બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:08 PM, 21 May 2025
અમેરિકામાં વધુ 1 ગુજરાતીની ગોળી મારી હત્યા કરી દીધાની ચકચારી ઘટના નોંધાઇ છે. ક્લોલના ડીંગુચાના પરેશ પટેલની અમેરિકામાં હત્યા થઇ જતા ચકચાર મચી ગઇ છે. જ્યારે નાનકડા ડિંગુંચા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ સાથે જ ડિંગુચા ગામ ફરી એકવાર ચર્ચામાં પણ આવી ગયું છે.
ADVERTISEMENT
સ્ટોરમાં ગ્રાહક તરીકે આવ્યો
સ્ટોરમા ગ્રાહક તરીકે આવેલા હત્યારાએ ફાયરીગ કરી પરેશ પટેલની હત્યા કરી નાખી હતી. ગ્રાહક તરીકે આવેલા હત્યારાએ પહેલા પૈસા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. નરેશ પટેલે તેને પૈસા પણ આપી દીધા હતા. તેમ છતા પણ ગ્રાહકનાં સ્વાંગમાં આવેલા વ્યક્તિએ ગોળી મારી દીધી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : લો-પ્રેશર સિસ્ટમ સક્રિય, ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, પરેશ ગોસ્વામીની ખતરનાક આગાહી
સમગ્ર નાણા પણ લૂંટી લીધા જીવ પણ લીધો
ગ્રાહકના સ્વાગંમાં આવેલા વ્યક્તિએ લૂંટ કર્યા પછી પણ ટેબલ નીચે છુપાઇ ગયેલા નરેશભાઇને ગ્રાહકના સ્વાંગમાં આવેલા વ્યક્તિએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. ડીંગુચાના વતની પરેશ પટેલ પરિવાર સાથે અમેરિકા સ્થાયી થયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઇ છે.
ડીંગુચાના પરેશ પટેલની અમેરિકામાં ગોળી મારીને હત્યા
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 21, 2025
(સ્ટોરમાં ગ્રાહક તરીકે આવેલા હત્યારાએ ગોળી મારી કરી હત્યા, હત્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ, ગ્રાહક તરીકે આવેલા હત્યારાએ પહેલા પૈસા લૂંટવાનો પ્રયાસ કર્યો, પૈસા લૂંટ્યા પછી ગોળી મારી હત્યા નિપજાવી)#dingucha #pareshpatel #america… pic.twitter.com/FNiXdw46dA
અગાઉ પણ ડીંગુચા વૈશ્વિક ફલક પર ચમકી ચુક્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જાન્યુઆરી 2022 માં કેનેડા બોર્ડર પર ડીંગુચા ગામના જ વતની જગદીશ પટેલનો પરિવારનું બરફમાં થીજી જવાના કારણે મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના ખુબ જ ઉંડા પડઘા પડ્યા હતા તેની અસર અમેરિકા, ભારત અને કેનેડામાં પણ પડી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે ડીંગુચા ગામ ચમક્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.