બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Woman gets faith in Hinduism instead of dargah, removes bridegroom: Minorities upset
Last Updated: 03:31 PM, 3 November 2023
ADVERTISEMENT
Vadodara News : વડોદરામાં લઘુમતી કોમની એક મહિલા હિન્દુ ધાર્મિક વિધિમાં જતા મુશ્કેલીમાં મુકાઈ છે. વાત જાણે એમ છે કે, એક લઘુમતી મહિલા હિન્દુ ધાર્મિક પ્રવૃત્તિમાં જતા લઘુમતી સમાજ નારાજ થયો છે. જેને લઈ લઘુમતી સમાજના અગ્રણીઓ દ્વારા મહિલા અને તેમના પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ મહિલા બીમારી દૂર કરવા મહિલા દરગાહને બદલે ભૂવા પાસે ગયા બાદ લઘુમતી સમાજ નારાજ થયો છે. આ તરફ હવે લઘુમતી સમાજના આગેવાનોએ એક મિટિંગ બોલાવી અને લઘુમતી સમાજની આ મહિલા અને તેના પરિવારનો બહિષ્કાર કર્યો હતો. આ સાથે દેવીપૂજક સમાજ માટે પણ વારંવાર આપત્તિજનક શબ્દ પણ વાપર્યો હતો.
સંસ્કારી નગરી કહેવાતા વડોદરાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ વડોદરાના બાવામાનપુરાની લઘુમતી સમાજની એક મહિલા ઘરમાં બીમારીના નિવારણ માટે હિન્દુ ધાર્મિક કાર્યક્રમમાં ગઈ હતી. જોકે આસ્થા સાથે હિન્દુ ધાર્મિક કાર્યક્રમમાં ગયેલ મહિલાને હવે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. લઘુમતી સમાજની મહિલા હિન્દુ ધાર્મિક કાર્યક્રમમાં જતા સમાજ નારાજ બન્યો છે. જેથી હવે લઘુમતી સમાજના આગેવાનોએ આ મહિલા અને તેમના પરિવારનો બહિષ્કાર કર્યો છે.
ADVERTISEMENT
સમાજના અગ્રણીઓએ વિડિયો બનાવી વાઇરલ કર્યો
વડોદરાના બાવામાનપુરાની લઘુમતી સમાજની મહિલાએ ઘરમાં બીમારીને કારણે દરગાહની જગ્યાએ એક ભૂવાનો સહારો લીધો હતો. જે બાદમાં લઘુમતી સમાજના લોકોએ રોષે ભરાઈ અને બેઠક કર્યા બાદ એક વિડીયો જાહેર કર્યો હતો. જેમાં સમાજના લોકોએ આ લઘુમતી સમાજની મહિલા અને તેના પરિવારનો બહિષ્કાર કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે દેવીપૂજક સમાજ માટે પણ વારંવાર આપત્તિજનક શબ્દ પણ વાપર્યો હતો. સમાજના અગ્રણીએ કહ્યું કે, બીમારી દૂર કરવા મહિલા દરગાહને બદલે ભૂવા પાસે ગઈ એ ખોટું કર્યું. બાવામાન પુરામાં ડીજે સાથે ભૂવા એ જુલૂસ કાઢ્યું હતુ. આ સાથે તેમણે કહ્યું કે, લઘુમતી કોમ ને નીચા દેખાડવા ભૂવાએ પ્રયત્ન કર્યો છે.
હવે કઈ થાય તો જવાબદારી પોલીસની....
લઘુમતી સમાજના એક આગેવાન વિડીયોમાં બોલતા સંભળાઈ રહ્યા છે કે, હવે પછી વિસ્તારમાં જે કઈ થાય તો સંપૂર્ણ જવાબદારી પોલીસની. આપણી કોમની મહિલાએ અન્ય સમાજના રિવાજ પ્રમાણે વિધિ કરી હોય આપણાં ધર્મની લાગણી દુભાવી છે. જેથી હવે આ મહિલા અને તેમના પરિવાર માટે મસ્જિદથી દરગાહ સુધી પ્રવેશ બંદી ફરમાવવીયે છીએ. આ સાથે કહ્યું હતું કે, કબ્રસ્તાનમાં પણ દફન વિધિ નહિ કરવા દેવાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.