ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ન્યૂયોર્ક, વોશિંગ્ટન, શિકાગોમાં ટ્રમ્પ સામે અમેરિકનો લાલઘૂમ, હજારો લોકો રસ્તા પર ઉતર્યા, જાણો મામલો

વિશ્વ / ન્યૂયોર્ક, વોશિંગ્ટન, શિકાગોમાં ટ્રમ્પ સામે અમેરિકનો લાલઘૂમ, હજારો લોકો રસ્તા પર ઉતર્યા, જાણો મામલો

Last Updated: 11:07 AM, 20 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Protests against Trump in America : ન્યુયોર્ક, વોશિંગ્ટન અને અમેરિકાના સેંકડો શહેરોમાં હજારો પ્રદર્શનકારીઓએ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની કઠોર નીતિઓ વિરુદ્ધ શનિવારે બીજુ મોટુ પ્રદર્શન કરી દેખાવો કર્યા હતા.

ADVERTISEMENT

Protests against Trump in America : ન્યુયોર્ક, વોશિંગ્ટન અને અમેરિકાના સેંકડો શહેરોમાં હજારો પ્રદર્શનકારીઓએ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની કઠોર નીતિઓ વિરુદ્ધ શનિવારે બીજુ મોટુ પ્રદર્શન કરી દેખાવો કર્યા હતા. સમાચાર એજન્સીના અહેવાલમાં આ અંગે માહિતી આપવામાં આવી છે.

ન્યૂયોર્કમાં શહેરની મુખ્ય લાઇબ્રેરીની બહાર પ્રદર્શનકારીઓ 'No Kings in America' ('અમેરિકામાં કોઇ રાજા નહીં' ) અને 'Resist Tyranny' ('અત્યાચારનો પ્રતિકાર કરો') જેવા નારા લખેલા પોસ્ટરો અને બેનરો લઈને એકઠા થયા હતા.

ઇમિગ્રેશન નીતિઓ સામે લોકોનો ગુસ્સો

આ વિરોધ પ્રદર્શનોમાં મોટાભાગનો ગુસ્સો ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓ સામે હતો. લોકો જોરથી નારા લગાવી રહ્યા હતા -'No ICE, no fear, immigrants are welcome here'. આ નારા યુએસ ઇમિગ્રેશન એજન્સી ICE એટલે કે ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના વિરોધમાં હતા, જે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અટકાયતમાં રાખે છે.

'ટ્રમ્પ પ્રશાસન કાયદાના શાસન પર હુમલો કરી રહ્યો છે'

વોશિંગ્ટન ડી.સી.માં દેખાવકારોએ ટ્રમ્પ વહીવટીતંત્ર પર બંધારણીય સિદ્ધાંતો, ખાસ કરીને ન્યાયની પ્રક્રિયાના અધિકારને નબળી પાડવાનો આરોપ લગાવ્યો. અહેવાલ મુજબ વ્હાઇટ હાઉસની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા 41 વર્ષીય બેન્જામિન ડગ્લાસે મીડિયાને કહ્યું, 'આ પ્રશાસન કાનૂનના શાસન અને નાગરિકો પર અત્યાચાર ન કરવાના મૂળભૂત ખ્યાલ પર સીધો હુમલો કરી રહ્યો છે.'

તેમણે પેલેસ્ટિનિયન સમર્થક વિદ્યાર્થી પ્રદર્શનકારી મહમૂદ ખલીલની મુક્તિની માંગ કરતું પોસ્ટર પકડ્યું હતું. ડગ્લાસે જણાવ્યું હતું કે કેટલાક વ્યક્તિઓને જાણી જોઈને ઝેનોફોબિયા ઉશ્કેરવા અને લાંબા સમયથી ચાલતા કાનૂની રક્ષણને નબળી પાડવાના પ્રયાસમાં નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

"આપણે એક મોટા ખતરામાં છીએ"

ન્યૂયોર્કની એક પ્રદર્શનકારી કૈથી વૈલી(ઉ.વ.73) જે હોલોકોસ્ટમાં બચી ગયેલા લોકોની પુત્રી છે, તેણે કહ્યું, અમે મોટા ખતરામાં છીએ. વધુમા કહ્યુ 'મારા માતા-પિતાએ મને હિટલરના ઉદય વિશે જે કહાની કહી હતી તે આજે ટ્રમ્પ યુગ સાથે મેળ ખાય છે.' ફરક ફક્ત એટલો જ છે કે ટ્રમ્પ હિટલર કે અન્ય ફાશીવાદી નેતાઓ કરતાં વધુ મૂર્ખ છે. તેનો ઉપયોગ થઈ રહ્યો છે અને તેની પોતાની ટીમમાં જ ફૂટ છે.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

જાહેર આરોગ્ય ભંડોળમાં કાપ સામે વિરોધ

બાલ્ટીમોરમાં જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં ઇમ્યુનોલોજી પીએચડીની વિદ્યાર્થીની 26 વર્ષીય ડેનિએલા બટલરે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા વિજ્ઞાન અને જાહેર આરોગ્ય ભંડોળમાં કાપ મૂકવા અંગે ચિંતા વ્યક્ત કરી. "જ્યારે વિજ્ઞાનની અવગણના કરવામાં આવે છે, ત્યારે લોકો મૃત્યુ પામે છે," તેમની પાસે ટેક્સાસનો નકશો હતો જેમાં તાજેતરના ઓરીના રોગચાળાના સ્થળો દર્શાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ NRI / ભૂલથી પણ પાસપોર્ટમાં આ જગ્યાનું નામ આવ્યું તો...! ટ્રમ્પ સરકારે બદલ્યો વિઝાને લગતો આ નિયમ

આ પ્રદર્શન '50501' નામના જૂથ દ્વારા આયોજિત કરવામાં આવ્યું

'50501' નામના આ જૂથે જે 50 રાજ્યોમાં 50 વિરોધ પ્રદર્શનો અને એક આંદોલનનું પ્રતિનિધિત્વ કરે છે, તેમણે જણાવ્યું હતું કે દેશભરમાં લગભગ 400 વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોએ લાખોની સંખ્યામાં ભાગ લેવાની અપેક્ષા રાખી હતી, પરંતુ 5 એપ્રિલના યોજાયેલા 'હેન્ડ્સ ઓફ' પ્રદર્શનની તુલનામાં આ વખતે ભીડ ઓછી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

donald Trump america Donald Trump Protest
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ