બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:02 AM, 10 June 2026
મિડલ ઇસ્ટમાં હોર્મુઝની ખાડી ફરી એકવાર યુદ્ધનું મેદાન બની ગઈ છે. અપાચે હેલિકોપ્ટરના ક્રેશ બાદ અમેરિકાએ ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન બંને દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ મુજબ એક ઈરાન પર અમેરિકાના હુમલાઓએ હોર્મુઝની આસપાસના અનેક એર ડિફેંસ અને રડાર સિસ્ટમોને નિશાન બનાવ્યા છે.
ADVERTISEMENT
SIX EXPLOSIONS heard in Qeshm, STRAIT OF HORMUZ as Trump BOMBS IRAN in 'PROPORTIONAL RESPONSE' — IRIB pic.twitter.com/X18kLSBPWg
— RT (@RT_com) June 9, 2026
આ અંગે ટ્રમ્પે કહ્યું કે, જવાબ આપવો જરૂરી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં એક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું, આથી અમેરિકાએ મંગળવારે ઈરાન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. બીજી તરફ ઈરાનનો દાવો છે કે તેને યુએસ અપાચે હેલિકોપ્ટરને તોડી પાડ્યું નથી અને આ ઘટનાનો ઉપયોગ ઈરાન પર હુમલો કરવાના બહાના તરીકે કરી રહ્યું છે. અત્યારે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે અને શાંતિ વાટાઘાટોની સંભાવનાઓ પર ફરી સવાલ ઊભો થયો છે.
ADVERTISEMENT
ઈરાની સ્ટેટ મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, હોર્મુઝના કેશમ ટાપુ પર હુમલો થયો છે, અને એક પ્રોજેકટાઇલ સિરિકમાં પડ્યા હોવાની પુષ્ટિ થઈ છે. બંદર અબ્બાસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાનની સ્ટેટ સમાચાર એજન્સી અનુસાર હોર્મુઝગનના પૂર્વીય વિસ્તારોમાં વિસ્ફોટોનાઆવજ સંભળાયા હતા.
ADVERTISEMENT
અમેરિકાના હુમલા બાદ ઈરાનના વિદેશ મંત્રી સઈદ અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, "યુદ્ધભૂમિમાં હાર છતાં અમેરિકાએ અમારા ઇરાદાઓની કસોટી લેવાનું નક્કી કર્યું. અમારી શક્તિશાળી સેના કોઈપણ હુમલો કે ધમકીનો જવાબ આપ્યા વગર છોડશે નહીં. જો તમે સુરક્ષિત રહેવા માંગતા હોવ તો અમારો ઇલાકો છોડી દો. ફારસની ખાડીના ઇતિહાસમાં બહારના લોકોના ઘૂસણખોરીના ભયંકર પરિણામો વિશે અનેક અધ્યાયો છે."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.