બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:32 AM, 10 June 2026
પાકિસ્તાની આર્મીએ અફઘાનિસ્તાનના બોર્ડર વિસ્તારોમાં હવાઈ હુમલા શરૂ કર્યા છે. આ હુમલાઓમાં મોટાભાગના માર્યા ગયેલા બાળકો હતા. આ અંગે અફઘાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, પાકિસ્તાની આર્મીએ ગઈકાલે રાત્રે ફરી એકવાર અફઘાન એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું અને કુનાર, ખોસ્ત અને પક્તિકા પ્રાંતોમાં નાગરિક ઘરો પર બોમ્બમારો કર્યો છે.
ADVERTISEMENT
આ હુમલાઓમાં 11 બાળકો, એક મહિલા અને એક વૃદ્ધ પુરુષનું મોત થયું છે. જેમાં ખોસ્ત પ્રાંતના એક અધિકારીએ અહેવાલ આપ્યો છે કે, સ્પેરા જિલ્લામાં એક ઘર પર થયેલા હુમલામાં નવ લોકો મર્યા છે અને 10 અન્ય ઘાયલ થયા છે. પક્તિકા પ્રાંતમાં એક અલગ હુમલામાં ત્રણ લોકો મર્યા છે. પાકિસ્તાની આર્મીએ હજુ સુધી અફઘાનિસ્તાનના આ આરોપોનો સત્તાવાર રીતે જવાબ આપ્યો નથી.
🚨 WAR CRIME ALLEGATION: CIVILIAN CASUALTIES IN KHOST
— مولوی صاحب جلالی🦅 (@ahmad_halal_H) June 10, 2026
1/2 Reports indicate that a bombing attributed to the Pakistani military in Afghanistan's Khost Province resulted in the deaths of nine civilians, including one woman and eight children between the ages of 7 and 10... pic.twitter.com/MfqtDo86o2
ADVERTISEMENT
આ હુમલાઓ તાજેતરના અઠવાડિયામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા સૌથી ઘાતક છે. જેમાં ફેબ્રુઆરીના અંતમાં બંને દેશો વચ્ચેના યુદ્ધ બાદ સરહદ પર થોડી શાંતિ હતી પરંતુ હવે તણાવ ફરી વધ્યો છે. UNના અહેવાલ મુજબ, આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં અફઘાનિસ્તાનમાં થયેલા સંઘર્ષમાં 372 નાગરિકો મર્યા છે અને 397 ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હુમલાઓ ઘણા વર્ષોથી ચાલુ છે.

ADVERTISEMENT
આ દરમિયાન ભારતે UNમાં અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે રમઝાન મહિનામાં દેશ પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. ફરી એકવાર પાકિસ્તાને બાળકો પર ગોળીબાર કરીને હ્યુમન રાઈટનું ઉલ્લંઘન કર્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પાકિસ્તાન તાલિબાન સરકાર પર પાકિસ્તાની તાલિબાન (TTP) ને આશ્રય આપવાનો અને તેમને હુમલાઓ કરવાની છૂટ આપવાનો આરોપ લગાવી રહ્યું છે. અફઘાનિસ્તાનનો આરોપ છે કે ઘૂસણખોરી પાકિસ્તાનમાંથી થાય છે અને તેના નાગરિકોને નિશાન બનાવવામાં આવે છે. પાકિસ્તાન પહેલેથી જ આંતરિક અશાંતિનો અનુભવ કરી રહ્યું છે અને અફઘાનિસ્તાનને લઈને બંને દેશો વચ્ચે વધતો તણાવ એક માર્ગ બની શકે છે. જે આ વિસ્તારમાં સ્થિરતાને જોખમમાં મૂકી શકે છે. અફઘાનિસ્તાનમાં સંકટ પહેલાથી જ છે અને આ હુમલાઓ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. જ્યારે બંને દેશો વચ્ચે હજુ સુધી કોઈ વાતચીત શરૂ થઈ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.