ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Women Patidars of Rajkot came in favor of Parshotam Rupala
Last Updated: 04:41 PM, 4 April 2024
ADVERTISEMENT
ક્ષત્રિય સમાજ અને ભાજપની બેઠકને લઈ જ્યોતિ ટિલવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જેમાં તેઓએ રાજકોટ લોકસભાનાં ઉમેદવાર પરશોતમ રૂપાલાની તરફેણમાં આવ્યા છે. પરશોતમ રૂપાલાના વિરોધને લઈ કડવા પાટીદાર અગ્રણીઓ હવે મેદાનમાં આવ્યા છે. ભાજપ મહિલા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ મેસેજ વાયરલ કર્યો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT

.jpeg)
ADVERTISEMENT
જેમાં તેઓએ કહ્યું કે બે-બે વાર માફી માંગ્યા પછી આટલો ઈશ્યું કરે તે વ્યાજબી ના કહેવાય. ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂપાલા સાહેબને સાથ આપો. પોસ્ટને લઈ પાટીદાર યુવકોએ રૂપાલાની તરફેણમાં કોમેન્ટસ લખી હતી.
ADVERTISEMENT
ક્ષત્રિય સમાજ કોઈ સમાધાન કરવા માગતો નથીઃ કરણસિંહ ચાવડા
ભાજપ સાથે બેઠક બાદ કરણસિંહ ચાવડાનું મોટું નિવેદન, કહ્યું એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી છે કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરો, ક્ષત્રિય સમાજ કોઈ સમાધાન કરવા માગતો નથી. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ્દ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. દેશમાં 22 કરોડ અને ગુજરાતમાં 75 લાખ ક્ષત્રિયો છે. અમે ચોખ્ખી વાત મૂકી છે કે તમારે રૂપાલા જોઈએ છીએ કે ક્ષત્રિય સમાજ.
ADVERTISEMENT
વધુ વાંચોઃ ખેડામાં કોણ આવશે? દેવુસિંહ ચૌહાણ કે કાળુસિંહ ડાભી, જ્ઞાતિ સમીકરણ ખોરવ્યું પાર્ટીનું ગણિત
ભૂતકાળમાં ગૌ માતાને બચાવવા ક્ષત્રિય સમાજે માથા વઢાવી દીધાઃ રઘુ દેસાઇ
ગુજરાત માલધારી સમાજના આગેવાનોએ ક્ષત્રિય સમાજને સમર્થન આપ્યું છે. રૂપાલાનાં નિવેદનને માલધારી મહાપંચાયતનાં પ્રમુખ રઘુ દેસાઈએ વખોડ્યું છે. આ બાબતે ર ભૂતકાળમાં ગૌ માતાને બચાવવા ક્ષત્રિય સમાજે માથા વઢાવી દીધા હતા. ક્ષત્રિય સમાજ અમારી ગૌ માતાની રક્ષા કરી છે. ગુજરાતનો માલધારી સમાજ આજે ક્ષત્રિય સમાજને સમર્થન આપે છે. પરષોતમ રૂપાલાની આ પ્રકારની માનસિકતાને હું વખોડું છું. આવા વ્યક્તિ રાજકારણમાં હોય તો સમાજ સમાજમાં ઝેર વધે છે. તેમજ પરષોતમ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાની રઘુ દેસાઈએ માંગ કરી હતી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.