ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:04 AM, 13 November 2025
ADVERTISEMENT
ન્યૂયોર્કના ચૂંટાયેલા મેયર ઝોહરાન મમદાની ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. આ વખતે કારણ છે તેમનું બોલ્ડ ચૂંટણી વચન, ઇઝરાયલના PM બેન્જામિન નેતન્યાહૂની ધરપકડ કરવાનું. મમદાની એ ચૂંટણી પ્રચાર દરમિયાન સ્પષ્ટપણે કહ્યું હતું કે જો નેતન્યાહૂ ન્યૂયોર્કની મુલાકાત લેશે તો તેઓ તેમની ધરપકડનો આદેશ આપશે. 0હવે અહેવાલો મુજબ, નેતન્યાહૂને આવતા વર્ષે 1 જાન્યુઆરીએ ન્યૂયોર્કની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, એ જ દિવસે મમદાની મેયર તરીકે શપથ લેશે. આ બંને ઘટનાઓને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT

મમદાની અનેક ઇન્ટરવ્યુમાં કહી ચૂક્યા છે કે તેઓ આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત (ICC) દ્વારા જારી કરાયેલા ધરપકડ વોરંટનો સન્માન કરશે. ICC એ ગાઝા યુદ્ધ દરમ્યાન ઇઝરાયલના પગલાં માટે નેતન્યાહૂ પર યુદ્ધ ગુનાઓ અને માનવતા વિરુદ્ધ ગુનાઓના આરોપ લગાવ્યા છે. ગયા મહિને એક પત્રકાર દ્વારા એક પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે, નેતન્યાહૂ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ન્યૂયોર્ક આવે તો શું તેઓ ધરપકડ કરશે? તેના જવાબમાં મમદાનીએ કહ્યું,
ADVERTISEMENT

“આ વ્યક્તિ પર ICC એ ધરપકડ વોરંટ જારી કર્યું છે. તેના પર ગાઝામાં નરસંહારનો આરોપ છે. આ માનવતાની પવિત્રતાનું અપમાન છે, અને ન્યૂયોર્કવાસીઓ આ બાબતે ગંભીર છે.” મમદાનીનું કહેવું છે કે મેયર તરીકે તેમની ભૂમિકા માત્ર પ્રશાસન પૂરતી નહીં પરંતુ એક સંદેશ આપવાની પણ છે – ન્યૂયોર્ક આંતરરાષ્ટ્રીય કાયદા અને માનવ અધિકાર પર વિશ્વાસ રાખે છે. પરંતુ બીજી બાજુ, રિપબ્લિકન નેતા ઇના વર્નિકોવે નેતન્યાહૂને ન્યૂયોર્ક આવવાનું સત્તાવાર આમંત્રણ આપ્યું છે. તેમણે પત્રમાં લખ્યું, “મમદાની જેવા માર્ક્સવાદી નેતાઓના વિરોધ છતાં, તમારી મુલાકાત એ યાદ અપાવશે કે ન્યૂયોર્ક શહેર ઇઝરાયલ અને યહૂદી સમુદાય સાથે ઉભું છે.”
ADVERTISEMENT

ADVERTISEMENT
કાનૂની નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તે શક્ય નથી. કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સે ICC સંધિ પર હસ્તાક્ષર કર્યા નથી, એટલે ICCનો અમેરિકામાં કોઈ કાનૂની અધિકાર નથી. વધુમાં, ફેડરલ કાયદા મુજબ સ્થાનિક સ્તરે આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ અમલમાં મૂકી શકાય નથી. અટલાં માટે, જો ન્યૂયોર્ક સિટીના અધિકારીઓ ધરપકડ કરવાનો પ્રયાસ કરે તો ફેડરલ એજન્સીઓ તેને રોકી શકે છે.
આ પણ વાંચો : VIDEO: મુસાફરો ભરેલી બસમાં ખીણમાં ખાબકી, 37 લોકોના દર્દનાક મોત
ADVERTISEMENT
જુલાઈ 2025માં વ્હાઇટ હાઉસમાં એક બેઠક દરમિયાન નેતન્યાહૂએ પણ મમદાનીના દાવાને નકારી કાઢ્યો હતો. તેમણે પત્રકારોને કહ્યું કે તેમને કોઈ ચિંતા નથી. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જેમને તેઓ “મોટા ભાઈ” કહે છે, તેઓ સાથે ન્યૂયોર્ક જશે. આ રીતે, મમદાનીનું નિવેદન રાજકીય ચર્ચા અને કાનૂની વિવાદ બંનેનું કેન્દ્ર બની ગયું છે. હવે સૌની નજર 1 જાન્યુઆરી પર છે — જ્યારે ન્યૂયોર્કનો નવો મેયર અને ઇઝરાયલી વડા પ્રધાન એક જ શહેરમાં હશે. શું એ દિવસ રાજકીય ઇતિહાસ લખશે કે માત્ર વચનોનું રાજકારણ રહેશે?
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો