બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / બરાક ઓબામાની પ્રોફાઈલમાં દેખાયા ડોનાલ્ડ ટ્રમ્પ, તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

વિશ્વ / બરાક ઓબામાની પ્રોફાઈલમાં દેખાયા ડોનાલ્ડ ટ્રમ્પ, તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

Last Updated: 03:55 AM, 5 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની લિંકડઇન પ્રોફાઇલ પર અચાનક ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર દેખાઈ આવતા સોશિયલ મીડિયા પર હાહાકાર મચી જવા પામ્યો છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની લિંકડઇન પ્રોફાઇલ પર અચાનક ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર દેખાઈ આવતા સોશિયલ મીડિયા પર હાહાકાર મચી જવા પામ્યો છે. થોડા જ સમયમાં આ ફોટો લાખો લોકોએ જોઈ નાખ્યો અને મજેદાર મીમ્સની વરસાદ શરૂ થઈ ગઈ. શરૂઆતમાં ચર્ચા હતી કે ઓબામાની પ્રોફાઇલ હેક થઈ ગઈ હશે, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે આ એક ટેક્નિકલ ભૂલના કારણે થયું હતું. હાલ પણ પ્રોફાઇલ પર ટ્રમ્પની ઈમેજ દેખાઈ રહી છે, જેના કારણે લોકોને લાગ્યું કે ટ્રમ્પ પોતાને ઓબામાની સરખામણીમાં ઊભા કરવા માગે છે.

ટ્રમ્પનો મજેદાર પ્રતિસાદ

આ મુદ્દે જ્યારે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હસતાં કહ્યું, મને તો આ ખુબ જ મિત્રતા ભર્યું લાગે છે. તેમનો આ જવાબ સાંભળતા જ સોશિયલ મીડિયા પર યુઝર્સે ટ્રોલિંગ વધુ તેજ કરી દીધી.

ઓબામા–ટ્રમ્પનો અગાઉનો પ્રસંગ

જાન્યુઆરીમાં પૂર્વ રાષ્ટ્રપતિ જિમ્મી કાર્ટરનાં અંતિમ સંસ્કાર દરમિયાન ઓબામા અને ટ્રમ્પ એકબીજા સાથે વાત કરતાં જોવા મળ્યા હતા. તે ક્લિપ પણ વાયરલ થઈ હતી, જેના પર ટ્રમ્પે કહ્યું હતું – “મને લાગ્યું જ નહીં કે અમે એટલા મિત્રતાભર્યા લાગી રહ્યા છીએ. કદાચ આપણે એકબીજાને ગમતા હોઈએ.”

રાજકીય વિરોધ છતાં સમાચારમાં એક સાથે

બરાક ઓબામા અમેરિકાના 44મા રાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પાર્ટીના પ્રતિનિધિ રહ્યા છે.

જ્યારે ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના નેતા છે અને ઘણીવાર ઓબામાની નીતિઓના વિરોધી રહ્યા છે.

છતાં આવી ઘટનાઓ તેમને વારંવાર એક જ મંચ પર ચર્ચાનો વિષય બનાવી દે છે.

વધુ વાંચો: PM મોદીએ EU ચીફ સાથે કરી વાત, રશિયા-યુક્રેન યુદ્ધ સહિત આ મુદ્દાઓ પર ચર્ચા

હાલ લિંકડઇનએ આ ગડબડને દુર કરવાની ખાતરી આપી છે, પરંતુ ઓબામાની પ્રોફાઇલ પર ટ્રમ્પની તસવીર દેખાવાની આ અનોખી ઘટના સોશિયલ મીડિયામાં હજી ચર્ચાનો ગરમ મુદ્દો બની રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WorldNews DonaldTrump BarackObama
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ