ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / world-first-portable-air-conditioner-coolala

NULL / દુનિયાનું પહેલું પોર્ટેબલ AC વગર વિજળીએ ચાલશે 8 કલાક

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ઉનાળો ચાલી રહ્યો છે. ઉનાળાની ગરમીને કારણે હાલ લોકોની તકલીફોમાં વધારો થયો છે. એવામાં અહીં અમે તમને એક એવા AC વિશે જણાવી રહ્યાં છે જેને તમે તમારી સાથે કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકો છો. આ એરકન્ડીશનર પોર્ટેબલ છે. તેનું નામ Coolala છે. તેને Coolala કંપનીએ બનાવ્યું છે. તે વિશ્વનું પ્રથમ પોર્ટેબલ અને સોલર પાવર્ડ એર કન્ડીશનર છે. જેને ગરમીથી રાહત આપવા માટે ડિઝાઈન કરવું આવ્યું છે. તેની શરૂઆતની કિંમત 13500 રૂપિયા છે.

સોલર એનર્જીથી થાય છે ચાર્જ:

આ AC ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટીની નહી જરૂર પડે આ સોલર એનર્જીથી ચાર્જ થઇ જશે.  એક વાર ચાર્જ થયા બાદ તેની બેટરી 8 કલાક સુધી ચાલી શકે છે. તે 150 સ્કેવર ફીટના એરિયાને ઠંડુ કરી શકે છે. તેની ખાસ વાત એ છે કે તેમાં LED લાઈટ આપવામાં આવી છે. તેમાં ACની સાથે સોલર પેનલ પાવર બેન્ક એકઝોસ્ટ હોસ AC અને DC એડપ્ટર આવે છે. તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. તે જૂનથી મળવાનું શરૂ થશે.

આ રીતે કરી શકો છો યુઝ:

ઘરની અંદર તેને યુઝ કરવા માટે કૂલાલોને પાવર એડપ્ટરથી પ્લગ ઈન કરવાનું હોય છે અને આઉટડોર યુઝ માટે તેની સાથે આપવામાં આવેલા પાવર સ્ટેશન સાથે એટેચ કરવાનું હોય છે. ઘણી વાર સૂરજ ન હોવા પર પણ તે પાવર સ્ટેશન દ્વારા કામ કરે છે.

માત્ર 3 કિલો છે વજન:

તેમાં વર્લ્ડનું મોસ્ટ પાવરફુલ માઈક્રો એર કોમ્પ્રેસર આપવામાં આવ્યું છે. તેનું વેટ 3 કિલો છે. તેને વ્હીલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. આવા બીજા એરકન્ડીશનર પણ ડિઝાઈન કરવામાં આવ્યા છે. જોકે તેમાં શોર્ટ બેટરી લાઈફ હોવાને કારણે તે એક્સેસેબલ નથી. તેને એક વાર ચાર્જ કર્યા બાદ તમને બેટરી લો થવાના પ્રોબ્લેમમાંથી છુટકારો મળી જશે. Coolala 3500 BTU એર કન્ડીશનર છે તેમાં 100 વોટની એનર્જી આપવામાં આવી છે.

6 વેરિઅન્ટમાં છે ઉપલબ્ધ:

તેનું બેસિક મોડલ માત્ર 13503 રૂપિયામાં ઉપલબ્ધ છે. જયારે સૌથી મોંઘું મોડલ 30 874 રૂપિયામાં આવે છે. તેની સાથે એકઝોસ્ટ હોસ અને એસી/ડીસી એડપ્ટર આવી જશે. તેની સાથે 8 કલાક સુધી ચાલનાર પાવર બેન્ક 100wની સોલર પેનલ એકઝોસ્ટ હોસ અને એસી ડીસી એડપ્ટર આવે છે. તેના અન્ય 6 મોડલો પણ ઉપલબ્ધ છે. જેની પ્રાઈસ અલગ-અલગ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ