બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:07 PM, 3 August 2025
આજકાલ આપઘાતના જે કેસ સામે આવે છે તેમાં મોટેભાગે પતિ કે પત્નીનું એકસ્ટ્રા મેરીટલ અફેર કે પછી આર્થિક તંગી જવાબદાર હોય છે.. પરંતુ હૈદરાબાદમાં આપઘાતની એક એવી ઘટના સામે આવી છે જેનું કારણ ખુબજ ચોંકાવનારુ છે.
ADVERTISEMENT
હૈદરાબાદના હિમાયતનગર વિસ્તારમાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં 43 વર્ષીય મહિલા પૂજા જૈને એક બિલ્ડિંગના પાંચમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના ત્યારે બની જ્યારે તેમના પતિ અરુણ કુમાર જૈન તેમની ઓફિસ ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પૂજા જૈન છેલ્લા કેટલાક દિવસોથી અત્યંત ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ હતી.
આ મહિલાએ ભગવાનને મળવાની ઇચ્છા વ્યક્ત કરીને પાંચમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસને એક સુસાઈડ નોટ મળી હતી જેમાં તેણે ભગવાનને આત્મસમર્પણ કરવાનું લખ્યું હતું. આ મામલો ધાર્મિક શ્રદ્ધા અને માનસિક સ્થિતિ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ VIDEO : એરપોર્ટ પર આર્મી ઓફિસરે 4 કર્મચારીઓના જડબાં તોડ્યાં, કમર ભાંગી નાખી, ચોંકાવનારુ કારણ
સ્યૂસાઇડ નોટમાં પૂજાએ લખ્યું હતું કે તે ભગવાનને મળવા માટે પોતાનું બલિદાન આપી રહી છે. સુસાઈડ નોટમાં પૂજાએ સ્પષ્ટતા કરી હતી કે તેણે આ પગલું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે લીધું હતું જેથી તે ભગવાનની નજીક પહોંચી શકે. પડોશીઓના જણાવ્યા મુજબ, પૂજાએ તાજેતરમાં ધ્યાન, પૂજા અને ધાર્મિક ગ્રંથોમાં ઊંડો રસ લેવાનું શરૂ કર્યું હતું. તે ઘણીવાર કહેતી હતી કે તે હવે સાંસારિક જીવનમાંથી મુક્તિ ઇચ્છે છે અને ભગવાનનો આશ્રય લેવા માંગે છે.
ADVERTISEMENT
પોલીસે મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને કેસની તપાસ ચાલુ છે. હાલમાં, કોઈ કાવતરું કે માનસિક બીમારીની શંકા નથી, પરંતુ પોલીસ દરેક પાસાની તપાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રાંતિકારી પરિવર્તન / મોંઘા પેટ્રોલની ચિંતા નહીં! ભારતમાં 100 ટકા ઈથેનોલ ઈંધણને મળી કાનૂની મંજૂરી,ગડકરીનું એલાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.