બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / world cup 2023 mohammed shami talk about being benched in india vs nz wc

ક્રિકેટ / હું બહાર બેન્ચ પર બેઠો હતો, પણ ટીમ જીતી રહી હતી...: 5 વિકેટ લેનાર મેચ વિનર શમીએ ઈમોશનલ થઈને જે કહ્યું, તે જાણીને તમે પણ કરશો સલામ

Arohi

Last Updated: 03:12 PM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Mohammed Shami: વર્લ્ડ કપ 2023માં NZના સામે મેચમાં મોહમ્મદ શમીને શાર્દુલ ઠાકુરની જગ્યા પર ટીમમાં શામેલ કરવામાં આવ્યા અને તેમણે શાનદાર પ્રદર્શન કર્યું.

  • NZ સામે ભારતનું શાનદાર પ્રદર્શન 
  • મેચ બાદ ઈમોશનલ થયા મહમ્મદ શમી 
  • કહ્યું- હું બહાર બેન્ચ પર બેઠો હતો, પણ...

ટીમ ઈન્ડિયાએ ધર્મશાળાના મેદાન પર શાનદાર પ્રદર્શન આપતા વિશ્વકપમાં ખૂબ જ મજબૂત દેખાતી ન્યૂઝીલેન્ડ ટીમને ચાર વિકેટથી હરાવી. આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર 95 રન બનાવ્યા. ત્યાં જ બોલિંગમાં વિશ્વકપમાં પહેલી મેચ રમી રહેલા મોહમ્મદ શમીએ જોરદાર વાપસી કરી. શમીએ મેચમાં પોતાના પહેલા મેચ પર વિકેટ લેવાની સાથે સાથે પાંચ કિવી બેટ્સમેનને આઉટ કરી દીધા. 

શમીને આ મેચમાં શાર્દુલ ઠાકુરના કારણે ટીમમાં શામેલ કરવામાં આવ્યા હતા અને તેમણે કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કર્યો. શમીએ 10 ઓવર નાખી. જેમાં તેમણે 54 રન આપીને 5 વિકેટ હાસિલ કરી હતી. તેમણે વિલ યંગ, રચિન રવીંદ્ર, ડેરેલ મિચેલ, મિચેલ સેન્ટનર અને મેટ હેનરીની વિકેટ લીધી. આ શાનદાર પ્રદર્શન બાદ મોહમ્મદ શમી ખૂબ જ ખુશ જોવા મળ્યા. 

તેમણે કહ્યું, "આટલા લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરવા પર તમને આત્મવિશ્વાસ હાસિલ કરવાની જરૂર હોય છે અને આ મેચમાં મેં તે જ કર્યું છે. જો ટીમ સારૂ પ્રદર્શન કરી રહી હોય તો બહાર બેસવું મુશ્કેલ કામ નથી. જો તમારા સાથે સારૂ કરી રહ્યા છો તો તમારે તેમનું સમર્થન કરવું જોઈએ. ટીમના હિતમાં કંઈ પણ કરવા માટે તૈયાર છું."

શમીએ આગળ લખ્યું, "પહેલા બોલ પર વિકેટ મળવાથી મને ખૂબ આત્મવિશ્વાસ આવ્યો. મેચમાં છેલ્લી વિકેટ પાડવી ખૂબ જ જરૂરી હતી. તમે હંમેશા ઈચ્છતા હોવ કે તમારી ટીમ ટોપ પર રહે. હું ખુશ છું કે મને તે વિકેટ મળી અને ભારત ટેબલ પર ટોપ પર આવી ગયો."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ