બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : એરપોર્ટ પર આર્મી ઓફિસરે 4 કર્મચારીઓના જડબાં તોડ્યાં, કમર ભાંગી નાખી, ચોંકાવનારુ કારણ

વીડિયો / VIDEO : એરપોર્ટ પર આર્મી ઓફિસરે 4 કર્મચારીઓના જડબાં તોડ્યાં, કમર ભાંગી નાખી, ચોંકાવનારુ કારણ

Last Updated: 04:57 PM, 3 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Srinagar Airport Fight: હાલમાં શ્રીનગર એરપોર્ટ પર એક સૈનિકની દાદાગીરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં માત્ર એકસ્ટ્રા લગેજ ચાર્જ માંગતા સૈનિકે ચાર સ્પાઇસજેટ કર્મચારીઓને એવો માર માર્યો કે તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.. જાણો સંપૂર્ણ મામલો.

શ્રીનગરથી દિલ્હી જતી સ્પાઇજેટની ફ્લાઇટ SG-386ના બોર્ડિંગ ગેટ પર એક વરિષ્ઠ આર્મી ઓફિસરે ચાર સ્પાઇસજેટ કર્મચારીઓને ખૂબ માર માર્યો. મળતી માહિતી અનુસાર, ઘટના 26 જુલાઇએ જ્યારે અધિકારીને વધારાના બેગ લઈ જવા માટે વધારાનો ચાર્જ માંગ્યો ત્યારે બની.

સ્પાઇસજેટે જણાવ્યું કે, અધિકારી પાસે બે કેબીન બેગ હતા જેનું કુલ વજન 16 કિલો હતું, ત્યારે લિમિટ માત્ર 7 કિલોની જ છે. જ્યારે સ્ટાફે વિનમ્રતા સાથે તેને નિયમોની જાણકારી આપી અને ચાર્જ ભરવા કહ્યું તો અધિકારીએ  ના પાડી દીધી અને બોર્ડિંગ પ્રક્રિયા પૂરી કર્યા વિના જ જબરદસ્તી એરોબ્રિજમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો, જે નાગરિક ઉડ્ડયન સુરક્ષા નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે.

કર્મચારીઓને ખરાબ રીતે માર માર્યો

આ બાદ CISF અધિકારી તેને પાછો ગેટ તરફ લઈને આવ્યા, જ્યાં તે ગુસ્સામાં આવ્યો અને ચાર ગ્રાઉન્ડ સ્ટાફ પર હુમલો કરી દીધો. એક કર્મચારીઓને ઘણીવાર લાત-મુક્કા અને સ્ટીલ સ્ટેન્ડથી માર્યા જેનાથી તેને કરોડરજ્જુમાં ફ્રેક્ચર અને જડબામાં ગંભીર ઈજા થઈ. એક અન્ય કર્મચારી કે જે બેભાન થયેલા કર્મચારીની મદદ માટે નમ્યો હતો તેને પણ જબરદસ્ત લાત મારી, જેનાથી તેના નાક અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું.

app promo5

આરોપીને નો-ફ્લાઇટ લિસ્ટ કરવાની કાર્યવાહી શરૂ

ઘાયલ કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે અને તેમની પરિસ્થિતિ ગંભીર છે. સ્પાઇસજેટ પ્રવક્તાએ કહ્યું કે આ હુમલામાં પોલીસમાં FIR નોંધવામાં આવી છે અને એરલાઇનના યાત્રીને નો-ફ્લાઇટ લિસ્ટમાં નાખવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે નાગરિક ઉડ્ડયન નિયમો હેઠળ કરવામાં આવતી કાર્યવાહી છે.

વધુ વાંચો: VIDEO : ગંગા ઘાટ પર આરતી વખતે 2 વિદેશી છોકરીઓ બેશરમ બની, આખો દેશ શરમમાં મૂકાઈ ગયા

એરલાઇને આ ગંભીર હુમલાની માહિતી નાગરિક ઉડ્ડયન મંત્રાલયને લેખિત રૂપે આપી છે અને યાત્રી વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ સાથે જ એરપોર્ટ અધિકારીઓ પાસેથી મેળવેલ CCTV ફૂટેજ પોલીસને સોંપવામાં આવી છે, જેથી તપાસમાં મદદ મળી શકે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Srinagar Airport Spicejet Employees National News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ