ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ડોનાલ્ડ ટ્રમ્પ નહી, 2025 માં આ મહિલાને મળી શકે છે નોબલ શાંતિ પુરસ્કાર

વિશ્વ / ડોનાલ્ડ ટ્રમ્પ નહી, 2025 માં આ મહિલાને મળી શકે છે નોબલ શાંતિ પુરસ્કાર

Last Updated: 11:11 PM, 8 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2025ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એક રશિયન નેતાની પત્ની વચ્ચે હરીફાઈ જોવા મળી રહી છે. આ રેસને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા થઈ રહી છે. જાણો કોણ છે તે મહિલા જે ડોનાલ્ડ ટ્રમ્પની પણ સાઇડ કાપી શકે છે?

ADVERTISEMENT

2025ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને એલેક્સી નવેલનીની પત્ની યુલિયા નવેલનાયાના નામોની ચર્ચા ચાલી રહી છે. પાકિસ્તાન અને ઇઝરાયલના કેટલાક નેતાઓએ ટ્રમ્પને સમર્થન આપ્યું છે, જ્યારે સટ્ટાબાજો યુલિયાને વધુ પસંદ કરી રહ્યા છે. યુલિયા, પુતિન સામેના પોતાના સંઘર્ષ અને રાજકીય પદ પર ન હોવાને કારણે મુખ્ય દાવેદાર માનવામાં આવી રહી છે.

વર્ષ 2025 નો નોબેલ પુરસ્કાર કોને મળશે?

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને પાકિસ્તાન અને ઇઝરાયલની પેરવીએ આ પ્રશ્નને ચર્ચામાં મૂકી દીધો છે. સોમવાર રાત્રે ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ટ્રમ્પને શાંતિના નોબેલ માટે સૌથી યોગ્ય ગણાવ્યો હતો. પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીરે પણ ટ્રમ્પના નામની પેરવી કરી હતી.

આ દરમિયાન અમેરિકી મેગેઝીન ન્યૂઝવીકે નોબેલને લઈને એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે નોબેલ માટે દુનિયાભરના સટ્ટાબાજો ટ્રમ્પ કરતા વધુ રશિયામાં માર્યા ગયેલા વિરોધપક્ષના નેતા એલેક્સી નવેલનીની પત્ની યુલિયાને પસંદ કરી રહ્યા છે.

yuliya-naveliya

ટ્રમ્પ કરતા વધુ યુલિયાને પ્રાધાન્ય

મેગેઝીને સટ્ટાબાજી વેબસાઇટ ઓડ્સચેકરનો હવાલો આપતા જણાવ્યું છે કે સટ્ટાબાજો સૌથી વધુ યુલિયાને પસંદ કરે છે. નોબેલની દોડમાં ટ્રમ્પને માત્ર 17/2 (10.5 ટકા) અને 6/1 (14.3 ટકા) નંબર મળ્યા છે. આ સરેરાશ નંબર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ નોબેલ જીતનારાઓની દોડમાં બીજા ક્રમે છે.

યુલિયાની દાવેદારી બે કારણોથી મુખ્ય માનવામાં આવી રહી છે. એક તો એ કે એલેકસી નવેલનીના મૃત્યુ પછી યુલિયા સતત વ્લાદિમીર પુતિનની તાનાશાહીની સામે લડી રહી છે. બીજું કે ટ્રમ્પની જેમ યુલિયા કોઈ ઉચ્ચ બંધારણીય પદ પર નથી.

રિપોર્ટ પ્રમાણે યુલિયા અને ટ્રંપ સિવાય સંયુક્ત રાષ્ટ્ર સંગઠનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ આ દોડમાં શામેલ છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંગઠન તરફથી ફિલિસ્તીનમાં કામ સંભાળી રહેલા જનરલ ફિલિપ લાઝારિનીનું નામ પણ સમાવેશ પામે છે.

યુલિયા નવેલનાયા વિશે

1976માં યુલિયાનું જન્મ મોસ્કોમાં થયો હતો. યુલિયાએ પ્રારંભિક ભણતર રશિયામાં જ કર્યું. રશિયન યુનિવર્સિટીમાંથી તેણે ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવી. ત્યારબાદ યુલિયા એક બેન્કમાં કામ કરવા લાગી.

1998માં તુર્કિયેમાં હોલિડે પર ફરવા દરમિયાન યુલિયાની મુલાકાત એલેકસી સાથે થઈ હતી. એલેકસી રશિયાના જાણીતા વકીલ હતા. વર્ષ 2000માં બંનેએ લગ્ન કરી લીધા. યુલિયા અને એલેકસીના બે બાળકો છે. હાલમાં યુલિયા બ્રિટેનમાં રહે છે.

પતિ એલેકસીની હત્યા બાદ યુલિયાએ પુતિન પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. યુલિયાએ એલાન કર્યું હતું કે એક દિવસ તે રશિયામાં રાષ્ટ્રપતિની ખુરશી સંભાળશે. યુલિયા આ જ મિશન હેઠળ રશિયામાં પોતાનું અભિયાન ચલાવે છે.

શાંતિનો નોબેલ કેવી રીતે મળે છે?

નોબેલ પુરસ્કાર કેવી રીતે અને શા માટે મળશે, તેના કેટલાક માપદંડ બનાવવામાં આવ્યા છે. નામાંકન સમયે જ આ માપદંડોનું પાલન કરવું પડે છે. નામાંકન બાદ નોબેલ દ્વારા રચાયેલી કમિટી તમામ અરજીઓ પર વિચાર કરે છે. વિચાર કર્યા બાદ નામો જાહેર કરવામાં આવે છે.

વધુ વાંચો: ભગવાન રામ તો હિન્દુસ્તાની હતા જ નહી, તેઓ તો નેપાળી હતા, કેપી ઓલીનું વિવાદિત નિવેદન

આ વર્ષે ઓક્ટોબર મહિનામાં નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત થવાની સંભાવના છે. આ દોડમાં ડોનાલ્ડ ટ્રંપની એન્ટ્રીએ ગરમાહટ વધારી દીધી છે. હવે જોવું રહ્યું કે આ રેસમાં કોણ આગળ નીકળે છે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Yulia Navalny Donald Trump Nobel Peace Prize 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ