બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વાસ્તવમાં જે છોડ માટે અમે વાત કરી રહ્યા છીએ એ છે હોગવીઝા અથવા કીલર ટ્રી. આ છોડનું નામ હેરકિલમ મેન્ડાગેઝિનમ છે. આ છોડ બ્રિટેનના લંકાશાયર નદીના કિનારે પણ મળી આવે છે. આ છોડ ખૂબ ખતરનાક હોય છે અને એની વધારેમાં વધારે લંબાઇ લગભગ 14 ફીટ સુધી હોય છે. આ છોડ એટલો ખતરનાક હોય છે કે એને અડવાથી તરત જ હાથમાં ફોડલા પડી જાય છે.

ADVERTISEMENT
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ છોડના 48 કલાકની અંદર ખતરનાક અસર દેખાડે છે. એને અડવાથી મૃત્યુ થઇ શકે છે. જો કે આ છોડ જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. એની અંદર સેન્સઆઇઝિદ ફૂરાનોકોમારિન્સ નામનું રસાયણ હોય છે જે ખૂબ ખતરનાક હોય છે.
લોકો આ છોડને આકર્ષક જોઇને એની તરફ આકર્ષાય છે. પરંતુ ભૂલથી પણ તમે એને અડી જાવ છો તો માત્ર થોડાક કલાકમાં તમને મહેસૂસ થશે કે તમારી સમગ્ર સ્કીન બળી રહી છે. ડૉક્ટરે એવુ પણ કહ્યું છે કે જો તમે એને અડી લીધું તો આંધળા પણ થઇ શકો છો. સૌથી ખાસ વાત અત્યાર સુધી એ છે કે આ છોડથી થનાર નુકસાનથી નિપટવા માટે હજુ સુધી કોઇ દવા બની નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.