બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023: 19 players list is ready but BCCI can remove 4 players, suryakumar samson have less chance of playing

World Cup 2023 / વર્લ્ડ કપ માટે 19 ખેલાડીઓનું લિસ્ટ તૈયાર, આ 4 દિગ્ગજ ક્રિકેટરોનું કપાશે પત્તું? બે નામ ચોંકાવનારા

Vaidehi

Last Updated: 10:51 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC World Cup :વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનાં 19 સંભવિત ખેલાડીઓની લિસ્ટ તૈયાર થઈ ચૂકી છે. જો કે BCCI તેમાંથી 4 ખેલાડીઓનાં નામ રદ કરી શકે છે.

  • વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓની લિસ્ટ તૈયાર
  • સંભવિત 19 ખેલાડીઓનાં નામ સામે આવ્યાં
  • BCCI 4 ખેલાડીઓનાં નામ રદ કરી શકે છે

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની તૈયારીમાં લાગી ગઈ છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમને ICC ટૂર્નામેંટથી પહેલા એશિયા કપ અને ઑસ્ટ્રેલિયાની સામે 3 મેચોની વનડે સીરીઝ રમવાની છે. વર્લ્ડકપ માટે 19 સંભવિત ખેલાડીઓની લિસ્ટ તૈયાર થઈ ચૂકી છે. BCCIનાં સિલેક્ટર્સ આ 19માંથી કયા 15 ખેલાડીઓને ICC ટૂર્નામેંટમાં મોકો આપે છે એ તો જોવાનું રહ્યું. 

આ 2 પ્લેયર્સનાં ચાન્સ ઓછા
સૂર્યકુમાર યાદવ અને સંજૂ સેમસન વેસ્ટઈંડિઝની મેચોમાં ખાસ પ્રદર્શન કરી નથી શક્યાં તેવામાં 15ની લિસ્ટમાં તેમનું નામ રદ થવાનાં ચાન્સ છે. આ સિવાય સ્પીડ બોલર જયદેવ ઉનાદકટ અને શાર્દુલ ઠારુરમાંથી કોઈ એકને સ્થાન મળી શકે છે.
 
World Cup માટે સંભાવિત ગ્રુપ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયલ અય્યર, કે.એલ. રાહુલ, હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, સંજૂ સેમસેન, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનાદકટ, મુકેશ કુમાર, યુજવેંદ્ર ચહલ.

16થી લઈને 18 ખેલાડીઓનું સિલેક્શન શક્ય
રિપોર્ટ અનુસાર ભારત, એશિયા કપ અને ઑસ્ટ્રેલિયાની સામે થતી ઘરેલૂ સીરીઝ માટે 16થી લઈને 18 ખેલાડીઓનું સિલેક્શન કરી શકે છે. જયદેવ ઉનાદકટ અને શાર્દુલ ઠાકુરને શ્રીલંકામાં થનારી એશિયા કપ અને ઑસ્ટ્રેલિયાની સામેની 3 મેચો રમવાનો મોકો મળશે. કે.એલ રાહુલ અને શ્રેયસ અય્યરનાં આવવાથી ભારતની સ્થિતિ વધુ મજબૂત થશે.

ત્રીજો સ્પિનર કોણ?
ટીમમાં બોલર્સ અને ત્રીજા સ્પિનરને લઈને હજુ સુધી સ્પષ્ટતા નથી કરવામાં આવી. જસપ્રીત બુમરાહની રિકવરી જો 80% હશે તો તે વર્લ્ડ કપ રમી શકશે. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજનું મેચ રમવું પણ નક્કી જ છે. હાર્દિક પંડ્યા ચોથા ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવશે. આશા છે કે તે પ્રત્યેક મેચમાં 6થી 8 ઓવર કરશે. જો ત્રીજા સ્પિનરનો સવાલ છે તો ટીમ પાસે અક્ષર પટેલ છે કે જે યજુવેંદ્ર ચહલથી હાલમાં આગળ છે. જો કે તે રવિન્દ્ર જાડેજા જેવી બોલિંગ કરે છે.

શાર્દુલનું પર્ફોર્મન્સ સારું
જો પ્રદર્શનની વાત કરીએ તો શાર્દુલ ઠાકુર ઘણાં આગળ છે. તેમણે વેસ્ટઈંડીઝમાં 3 વનડે મેચમાં 8 વિકેટ લીધી હતી. જ્યાં સુધી જયદેવ ઉનાદકટનો સવાલ છે તો તેમને લેફ્ટી બોલર હોવાનો ફાયદો મળી શકે છે. આ સિવાય લેફ્ટી બોલરમાં અર્શદીપ સિંહને એશિયન ગેમ્સ માટે પસંદ કરવામાં આવ્યાં છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ