ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / અમેરિકામાં વિમાન દુર્ઘટના, રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા 10 વધુ લોકો જીવતા ભૂંજાયા

વિશ્વ / અમેરિકામાં વિમાન દુર્ઘટના, રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા 10 વધુ લોકો જીવતા ભૂંજાયા

Last Updated: 10:15 PM, 22 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

San Diego Plane Crash: અમેરિકામાં ગુરુવારે વહેલી સવારે કેલિફોર્નિયા સ્થિત સાન ડિએગો શહેરના મર્ફી કેન્યોન વિસ્તારમાં એક ખાનગી વિમાન ક્રેશ થયું.

ADVERTISEMENT

Plane Crash: અમેરિકામાં ગુરુવારે વહેલી સવારે કેલિફોર્નિયા સ્થિત સાન ડિએગો શહેરના મર્ફી કેન્યોન વિસ્તારમાં એક ખાનગી વિમાન ક્રેશ થયું. આ અકસ્માતમાં ઘણા લોકોના મોતની પુષ્ટિ થઈ છે. સાન ડિએગો ફાયર વિભાગના સહાયક વડા ડેન એડીએ જણાવ્યું હતું કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ જ્યારે 8 થી 10 મુસાફરોની ક્ષમતા ધરાવતું આ વિમાન પડી ગયું ત્યારે બધા જ સવાર હતા.

જેટ ફ્યુઅલમાં આગ લાગી

સ્થાનિકોએ જણાવ્યું હતું કે અકસ્માત પછી વિમાનમાંથી લીક થયેલ જેટ ફ્યુઅલ રસ્તાની બંને બાજુ ઝડપથી ફેલાઈ ગયું અને ત્યાં પાર્ક કરેલા તમામ વાહનોને ચપેટમાં લીધા. નજીકના ઓછામાં ઓછા 15 ઘરોમાં આગ લાગી, જ્યારે ડઝનબંધ વાહનો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા.

એક જોરદાર ધડાકો સંભળાયો

સ્થાનિક રહેવાસીના મીડિયાને જણાવ્યું અનુસાર તેમણે અને તેમની પત્નીએ અચાનક જોરદાર ધડાકો સાંભળ્યો. જ્યારે તેમણે બારીમાંથી બહાર જોયું, ત્યારે તેમણે ચારે બાજુ ધુમાડો અને આગ જોઈ. તેમણે તરત જ તેમના બે નાના બાળકોને લઇ અને ઘરની બહાર દોડી ગયા. રસ્તામાં તેમણે એક કાર સંપૂર્ણપણે આગમાં લપેટાયેલી જોઈ.

vtv app promotion

ધુમ્મસમાં ફ્લાઇટ ક્રેશ થઈ, તપાસ શરૂ

અકસ્માત સમયે વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હતું. આસિસ્ટન્ટ ચીફ એડીએ કહ્યું: તમે આગળ પણ જોઈ શકતા ન હતા, દૃશ્યતા ખૂબ ઓછી હતી. જે વિમાનની વાત થઇ રહી છે. તે એક સેસ્ના સાઇટેશન II જેટ હતું, જે કેન્સાસના વિચિટામાં કર્નલ જેમ્સ જબારા એરપોર્ટથી ઉડાન ભરી હતી અને મોન્ટગોમરી-ગિબ્સ એક્ઝિક્યુટિવ એરપોર્ટ પર સવારે 3:47 વાગ્યે ઉતરાણ કરવાનું હતું.

આ પણ વાંચોઃ વિશ્વ / ટ્રમ્પની ખોપરી ફરી! ભારત પાકમાં સિઝફાયર અંગે કરી દીધો વેપારી દાવો, પાકને ફાવતું જડ્યું

આવા અકસ્માતો પહેલા પણ બન્યા છે

સાન ડિએગોમાં આ પહેલો વિમાન અકસ્માત નથી. ઓક્ટોબર 2021 માં એક ટ્વીન-એન્જિન વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેમાં પાઇલટ અને યુપીએસ ડિલિવરી ડ્રાઇવરનું મૃત્યુ થયું હતું. તેમજ ડિસેમ્બર 2008 માં મરીન કોર્પ્સનું એક ફાઇટર જેટ એક ઘરમાં ક્રેશ થયું હતું, જેમાં ચાર લોકોના જીવ ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

San Diego World News Plane Crash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ