બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ડૉકટર બનવા માટે નાનકડા દેશ બન્યો ભારતીયોની પસંદ, જાણો MBBS માટે કેટલો થાય છે ખર્ચ

કરિયર / ડૉકટર બનવા માટે નાનકડા દેશ બન્યો ભારતીયોની પસંદ, જાણો MBBS માટે કેટલો થાય છે ખર્ચ

Ajitsinh Jadeja

Last Updated: 11:14 PM, 3 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MBBS: વિદેશમાં મેડિકલ અભ્યાસ માટે ઘણા દેશો જાણીતા છે. જોકે મોટાભાગના ભારતીયો ઓછી ફીને કારણે પૂર્વી યુરોપિયન દેશોમાં મેડિકલનો અભ્યાસ કરવાનું પસંદ કરે છે.

Indian Students in Georgia: વિદેશમાં એમબીબીએસ કરવા જવાનું ઘણા વર્ષોથી ભારતીયોમાં લોકપ્રિય છે. આનું મુખ્ય કારણ ભારતમાં મેડિકલ બેઠકોની સંખ્યા ઓછી છે, જેના કારણે દર વર્ષે હજારો ભારતીયો ડોક્ટર બનવા માટે વિદેશ જતા રહે છે. સામાન્ય રીતે ભારતીયો માટે મેડિકલના અભયાસ માટે રશિયા અને યુક્રેન જેવા દેશો લોકપ્રિય રહ્યા છે કારણ કે ત્યા ઓછા ખર્ચે યુરોપિયન સ્ટૈડર્ડ એજ્યુકેશન મળે છે. પરંતુ હવે યુરોપનો એક નાનો દેશ પણ MBBS માટે પોપુલર બની રહ્યો છે.

doctor-stethoscope

આ દેશની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે છેલ્લા પાંચ વર્ષમાં, ભારતમાંથી અહીં ભણવા માટે મોકલવામાં આવેલા પૈસામાં 387ટકાનો વધારો થયો છે. હકીકતમાં લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ ડેટા જાહેર કર્યો છે જેમાં બતાવાયુ છે કે ભારતીયોએ 2024-25 માં યુરોપિયન દેશ જ્યોર્જિયામાં શિક્ષણ માટે 50.25 મિલિયન ડોલર (આશરે રૂ. 450 કરોડ) મોકલ્યા હતા, જ્યારે 2018-19 માં ફક્ત રૂપિયા 90 કરોડ મોકલાયા હતા.

જ્યોર્જિયામાં MBBS ફી કેટલી?

2019 માં જ્યોર્જિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 4,148 હતી, જે 2023 માં વધીને 10,470 થઇ છે. આ દેશમાં તમને પોસાય તેવી રીતે MBBS કરવાનો મોકો મળે છે. અહીં મેડિકલ કોર્સની વાર્ષિક ફી રૂ. 3.50 લાખથી રૂ. 6 લાખ સુધીની છે. છ વર્ષમાં તમે બટુમી શોટા રુસ્તાવેલી સ્ટેટ યુનિવર્સિટી અને અકાકી ત્સેરેટેલી સ્ટેટ યુનિવર્સિટીમાંથી MBBS 21 લાખમાં પૂર્ણ કરી શકો છો.

vtv app promotion

આ પણ વાંચોઃપૃથ્વી પર મોટું સકંટ, આકાશમાંથી વરસશે આગના ગોળા! ભયાનક વિસ્ફોટ થઈ શકે

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય વિદ્યાર્થીઓ આ બંને દેશોમાં અભ્યાસ કરવાનું ટાળી રહ્યા છે. આ કારણે જ્યોર્જિયા તેમની પ્રથમ પસંદગી બની રહ્યું છે. જ્યોર્જિયા તેના ફિઝિયોથેરાપી અને પેરામેડિકલ અભ્યાસક્રમો માટે જાણીતું છે. ઓછી ફી પણ અહીં એમબીબીએસ અભ્યાસક્રમોને લોકપ્રિય બનાવી રહી છે. અંગ્રેજીમાં અભ્યાસ, સરળ વિઝા પ્રક્રિયા અને યુરોપથી તેની નિકટતાને કારણે જ્યોર્જિયા ભારતીયોમાં વધુને વધુ લોકપ્રિય બન્યું છે. ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનથી સીધા જ્યોર્જિયા જઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MBBS Studies Education MBBS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ