બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 Team India Squad announcemnet sanju samson KL Rahul

World Cup 2023 / Team India Squad: વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં K L રાહુલની જગ્યા પાક્કી, આ ખેલાડીનું કપાઈ જશે પત્તું, લાખો ફેન્સના તૂટશે દિલ

Arohi

Last Updated: 03:17 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023: ICC વનડે વર્લ્ડ કપ 2023 માટે મંગળવારે એટલે કે આજે ભારતીય ટીમની જાહેરાત થશે. હવે તેમાં સવાલ એ ઉઠે છે કે કોણ ટીમમાં હશે અને કોણ નહીં. આમ તો મોટાભાગે ખેલાડીઓનું નામ કન્ફર્મ છે બસ એમુક પ્લેયર્સને લઈને કન્ફ્યુઝન છે.

  • વર્લ્ડ કપમાં K L રાહુલની જગ્યા પાક્કી
  • આ ખેલાડીનું કપાઈ શકે છે પત્તુ
  • લાખો ફેન્સના તૂટશે દિલ 

એશિયા કપ 2023 બાદ ભારતીય ટીમે ઓક્ટોબર-નવેમ્બરના મહિનામાં વનડે વર્લ્ડ કપમાં ભાગ લેવાનો છે. આ મેગા ટૂર્નામેન્ટ માટે મંગળવારે ભારતીય સ્ક્વોડની જાહેરાત કરવામાં આવશે. વનડે વર્લ્ડ કપ માટે જે ખેલાડીઓની પોઝીશન પર તલવાર લટકી રહી છે તે વિકેટકીપર સંજૂ સેમસન છે. 
સંજૂ એશિયા કપ 2023 માટે ટ્રાવેલિંગ રિઝર્વ માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા. સરળ ભાષામાં કહીએ તો રાહુલ ઈજાગ્રસ્ત હોવા કારણે એશિયા કપની શરૂઆતની મેચોથી બહાર હતા. જેના કારણે સંજૂને ઈશાન કિશનના બેકઅપ તરીકે રાખવામાં આવ્યા હતા. 

સંજૂનું કપાઈ જશે પત્તું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેએલ રાહુલે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે અને તે જલ્દી એશિયા કપ માટે શ્રીલંકા રવાના થઈ જશે. કેએલ રાહુલની વાપસી બાદ તેમના વર્લ્ડ કપના સ્ક્વોડમાં સિલેક્ટ થવું નક્કી છે. એવામાં સંજૂ વનડે કપની ટીમથી બહાર થઈ શકે છે. રાહુલ ઉપરાંત ઈશાન કિશાન પણ વર્લ્ડ કપ માટે વિકેટકીપર તરીકે સિલેક્ટ થઈ શકે છે. 

તમને જણાવી દઈએ કે કેએલ રાહુલને IPL 2023 વખતે હેમસ્ટ્રિંગની ઈજા થઈ ગઈ હતી. જેના કારણે તે ઘણા સમય સુધી ક્રિકેટથી દૂર હતા. તેમની તબીયતમાં સુધાર હતો. પરંતુ એશિયા કપ પહેલા કેએલ રાહુલને મામુલી ઈંજરી થઈ ગઈ. જેના કારણે તેમને એશિયા કપની શરૂઆતી મેચોથી બહાર રહેવું પડ્યું. 

રાહુલ અને સંજૂનું વનડેમાં પ્રદર્શન 
સંજૂ સેમસનને વનડે ક્રિકેટમાં 13 મેચ રમી છે. તેમાં તેમણે 55.71ની એવરેજથી 390 રન બનાવ્યા છે. તેણે 3 હાફ સેન્ચુરી ફટકારી હતી. ત્યાં જ રાહુલે 54 વનડે મેચ રમી છે. ત્યારે તે 45.13ની એવરેજથી 1986 રન બનાવી ચુક્યા છે. રાહુલે 54 મેચની 52 ઈનિંગમાં 5 સેન્ચુરી અને 13 હાફ સેન્ચુરી લગાવી છે. 

વર્ડ કપ 2023 માટે ભારતની સંભવિત ટીમ 

  • રોહિત શર્મા (કેપ્ટન) 
  • શુભમન ગિલ
  • વિરાટ કોહલી
  • શ્રેયસ અય્યર
  • ઈશાન કિશન (વિકેટકીપર)
  • સુર્યકુમાર યાદવ 
  • કેએલ રાહુલ (વિકેટકીપર)
  • હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન)
  • જસપ્રીત બુમરાહ
  • રવીન્દ્ર જાડેજા
  • શાર્દુલ ઠાકુર
  • અક્ષર પટેલ 
  • કુલદીપ યાદવ 
  • મોહમ્મદ શમી 
  • મોહમ્મદ સિરાઝ 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ