બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ટ્રમ્પની ખોપરી ફરી! ભારત પાકમાં સિઝફાયર અંગે કરી દીધો વેપારી દાવો, પાકને ફાવતું જડ્યું
Last Updated: 07:47 AM, 22 May 2025
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય પોતાના નામે કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે વેપાર વાટાઘાટો દ્વારા બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જોકે ભારતે ટ્રમ્પના આ દાવાઓને પહેલાથી જ સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર સંબંધિત કોઈપણ મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે ઉકેલવામાં આવશે.
ADVERTISEMENT
વ્હાઇટ હાઉસમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું "જો તમે જુઓ કે અમે પાકિસ્તાન અને ભારત સાથે શું કર્યું તો અમે તે સમગ્ર મુદ્દાને ઉકેલી લીધો છે અને મને લાગે છે કે મેં તેને ટ્રેડ દ્વારા ઉકેલ્યો છે. અમે ભારત-પાકિસ્તાન સાથે મોટી ડીલ કરી રહ્યા છીએ... તમે જાણો છો કે બંને દેશો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. અમે બંને દેશોના નેતાઓ સાથે વાત કરી અને સમગ્ર મુદ્દાનો ઉકેલ લાવ્યો."
#WATCH | US President Donald Trump says, "If you take a look at what we just did with Pakistan and India, we settled that whole thing, and I think I settled it through trade. We're doing a big deal with India. We're doing a big deal with Pakistan...Somebody had to be the last one… pic.twitter.com/oaM6nCJCLi
— ANI (@ANI) May 21, 2025
ADVERTISEMENT
PM મોદી મારા મિત્ર
ટ્રમ્પે આગળ કહ્યું કે "બે દિવસ પછી કંઈક બન્યું અને તે મારી ભૂલ છે એમ સામે આવ્યું. મને એમ કહેવું નહીં ગમે કે અમે બધું ઉકેલી લીધું છે. આપણે કંઈક સારું કર્યું છે. પરંતુ પાકિસ્તાનમાં કેટલાક મહાન લોકો અને કેટલાક ખરેખર સારા નેતાઓ છે. પણ ભારતના વડા પ્રધાન મોદી મારા મિત્ર છે. તેઓ એક મહાન વ્યક્તિ છે.ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમની મધ્યસ્થીથી બંને દેશોએ યુદ્ધવિરામ સ્વીકાર્યો."
ADVERTISEMENT

ભારતે આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો
ADVERTISEMENT
ભારતે 22 એપ્રિલના રોજ થયેલા પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. ભારતે મિસાઇલ ઓપરેશન શરૂ કર્યું અને પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ પછી ગભરાયેલા પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કર્યો અને ભારતીય સરહદ પર ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જેને ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યો. આ સમગ્ર ઘટના બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો હતો.
આ પણ વાંચો: અમેરિકામાં વધારે એક ગુજરાતી વેપારીને ગોળીઓ ધરબી દેવાઇ
ADVERTISEMENT

ભારતે ટ્રમ્પના દાવાને ફગાવી દીધો
ADVERTISEMENT
ભારતે પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ કરારની જાહેરાત કરી તે પહેલાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. અને દાવો કર્યો હતો કે અમેરિકાએ યુદ્ધવિરામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પના આ દાવાઓને ભારત પહેલાથી જ નકારી ચૂક્યું છે. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે "ઓપરેશન સિંદૂર" શરૂ થયા પછી અને યુદ્ધવિરામ થયા પછી ભારતીય અને અમેરિકન નેતાઓ વચ્ચે "ટ્રેડ મુદ્દો" ઉઠાવવામાં આવ્યો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.