Woman gave birth to big size baby even nurse was shocked to see the weight
OMG! /
મહિલાએ આપ્યો 'બિગ સાઈઝ બેબી'ને જન્મ, વજન જોઇ નર્સ પણ ચોંકી ઉઠી, પતિએ કહ્યું 'આ તો વધારે...'
Team VTV03:38 PM, 15 Mar 23
| Updated: 04:51 PM, 15 Mar 23
પોતાના બાળકને લઈને રૂબીએ હાલમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ટેડીનો જન્મ ડિલિવરીની તારીખના 8 દિવસ પછી થયો હતો. તે સમયે ડૉક્ટરોએ કહ્યું હતું કે તેનું વજન લગભગ 3.5 કિલો હશે. પરંતુ જન્મ પછી તેનો વજન 5 કિલો નીકળ્યો હતો.
ટેડીનું વજન કરવામાં આવ્યું તો તે 5 કિલો અને 500 ગ્રામ હોવાનું જણાયું
બાળકનું સામાન્ય વજન 2.5 થી 3.5 કિલોની વચ્ચે હોય છે
ટેડીનો જન્મ ડિલિવરીની તારીખના 8 દિવસ પછી થયો હતો
એક મહિલાએ 'બિગ સાઈઝ બેબી'ને જન્મ આપ્યો છે. જન્મના બાદ તેની સાઈઝ જોઈને દરેક લોકો હેરાન રહી ગયા હતા, કારણ કે બાળકનું વજન 5 કિલોથી વધુ હતું. મહિલાએ કહ્યું કે મારો દિકરો ખૂબ મોટા બાળક જેવો દેખાઈ રહ્યો હતો. તેનું માથું તરબૂચ જેટલું મોટું હતું. આ ઘટના યૂકેના વેરિંગ્ટનની છે. મીડિયા અહેવાલ અનુસાર 24 વર્ષની રૂબી ઈડેનએ ઓગસ્ટ 2022માં હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો હતો. તેણે તેનું નામ ટેડી રાખ્યું. જન્મ બાદ જ્યારે ટેડીનું વજન કરવામાં આવ્યું તો તે 5 કિલો અને 500 ગ્રામ હોવાનું જણાયું. સામાન્ય રીતે જન્મ સમયે બાળકનું સામાન્ય વજન 2.5 થી 3.5 કિલોની વચ્ચે હોય છે. એટલે જ ટેડીને 'બિગ સાઈઝ બેબી' કહેવામાં આવ્યું હતું.
ટેડી માટે મોટી ઉંમરના બાળકોના કપડાં ખરીદવા પડ્યા
પોતાના બાળકને લઈને રૂબીએ હાલમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ટેડીનો જન્મ ડિલિવરીની તારીખના 8 દિવસ પછી થયો હતો. તે સમયે ડૉક્ટરોએ કહ્યું હતું કે તેનું વજન લગભગ 3.5 કિલો હશે. પરંતુ જન્મ પછી તેનો વજન 5 કિલો નીકળ્યો હતો. રૂબી જણાવે છે કે ટેડી પોલિહાઇડ્રમનિઓસ નામની મેડિકલ કંડિશન સાથે જન્મ્યો હતો. આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે પ્રગ્નેન્સી દરમિયાન બાળકની આસપાસ ખૂબ જ એમ્નિઓટિક પ્રવાહી હોય છે. રૂબી અને તેના 27 વર્ષના પતિ ક્રિસને ટેડી માટે મોટી ઉંમરના બાળકોના કપડાં ખરીદવા પડ્યા કારણ કે નવજાત બાળકના કપડાં તેના માટે ખૂબ નાના હતા.
પ્રથમ વખત બાળકને જોયુ ત્યારે હું ચોંકી ગઈ
ટેડીના જન્મવાળા દિવસને યાદ કરતા રુબીએ કહ્યું, જ્યારે મેં પ્રથમ વખત બાળકને જોયુ ત્યારે હું ચોંકી ગઈ હતી. તેની સાઈઝ સામાન્ય બાળક કરતા વધારે હતી. મારા પતિએ તેને જોઈને કહ્યું, તે એક મોટા છોકરો છે.રૂબી કહે છે કે નર્સ, ડૉક્ટર બધા હેરાન હતા કે બાળક આટલી મોટી સાઈઝનું કઈ રીતે જન્મ્યું. આ બાળકને નવજાતનાં કોઈ કપડાં નહોતા થતા. ઓપરેશન દ્વારા ડિલિવરી કરવામાં આવી હતી. હવે ટેડી 7 મહિનાનો થઈ ગયો છે અને એકદમ ફિટ છે.