બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Devusinh Chauhan or Kalu Singh Dabhi the caste equation has disrupted the party math

જનમત / ખેડામાં કોણ આવશે? દેવુસિંહ ચૌહાણ કે કાળુસિંહ ડાભી, જ્ઞાતિ સમીકરણ ખોરવ્યું પાર્ટીનું ગણિત

Vishal Khamar

Last Updated: 10:29 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડા લોકસભા બેઠકમાં છેલ્લી 3 ટર્મથી સાંસદ રહેલ દેવુસિંહ ચૌહાણને ભાજપ દ્વારા રીપીટ કરવામાં આવ્યા છે. તો તેઓની સામે કોંગ્રેસે કાળુસિંહ ડાભીને ટીકીટ આપી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ખેડા બેઠક પર કોણ બાજી મારશે.

લોકસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે હાલ તમામ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. ખેડા બેઠક પર ભાજપ તેમજ કોંગ્રેસનાં ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે ખેડામાં ચૂંટણીને લઈને ક્યાં મુદ્દા પર ચર્ચા છે. તેમજ ઉમેદવારો ક્યાં મુદ્દા પર જીતનો વિશ્વાસ કરી રહ્યા છે. તેમજ ખેડા બેઠકનો રાજકીય ઈતિહાસ કેવો રહ્યો? 

કોણ છે દેવુસિંહ ચૌહાણ?

ખેડાના વર્તમાન સાંસદ દેવુંસિંહ ચૌહાણની વાત કરીએ તો તેઓ 2001થી જાહેર જીવનની કારકિર્દીની શરૂઆત કરી હતી.  2007માં પહેલીવાર માતરના ધારાસભ્ય બન્યા હતા. ખેડા લોકસભા બેઠકથી 2009, 2014, 2019માં લડ્યા. 3 ટર્મમાંથી બે ટર્મમાં જીત મેળવી. તેમજ ભાજપે ચોથી વાર લોકસભા લડવાની તક આપી. વર્તમાન સરકારમાં રાજ્યકક્ષાના સંચાર મંત્રી હતી.

કોણ છે કાળુસિંહ ડાભી?
1985થી જાહેરજીવનની કારકિર્દીની શરૂઆત કરી હતી.  1991માં પહેલીવાર સરપંચ તરીકે ચૂંટાયા હતા. તેમજ  તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિવિધ હોદ્દાઓ ઉપર રહ્યા હતા. 2017માં કોંગ્રેસ તરફથી કપડવંજ બેઠકથી ચૂંટાયા હતા.  2022ની વિધાનસભા ચૂંટણીમાં હાર.


2019નું પરિણામ
ભાજપ     દેવુસિંહ ચૌહાણ
પરિણામ     જીત    

કોંગ્રેસ     બિમલ શાહ
પરિણામ     હાર

ખેડા લોકસભામાં કેટલી વિધાનસભા સમાવિષ્ટ?

દસક્રોઈ
ધોળકા
માતર
નડિયાદ
મહેમદાવાદ
મહુધા
કપડવંજ

ખેડા બેઠકનો રાજકીય ઈતિહાસ
અગાઉ બૃહદ ખેડા બેઠક હતી. બૃહદ ખેડા બેઠકનું ખેડા અને આણંદમાં વિભાજન થયું. મોટેભાગે કોંગ્રેસના વર્ચસ્વવાળી બેઠક હતી. 2014 પહેલા અહીં ભાજપ એક જ વાર જીત્યું હતું. 1991માં અહીં પહેલીવાર ભાજપે જીત મેળવી હતી. કોંગ્રેસ તરફથી દિનશા પટેલ ખેડાથી પાંચ ટર્મ સાંસદ રહ્યા હતા.  2014 અને 2019માં અહીં ભાજપે સતત બે વાર જીત મેળવી. 

વધુ વાંચોઃ મનસુખ વસાવા કે ચૈતર વસાવા? ભરૂચ બેઠક પર કોનો ભાર વધારે, જ્ઞાતિ સમીકરણ ફિફ્ટી ફિફ્ટી

ખેડા બેઠકનું જ્ઞાતિ ગણિત

  • ક્ષત્રિય મતદાર 41%
  • પાટીદાર મતદાર 16%
  • મુસ્લિમ મતદાર 11.50%
  • દલિત મતદાર 7.60%
  • અન્ય પછાત વર્ગના મતદાર 14.20%

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ