ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ભારતનું સમર્થન કરવાની સજા! ટેરિફનો વિરોધ કરનારા જોન બોલ્ટનના ઘરે FBIની રેડ

વિશ્વ / ભારતનું સમર્થન કરવાની સજા! ટેરિફનો વિરોધ કરનારા જોન બોલ્ટનના ઘરે FBIની રેડ

Published By: Maulik Patel

Last Updated: 08:11 PM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનના મેરિલેન્ડ સ્થિત ઘરમાં એફબીઆઈએ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગુપ્ત દસ્તાવેજોની તપાસ હેઠળ છાપો માર્યો છે. આ કાર્યવાહી 2020માં પ્રકાશિત થયેલી તેમની વિવાદિત આત્મકથા બાદ શરૂ થયેલી તપાસનો હિસ્સો છે.

ADVERTISEMENT

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જોન બોલ્ટનના મેરિલેન્ડ સ્થિત નિવાસ પર એફબીઆઈએ અચાનક છાપો માર્યો છે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ કાર્યવાહી કોર્ટની પરવાનગી પછી કરવામાં આવી છે અને તેનો સીધો સંબંધ રાષ્ટ્રીય સુરક્ષાને લગતા સંવેદનશીલ અને ગુપ્ત દસ્તાવેજો સાથે છે, જેના સંબંધમાં બોલ્ટન શંકાસ્પદ માનવામાં આવી રહ્યા છે. એફબીઆઈના સૂત્રોએ જણાવ્યું કે જોન બોલ્ટન વિરુદ્ધ તપાસ 2020માં તેમની આત્મકથા The Room Where It Happened પ્રકાશિત થયા બાદ શરૂ થઈ હતી.

તે પુસ્તકમાં ઘણા રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગુપ્ત મુદ્દાઓ જાહેર થયા હોવાના આક્ષેપો થયા હતા. જો કે તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં તપાસ આગળ ધપાવવામાં આવી હતી, પરંતુ જો બિડેન સરકાર આવ્યા બાદ એ તપાસ થોડા સમય માટે સ્થગિત રાખવામાં આવી હતી. હવે, ટ્રમ્પ વિરુદ્ધ બોલ્ટનના ખુલાસાઓ અને ખાસ કરીને ભારતની નીતિઓ વિશે આપેલા નિવેદનો બાદ તપાસ ફરી તેજ કરવામાં આવી છે. એફબીઆઈ ડાયરેક્ટર કાશ પટેલે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે છાપાની કામગીરી સત્તાવાર રીતે શરૂ થઈ ચૂકી છે અને કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. તેમણે ઉમેર્યું કે એફબીઆઈ એજન્ટો રાષ્ટ્રીય સુરક્ષા માટે આપેલા મિશન પર કાર્યરત છે.

ભારત પર ટ્રમ્પની ટૅરિફ નીતિની ટીકા

જોન બોલ્ટન સતત ટ્રમ્પની વિદેશ નીતિની ટીકા કરતા રહ્યાં છે. ખાસ કરીને ભારતમાં લગાવવામાં આવેલા ટૅરિફ મુદ્દે તેમણે જાહેરમાં વિરોધ નોંધાવ્યો હતો. બોલ્ટને દાવો કર્યો હતો કે ટ્રમ્પ સરકારે જ્યારે ભારતે રશિયાથી ક્રૂડ ઑઇલ ખરીદવાનું શરૂ કર્યું ત્યારે ભારત પર ટેરિફ લગાવ્યો હતો, પરંતુ એવું જ કામ કરનાર ચીન પર કોઈ પગલું લેવામાં આવ્યું ન હતું. તે મુજબ, ટ્રમ્પની આ નીતિના કારણે ભારત રશિયા અને ચીનના વધુ નજીક જતા રહ્યું, જે અમેરિકાની વિદેશ નીતિ માટે ઘાતક સાબિત થઈ શકે છે.

વધુમાં વાંચો: અમરેલીમાં બોટ દુર્ઘટના, ગુમ થયેલા 11 માછીમારો પૈકી ત્રણના મૃતદેહ મળી આવ્યા

ભારત કોઈ પ્રતિબંધનો ભંગ કરતો નથી : બોલ્ટન

બોલ્ટને એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતે રશિયન ક્રૂડ ઑઇલ ખરીદી અને તેને રિફાઇન કરીને વૈશ્વિક બજારમાં વેચ્યું હોય તો પણ તે કોઈ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધના ભંગમાં નથી આવતું. તેમણે ઉમેર્યું હતું કે જો ટ્રમ્પે આ મુદ્દે ચિંતાવ્યક્ત કરી હોય તો આને વ્યાપારિક દ્રષ્ટિકોણથી નહિ પરંતુ રાજનૈતિક અને નીતિગત રીતે જોવુ જોઈએ. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે બોલ્ટન પર આ તાજેતરની કાર્યવાહી માત્ર દસ્તાવેજોની ચિંતા નહિ પણ તેમની રાજકીય ટીકા અને ખાસ કરીને ભારતની તરફેણમાં આપેલા નિવેદનો પર પણ જવાબી પ્રહાર હોઈ શકે છે. આ મામલે હજુ સુધી જોન બોલ્ટન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

John Bolton FBI Raid ,Trump India Tariff Policy

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ