બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લો-પ્રેશર સિસ્ટમ સક્રિય, ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, પરેશ ગોસ્વામીની ખતરનાક આગાહી
Dinesh Chaudhary
Last Updated: 08:40 PM, 21 May 2025
ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડાનું સંકટ ઘેરાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, અરબ સાગરમાં એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ બની છે, જે આગળ જતાં વાવાઝોડું બની શકે છે. આ લો-પ્રેશર ઉત્તર-પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી શક્યતા છે, અને જો તે સાયક્લોનમાં પરિવર્તિત થશે તો તેનું નામ શ્રીલંકા દ્વારા આપવામાં આવશે.
ADVERTISEMENT
અરબ સાગરમાં વાવાઝોડાના પરીબળ સક્રિય
અરબ સાગરમાં વાવાઝોડું બનવાના પરિબળો સક્રિય થયા છે. આ સાયક્લોન જો બનશે તો તે વર્ષ 2023ના બિપરજોય વાવાઝોડાના ટ્રેક પર ચાલી શકે છે. આવા સંજોગોમાં તે સૌરાષ્ટ્ર, કચ્છ કે પાકિસ્તાનના દરિયાકાંઠે પહોંચી શકે છે. નિષ્ણાંતોનું માનવું છે કે, આ વાવાઝોડું અન્ય સાયક્લોનની સરખામણીએ વધુ શક્તિશાળી બનવાની શક્યતા ધરાવે છે.
ADVERTISEMENT
ગુજરાતને ધમરોળશે મેઘરાજા
ADVERTISEMENT
આ વર્ષે ચોમાસું નિર્ઘારિત સમય કરતા વહેલું બેસે તેવી સંભાવના છે, કારણ કે, દર વર્ષ ચોમાસું 1 જૂનની આસાપાસ કેરળ પહોંચતું હોય છે પરંતુ આ વર્ષે 27-28 મેના રોજ ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતાઓ છે. તો બીજી તરફ ચોમાસુ બેસે તેના પહેલા જ વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે, તો 2 દિવસ બાદ સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો: મુંબઈવાસીઓ સાવધાન! ત્રણ દિવસ વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી
ADVERTISEMENT
આ જિલ્લામાં વરસાદની આગાહી
રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપાવામાં આવ્યું છે. આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની ચેતવણી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભારે વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.