ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મુંબઈવાસીઓ સાવધાન! ત્રણ દિવસ વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી

વરસાદી માહોલ / મુંબઈવાસીઓ સાવધાન! ત્રણ દિવસ વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી

Last Updated: 07:29 PM, 21 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય હવામાન વિભાગે 24 મે સુધી મુંબઈ અને આસપાસના શહેરોમાં વરસાદ વધવાની આગાહી કરી છે. આ અઠવાડિયે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ અને જોરદાર પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

હાલમાં દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે વિવિધ રાજ્યો માટે વરસાદ અને વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગે મુંબઈ મેટ્રોપોલિટન રિજન માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

આજે થાણે, પાલઘર, રાયગઢ અને નાસિક માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 21 થી 24 મે દરમિયાન મુંબઈ અને આસપાસના શહેરોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. મુંબઈ ઉપરાંત, હવામાનની આ વિક્ષેપ દક્ષિણ કોંકણ અને દક્ષિણ-મધ્ય મહારાષ્ટ્રને અસર કરે તેવી શક્યતા છે. આ દરમિયાન સિંધુદુર્ગમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને રત્નાગીરી, અહિલ્યાનગર, પુણે, કોલ્હાપુર, સતારા, સાંગલી, સોલાપુર, લાતુર અને ધારાશિવમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Rain-new

દેશની આર્થિક રાજધાની મુંબઈ મંગળવારે ભારે વરસાદને કારણે ઠપ્પ થઈ ગઈ. મંગળવારે સાંજે શહેરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. ભારે પવન સાથે મુશળધાર વરસાદને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા. જેના કારણે ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થયો હતો. વરસાદને કારણે રોડ ટ્રાફિકની સાથે રેલ ટ્રાફિકને પણ અસર થઈ છે. કેટલીક ટ્રેનો રોકવામાં આવી છે. દર વખતની જેમ આ વખતે પણ અંધેરી સબવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો.

વધુ વાંચો : હવે ચોમાસું બેસતા વાર નહીં લાગે! આ તારીખથી કેરળમાં ચોમાસાની થશે વિધિવત એન્ટ્રી, જ્યારે અન્ય રાજ્યોમાં...!

અરબી સમુદ્રમાં એક નીચા દબાણનો વિસ્તાર બની રહ્યો છે જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાન જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગોવા અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 21 મેથી મહારાષ્ટ્ર અને ગોવા નજીક અરબી સમુદ્રમાં એક નીચા દબાણનું ક્ષેત્ર બની શકે છે. જે 24 મે સુધીમાં વધુ તીવ્ર બનીને ઉત્તર તરફ આગળ વધી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RainForecast HeavyRain Cyclone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ