાની તે ઝુંબેશનો ભાગ માનવામાં આવે છે, જેમાં છેલ્લા બે મહિનાથી યુક્રેનના રેલવે માળખાને સતત નિશાન બનાવવામાં આવી રહ્યું છે. રશિયા લગભગ દરરોજ યુક્રેનના પરિવહન નેટવર્ક પર હુમલા કરી રહ્યું છે. માત્ર એક દિવસ પહેલા જ રશિયાએ યુક્રેનની રાજ્ય ગેસ અને તેલ કંપની નાફ્ટોગેસના ઠેકાણાઓ પર 35 મિસાઈલો અને 60 ડ્રોન છોડ્યા હતા. આ હુમલા ખાર્કિવ અને પોલ્ટાવા વિસ્તારોમાં થયા હતા. નાફ્ટોગેસના સીઈઓ સર્જી કોરેત્સ્કીએ જણાવ્યું કે આ અત્યાર સુધીનો સૌથી મોટો બોમ્બમારો હતો, જેના કારણે ગેસ ઉત્પાદન પર ગંભીર અસર પડી છે. આ હુમલામાં લગભગ 8000 ગ્રાહકોની વીજળી ડૂલ થઈ ગઈ. તેમણે કહ્યું કે અમારા ઘણા પ્લાન્ટને ભારે નુકસાન થયું છે, અને કેટલીક જગ્યાએ નુકસાન ખૂબ ગંભીર છે. આ હુમલાનો કોઈ સૈન્ય હેતુ નથી.
ADVERTISEMENT

રશિયન સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી કે તેની સેનાઓએ યુક્રેનના ગેસ અને ઊર્જા માળખા પર રાતભર મોટા પાયે હુમલા કર્યા હતા. રશિયાએ દાવો કર્યો કે તેણે સૈન્ય-ઔદ્યોગિક સ્થળોને પણ નિશાન બનાવ્યા છે. શિયાળો નજીક આવતાં રશિયાએ યુક્રેનના ઊર્જા માળખા પર હુમલા તીવ્ર કર્યા છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં લાંબા સમય સુધી બ્લેકઆઉટ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
વધુમાં વાંચો: શેર-બોન્ડ બધું જ ક્રેશ થશે, આગળ મંદી જ મંદી, દિગ્ગજની ભવિષ્યવાણીથી રોકાણકારોની ચિંતા વધી
યુક્રેન પણ જવાબી કાર્યવાહી વધારી રહ્યું છે. તાજેતરના મહિનાઓમાં કિવની સેનાએ રશિયાની અંદરની તેલ રિફાઈનરીઓ પર હુમલા વધાર્યા છે. આનાથી રશિયાના ઘણા વિસ્તારોમાં ઈંધણની અછત સર્જાઈ છે. માત્ર સપ્ટેમ્બરમાં જ યુક્રેને રશિયા અને તેના કબજે કરેલા વિસ્તારોમાં 19 તેલ ઠેકાણાઓ પર ડ્રોન હુમલા કર્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.